SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૪૫ ચાલ્યા જાય તે શેકના પાર રહેતા નથી. આ છે માહનુ કારણ. તમે એમ માના છે! કે આ શરીર સગાસબંધીઓ, સત્તા અને સ`પત્તિ વિગેરે બધા સઢાકાળ મારી પાસે રહેવાના છે. આ માહના પ્રભાવ છે. કારણ કે એ બધા વિનશ્વર સચાગે વાગેા માટે સર્જાયેલા છે. વિવેકી આત્માએ માહમાં મૂંઝાતા નથી. આત્મામાં જ્ઞાનને પ્રકાશ આવે તા મેાહના ત્યાગ થાય. દેવાનુપ્રિયા ! મહના પરિવાર કર્યા છે તે તમે જાણા છે? તમારી જેમ પરિવાર છે તેમ માહના પણ પરિવાર છે. ક્રોધ-માન-માયા-લાભ એ મેાહના પરિવાર છે. તે ક્યાયે ઉદ્દયમાં આવે છે ત્યારે જીવને ખૂબ હેશન કરે છે અને આત્માના અધ્યવસાયને લુષિત કરે છે. આ કષાયા કર્મના ઉદયથી ઉત્પન્ન થયા છે. આત્મા એમ સમજે કે મારે આ ક્યાયા કરવા જેવી નથી. આ મારો મૂળ સ્વભાવ નથી તે તે કર્માંથી લેપાતે નથી. તેમજ ભેગેામાં આસક્તિ નહિ રાખવાથી અને તે તરફ ઢાસીન ભાવ રાખવાથી આત્મા પુરાણા કર્મને ખપાવે છે ને નવા ક્રર્માને બાંધતા નથી. જેમ કમળ કાઢવમાં રહે છે છતાં ક્રમળને કાઢવને લેપ લાગી શકતા નથી તેમ વિવેકી આત્મા પણ પાપરૂપી કાદવથી લેપાતા નથી. મહાન પુરૂષ પોતાના આત્માને કર્મરૂપી કાદવથી ખરડાવા દેતા નથી. જ્યારે તમારી જ્ઞાનષ્ટિ ખીલશે ત્યારે તમને આ વાત બરાબર સમજાશે. આ સંસારરૂપી નગરમાં કર્મરૂપી શજા જીવારૂપી પાત્રાને નાટક કરાવે છે. કેટલાક જીવાને એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પચેન્દ્રિય આદિને અલગ અલગ વેશ આપીને વિવિધ પ્રકારની વિટંબણાઓ કરાવે છે. આ સંસારના પ્રપંચ ક રાજાએ ફૂલાબ્યા છે. તે બધા સંસારી જીવાને નાચ નચાવે છે. જ્ઞાની પુરૂષ! આ દુનિયાની ધમાલને પરદ્રબ્યુના નાટકરૂપે નિહાળે છે. જેથી તે તેમાં ખેઢ પામતા નથી. તે દેહમાં રહેલા આત્માને દેહથી ભિન્ન માને છે. રાગ કે દુઃખના સમયે પણ આ પ્રમાણે વિચાર કરે છે કે જ્યારે આ કર્મના ઉદ્દયકાળ પૂરો થઈ જશે ત્યારે આ રોગ અને વિપત્તિ આપે!આપ ચાલ્યા જશે. હું જીવ તે જે સમયે કર્મ માંધ્યા તે સમયે વિચાર કરવા હતા ને કે આ પાપકર્મના કડવા ફળા જ્યારે ઉયમાં આવશે ત્યારે મારે જ ભાગવવા પડશે. તેમાં કોઈ ભાગ પડાવી શકશે નહિ. આપણે ત્યાં ઉત્તરાધ્યયન સૂત્રના વીશમા અધ્યયનના અધિકાર ચાલે છે. જેમાં શ્રેણીક મહારાજા વિહારયાત્રા માટે નગરની બહાર નીકળ્યા હતા. તે શ્રેણીક રાજા અનેક સ્નેાના સ્વામી હતા. તે સિવાય શ્રેણીક રાજા ઐપપાતિકી વૈયિકી, કાર્મિકી અને પારિણામિકી એ ચાર મુદ્ધિના સ્વામી હતા. અને પુરૂષની ૭૨ કળાના જાણુકાર હતા. તેમને ત્યાં નીતિશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર આદિ શાસ્ત્રના જાણકાર અનેક પડિતા હતા, તેમના ચરણની સેવામાં હાજર રહેનાર નાકર ચાકરી ઘણાં હતા.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy