________________
૭૪
શારદા સાગર
ભવરાગ નાબૂદ થાય ખરા? ન થાય. આ સંસારના બધા સંબ ંધે ક્ષણિક છે. જ્યાં સુધી પુન્નાઈ છે ત્યાં સુધી મધુ` છે. બાકી સુખ-દુઃખમાં સાચા સખાયે ધર્મ છે.
એક વખત એક સત ગૌચરી જતા હતાં. મામાં એક વૃદ્ધ ડાસા આંખ આડા હાથ દઈને છૂટી પાકે રડતા હતા. મહારાજે તેના માથે હાથ મૂકીને પૂછ્યું. ભાઈ! તમે આટલા મેટા. થઇને આવી મેાટી પાક મૂકીને કેમ રડે છે ? ત્યારે બાપા કહે છે મહારાજ! મારા દુઃખની શી વાત કરૂ? મારા પિતાજી મારા માટે પાંચ રૂપિયાની મૂડી મૂકીને ગયા ન હતા. ખાવા માટે મુઠ્ઠી જાર પણ ઘરમાં ન હતી. ખૂબ કષ્ટ વેઠીને મારા બાહુબળથી કરોડોની સંપત્તિ કમાયા. મારે ચાર દીકરા છે. ચારે ય દીકરાને ખૂબ ભણાવ્યા, ગણાવ્યાને ખૂબ ખર્ચ કરીને સારા ઘરની કન્યા સાથે પરણાવ્યા. પછી મને થયું કે હવે હું ધંધામાંથી નિવૃત્ત ખનીને શાંતિમય જીવન વીતાવીશ ને નિરાંતે ભગવાનનું ભજન કરીશ. દીકરા - વહુ બધા મારી સેવા કરશે, એટલે મેં મારી બધી મિલ્કત માશ દીકરાઓને વહેંચી દીધી.
દીકરાએને બધી મિલ્કત મળી ગઇ એટલે તેમણે બધાએ મને પેઢી ઉપરથી ઉતારી મૂકયા. મને ખાવાપીવામાં પણ દુ:ખ દેવા લાગ્યા. મહારાજ! મને તેા ચારે ય દીકરાએ વારે ચઢાવ્યા, વારા તા ભંગીના હાય, પણ અહીં તે મારે વારા ફરતી મહિના મહિના જમવા જવાનું થયું. ખાવામાં દીકરાની વહુએ ત્રાસ આપવા લાગી. મહિના પૂરા થાય એટલે તરત વહુના એર થાય કે હવે ખીજા દીકરાને ઘેર ટળેા. ન્હાવા ગરમ પાણી પણ ન્હાતી આપતી. કયારેક ખાવાનું પણ નથી આપતી છેવટે નાના દીકરાને ઘેર જવાના વારો આવ્યેા. નાના દીકરાની વહુએ તે એવે ત્રાસ આપ્યા કે હું કંટાળી ગયા. ત્રણ દિવસ ખાવાનું પણ આપ્યું નહિ. માશથી ભૂખ સહન ન થઈ એટલે હું માટા દીકરાને ઘેર ગયા. વહુને કહ્યું-બેટા ! મારાથી ભૂખ સહન નથી થતી. હું ત્રણ દિવસના ભૂખ્યા છું. મને કંઇક ખાવાનું આપો. ત્યારે મેાટા દીકરાની વહુએ મને ખાવાનુ તા કંઇ આપ્યું નહિ ને ઉપરથી એવા શબ્દો કહ્યા કે મારું કાળજુ વીધાઈ ગયું. હું બટકુ રોટલા માટે વહુ પાસે નાના બાળકની જેમ કરગરતા હતા. એટલામાં મેાટા દીકરા દુકાનેથી આવ્યા. એટલે વહુ કહે છે આ ડાસા તા મને હેરાન કરે છે ને મારૂ લેાહી પી જાય છે. ત્યાં દીકરાએ મને એવી લાત મારી કે મારી કેડ ભાંગી ગઇ. મારા કાળજાના કટકા થઇ ગયા. કે અહે!! જે દીકરાઓને પ્રેમથી પાળ્યા, પાખ્યા તેમણે મારી આ દશા કરી? રાગ દશાથી મેં બધાને મારા માન્યા હતા. પણ હવે સમજાયુ` કે કેણુ કાનુ છે ?
મનથી માન્યા હતા કે આ બધા મારા, માની લે જીવડા ન મારા કે તારા, સ્વાર્થ વિના પ્રીત કાઇ કરતું નથી રે...કાઇ કાઇનું નથી રે...(૨) નાહકના મરીએ બધા મથી મથી રે...કાઇ કોઇનું નથી રે...