________________
શારદા સાગર
૬૮૩ જોઈએ કે બેંકમાં કરોડો રૂપિયાનું ઝવેરાત ને મિલકત હોવા છતાં પહેરેગીરી કરનારને તેની સાથે કોઈ સંબંધ નથી તે રીતે પરલોકમાં જતી વખતે પિતે કરેલા શુભાશુભ કર્મો સાથે લઈ જવાના છે. બાકી બધું અહીં રહી જવાનું છે. ધન તિજોરીમાં રહી જશે. મેટર ગેરેજમાં રહી જશે. પત્ની ઘરના દરવાજે ઉભી રહી જશે ને સ્વજને શ્મશાનમાં શરીરને સળગાવીને પાછા ફરશે. આ બધું શું તમે નથી જાણતા ? છતાં તમને સમજાતું હોય તે હવે સમજી લે કે મમતાથી અંધ બને છું. જ્યારે સાચી વાત સમજાશે ત્યારે તમને આ મમતા અંધાપાથી પણ ભયંકર લાગશે.
અનાથી મુનિ કહે છે હે મહારાજા. હું જ્યારે સંસાર છોડી સંયમી બન્યા ત્યારે મારે અને બીજાને નાથ બને. બીજાને એટલે કોનો?
સંન્લલ વેવ માં, તલાળ થ થાવરા ત્રસ અને સ્થાવર ને નાથ બને. દિલમાં એક જ ભાવ આવી ગયું કે મને જેવું ગમે છે તેવું દુનિયાના દરેક જીવને ગમે છે. મને જે નથી ગમતું તે કેઈને નથી ગમતું. કારણ કે આચારંગ સૂત્રમાં ભગવંત બેલ્યા છે કે
" सव्वे पाणा पियाउया, सहसाया, दुक्खपडिकला, अप्पियवहा,
fપયનવિ કવિ રામા. સાલ કવિ વિ ”
સર્વ જીવોને આયુષ્યપ્રિય છે. ને સુખશાતાની ઈચછાવાળા છે. દુઃખ બધાને પ્રતિકૂળ છે. ભયંકરમાં ભયંકર દુખેમાં પણ માનવી જીવવાની ઈચ્છા રાખે છે. મરણ સૌને અપ્રિય છે. જીવન સૈને પ્રિય છે. સર્વ છે જીવનની અભિલાષા રાખે છે. જીવતા રહેવું તે સર્વ જીવોને પ્રિય છે. જેમ આપણને જીવવું ગમે છે તે રીતે બીજાને પણ જીવવું ગમે છે. માટે કોઈ જીવની હિંસા કરવી નહિ. કહ્યું છે કે -
आत्मवत् सर्वभूतेषु, यः पश्यति स पंडितः ।
आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ॥ પિતાના આત્મા સમાન બધા જીવોને સમજે. જે વ્યવહાર પિતાને પ્રતિકૂળ લાગે છે તે વ્યવહાર બીજાની સાથે ના કરે. આટલી વાત જે આત્મામાં ઘુંટાઈ જાય તો હું માનું છું કે આ દુનિયામાં સ્વર્ગ નીચે ઉતરે. સ્વર્ગ કરતાં પણ અધિક સુખ મૃત્યુ લેકને માનવી ભેગવે. પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ આવવાથી વિતરાગ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. માટે તમારા દરરોજના કાર્યક્રમમાં પણ બને તેટલો ઉપગ રાખો કે જેથી ત્રસ અને સ્થાવર જીવોની હિંસા ન થાય. તે સિવાય માની લો કે તમે જમવા બેઠા કઈ વસ્તુ ભાણામાં આવી તે બગડી ગઈ છે. તેથી તમને ભાવી નહિ. તો તે તમે બીજાને આપવાથી પુણ્ય બાંધવાની આશા રાખતા હોય તે તે તમારી ભૂલ છે. યાદ રાખજે જેવું દેશે તેવું મળશે. માટે બધાને તમારા સમાન ગણે. '