________________
૭૦૬
શાશ્તા સાગર - અસ્ત્રાના સમાન તીક્ષણ પ્રવાહવાની વૈતરણી નદીને હે શિષ્યો તમે સાંભળી હશે? એ નદી અતિ દુર્ગમ છે. ત્યાં નારકીઓને ભાલાથી ભેદીને પ્રેરિત કર્યા થકા નારકીઓ લાચાર બનીને ભયથી ભાગી એ ભયંકર નદીમાં કૂદીને પડે છે. નારકીઓ એને પાણીથી ભરેલી નદી માને છે અને આનંદ પામે છે, કે હાશ નદીનું ઠંડુ પાણી પીને આપણી તૃષા શાંત કરીશું ને ઠંડક મેળવીશું. પણ એ નદી પાણીથી ભરેલી હોતી નથી. તે નદી ઉષ્ણુ અને લોહી સમાન વહેતી હોય છે. એટલે તેમાં પડતાની સાથે તેના આખા શરીરમાં ઝાળ ઉઠે છે. તેમાં નારકીના અગે છેદાઈ કટકા થઈ જાય છે. વૈતરણી નદીમાં પડેલા નારકી ત્યાં છેદાતા થકા દુઃખથી ગભરાઈ ખેદિત થઈ પરમાધામીએ વિવેલ નાવ ઉપર ચઢવા જતાં નાવમાં બેઠેલા પરમાધામીઓ બિચારા નારકીના છાને ગળામાં લખંડના ગરમ કરેલા અણદાર ખીલા નાંખે છે. વળી કઈ પરમાધામી ચિત્તના આનંદને માટે નારકીઓને શૂલ તથા ત્રિશૂલથી વીંધીને પૃથ્વી ઉપર પછાડે છે. વૈતરણી નદીમાંથી નીકળવા નારકી ઘણા પ્રયત્ન કરે છે, પણ જાણે ગુંદરના કીચડમાં ફસાઈ ગયા હાય તેમ નીકળી શક્તા નથી. કેટલાક વખત નદીમાં તણાતા તણાતા મહામુશીબતે બહાર નીકળે છે ત્યારે પરમાધામી મારે, પકડો એવી બૂમ પાડે છે. વૈતરણી નદીમાંથી માંડ માંડ બહાર નીકળેલા જીવો નદી કિનારે રહેલી રેતીને ઠંડી માનીને તેમાં આળોટવા જાય છે. પણ એ રેતી તે ભાંડમુંજાએ ધાણી -ચણા શેકવા માટે તપાવેલી રેતી કરતાં પણ અનંત ગણી ઉષ્ણ હોય છે. એ નારકીઓ તેમાં ધાણી-ચણાની જેમ શેકાઈને ખાખ જેવા થઈ જાય છે.
બંધુઓ ! આવી વૈતરણી નદી ભયંકર છે. આ નરકગતિના ત્રાસ જેવા તેવા નથી. આવા દુખે જોગવવાને સમય ન આવે તે માટે પાપ કરતી વખતે ખૂબ સાવધાની રાખજે. ધર્મ કરશે તે સુખ મળશે ને પાપ કરશે તેને આવા દુઃખે ભેગવવા પડશે. માટે પાપ કરતાં પાછા વળો.
આ ગાથામાં કહેવામાં આવ્યું, કે આત્મા વૈતરણી નદી છે ને આત્મા ફૂટ–શાલ્મલી વૃક્ષ છે. આ ઉપરથી કોઈ એમ શંકા કરે કે આત્માને વૈતરણ નદીની ઉપમા આપી તે તે કેમ ઘટી શકે? કારણ કે આત્મા તે અરૂપી છે ને વેતરણી નદી તે રૂપી છે. આત્મા ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે ને વૈતરણું નદી તો નરકમાં હોય છે. આત્મા તે ચાર ગતિમાં ભ્રમણ કરીને પણ અંતે મોક્ષમાં જાય છે. પણ વૈતરણી નદીનાદુઃખ તે નરક ગતિમાં એકલા નારકેને ભેગવવા પડે છે. તો પછી આત્માને વૈતરણી નદી કેવી રીતે કહી શકાય? આ પ્રશ્નનું સમાધાન તે જ્ઞાની કરી શકે. શાસ્ત્રના આધારે એમ કહી શકાય, કે આત્મા ન હોય તે વૈતરણી નદી પણ ન હોઈ શકે. વૈતરણી નદી એ પાપ કર્મનું ફળ છે ને પાપ કર્મ આત્મા કરે છે. જે આત્મા ન હોય તો પાપ કર્મ કેણું કરે? અને તેનું ફળ વૈતરણી નદી પણ કેવી રીતે હોય? વૈિતરણી નદીની સૃષ્ટિનું સર્જન કરનાર આત્મા છે. જે આત્મા