SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શારદા સાગર, મારા જેવો જ છે. (હસાહસ). આની બુદ્ધિ-ચતુરાઈ જોઈ રાજા સ્તબ્ધ બની ગયા. બાર બાર વર્ષોથી જેની સંભાળ લીધી નથી. હવે સાસરે કયા મોઢે જવું! વિચારમાં પડી ગયા. શ્રેણીક કહે છે બેટા! તને જોઉં છું ને મારું લોહી ઉછળે છે. એ નંદાને અહીં લઈ આવને !” ત્યારે અભય કહે તમને ત્રેવડ નથી તે મને કહે છે? (હસાહસ). રાજા તો છોકરાને જવાબ સાંભળી છક થઈ ગયા. અભય કહે હમણાં જ લઈ આવું. ચિંતા ન કરે. તે ગયે બગીચામાં, માતાને કહે-ચાલે બા. માતાને ખભે બેસાડીને લાવ્યું. નંદાને જોઈને રાજા પગમાં પડી ગયા. હે નંદા ! મને માફ કર. તને પરણીને હું ભૂલી ગયે. મારા જેવો અધમ કેણ? મારો દીકરો કયાં? નંદા કહે-આ જ તમારે દીકરો છે. પછી અભય પિતાજીના પગમાં પડે છે. ક્ષત્રિયના બચ્ચા પિતાના પરાક્રમથી ઓળખાય. સામેથી એમ ન કહે હું તમારો દીકરો છું. લવ-કુશ રામચંદ્રજી સાથે યુદ્ધ ચઢયા હતા. તે પણ પોતાના પિતાજી પાસે સામેથી નહેતા ગયા. આ રીતે નંદાનું લગ્ન શ્રેણીક રાજા સાથે થયેલું. હવે બીજી ચેલણા રાણીને શ્રેણીક રાજા કેવી રીતે પરણ્યા છે તે હું કહું શ્રેણીક મિથ્યાષ્ટિ અને ચિલ્લણ સમકિતદષ્ટિ, બંનેને મેળ કયાં બેસે ? ચેડા મહારાજા પિતાની પુત્રીને જેન ધમી સિવાય બીજાને પરણાવે નહિ. પણ આ બન્યું કેમ? એક વખત શ્રેણીક મહારાજા છત્રપલંગમાં પોઢયા હતા. સવાર પડી. રાજસભામાં જવાને ટાઈમ થયો. સભા ભરાઈ ગઈ. પણ રાજા આવ્યા નહિ એટલે અભયકુમાર આવ્યા. આજે બાપુજી હજુ કેમ નથી આવ્યા ત્યારે રાણી કહે છે એ તો હજી સૂતા છે. અભય જઈને જગાડે છે ત્યારે શ્રેણીક હાથમાં તલવાર લઈને અભયકુમારને મારવા તૈયાર થાય છે. તેં મારું સુખ લૂંટી લીધું. હવે તને જીવતો ન મૂકું. ત્યારે અભય કહે છે શેનું સુખ? મને વાત કરે. ત્યારે કહે છે હું સુજયેષ્ઠા સાથે પરણ્ય ને તેની સાથે હું આનંદથી રહેતું હતું. તેં મારી મજા બગાડી નાંખી ત્યારે અભય કહે છે પિતાજી! ચિંતા ન કરે. આ તો તમને એક સ્વપ્ન આવ્યું હતું. હવે હું તમારા સ્વપ્નને સાકાર બનાવી આપીશ. શત કરી. મહારાજા સભામાં આવ્યા. બુદ્ધિશાળી અભય ચેડારાજાના રાજ્યમાં જાય છે ને ત્યાં ચેડારાજાની પુત્રીઓનું શ્રેણીક રાજા તરફ મન આકર્ષાવવા પ્રયત્ન કરે છે. પોતે મહાન શ્રાવક છે તેમજ શ્રેણીક રાજા જૈન ધર્મના મહાન પિપાસુ છે તેવી પ્રતિભા કરાવી. તેથી સુષ્ઠાનું મન લલચાયું. તે વાત ચલ્લણ જાણતી હતી. છેવટમાં બે બહેને નકકી કરે છે ને શ્રેણીકને પરણવા પિતાથી ખાનગી તૈયાર થાય છે. તેથી અભયની બતાવેલ સુરંગ' પાસે જાય છે. શ્રેણીકને રથ આવતા શેડી વાર લાગી તેથી સુજા રત્નને ડઓ ભૂલી ગઈ હતી તે લેવા ગઈ. અને પાછળ શ્રેણીક આવ્યા ને ચેલણાને રથમાં બેસાડી. રથ ઉપડે છે. ચેલ્લણ વાત
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy