SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૯ શારદા સાગર નહિ. કોઈની નાની ચીજ અજાણતાં આવી જાય તે પણ તેને સમજાવજે કે આવું આપણાથી ન કરાય. નાની ભૂલ ભવિષ્યમાં કેટલી મોટી થઈ જાય છે તેને વિચાર કરજે. આ કરે મેટી મેટી ચેરીઓ કરવા લાગ્યો. તે એક દિવસ પકડાઈ ગયે ને તેને ફાંસીની શિક્ષા કરવામાં આવી. એને ફાંસીએ ચઢાવ્યા ત્યારે રાજાના માણસો પૂછે છે ભાઈ! તારે કેઈને મળવું છે? ત્યારે કહે છે. હા. મારી માતા અમુક જગ્યાએ રહે છે તેને છેલ્લે મળી લઉં. બેલાવી લાવે. એની માતાને બોલાવી લાવ્યા. છોકરો ફાંસીના માંચડા ઉપર ચઢેલ છે. તે કહે છે. મારી માતાને મારે ભેટવું છે. તેને ઉંચી કરો. એની માતાને ઉચે ચઢાવી. છોકરાએ એની માતાને બાથ ભીડીને તેનું નાક મોઢામાં લઈને દબાવીને નાક કરડી લીધું. માતા ચીસ પાડીને ભાગી. છેકશએ માતાનું નાક કરડીને કહ્યું નાકકટ્ટી! તેં મને નાનપણથી વાળે નહિ ત્યારે હું ચાર બન્યું ને? તેને પરિણામે મારે ફાંસીએ ચઢવું પડ્યું ને? ઘણું લેકે ત્યાં ભેગા થયા હતાં. પૂછે છે ભાઈ! તેં તારી માતાનું નાક કેમ કરડી લીધું? ત્યારે છોકરો કહે છે કહેવામાં સાર નથી. બહુ પૂછ્યું ત્યારે પિતે ચેર કેવી રીતે બન્ય તે બધું કહ્યું. ને કહ્યું. મને ચેર બનાવવામાં મારી માતાને માટે હાથ છે. નહિતર હું આવે ચાર બનત નહિ ને મને ફાંસીની શિક્ષા થાત નહિ. ત્યારે લોકો કહે છે એને પહેલાં ફાંસીએ ચઢાવવી જોઈએ. ટૂંકમાં પછી ચોરની માતા ખૂબ રડી. એટલે કહેવત પડી કે “ચરની મા કોઠીમાં માં નાંખીને રડે.” તે રીતે પવનજીની માતાને પણ ખૂબ પશ્ચાતાપ થયો. હવે પવન પિતાના ગામમાંથી નીકળીને અંજનાજીની શોધમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૮૪ આ વદ ૪ ને ગુરૂવાર તા. ૨૩-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ-ને બહેનો! અનંત કરૂણાના સાગર, વીતરાગ પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાન કહે છે તે આત્માઓ! તમારી જિંદગીની એકેક ક્ષણ લાખેણી જાય છે. માટે સમયને ઓળખે. ઉત્તરાધ્યયન સૂત્રના દશમા અધ્યયનમાં ભગવંત ફરમાવે છે કે આપણી જિંદગી કેવી છે? दुमपत्तए पंडुरए जहा, निवडइ राइगणाण अच्चए। एवं मणुयाणं जीवियं, समयं गोयम मा पमायए ॥ ઉત. સ. અ. ૧૦ ગાથા ૧ વૃક્ષના પીળા થઈ ગયેલા પાંદડાને ખરતા વાર લાગતી નથી. તેમ હે ભવ્ય જીવો!
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy