________________
શારદા સાગર
લગાવ્યા કરે છે. નરકની ભયંકર દુઃખે સહન કર્યા તિર્યંચમાં કેટલી પરાધીનતા સહન કરી. નિગોદમાં ગમે ત્યાં એક શરીરમાં અનંતા જની ભાગીદારી કરી. ત્યાં પણ મહાન દુઃખો વેઠતા વેઠતા અકામ નિર્જરા કરતે કરતે જીવ આ માનવભવના સ્ટેઈજ પર આવ્યું છે. અહીં આવીને માનવ ધારે તે જન્મ જરા ને મરણના ફેરા ટાળી શકે છે. પણ કાયાની માયામાં અંધ બની તેમાં રક્ત રહ્યો છે. આ દેહને ગમે તેટલું આપો તે પણ એને સ્વભાવ સડન, પડન, ને વિવંસન છે. તેની આળપંપાળમાં આયુષ્ય પાણીના પૂરની જેમ વહી રહ્યું છે. માટે જરા વિચાર કરે. જીવ તારે માળે વીંખાઈ જાય આયુષ્યને રે માળે વીંખાઈ જાય.જીવ તારે.
દિનરૂપી એ તરણું તારા, રોજ વિખૂટા થાય, પળ પળ કરતાં પહોંચ્યા પચાસે, હજુ ય ના સમજાય જીવ તારે.
હે જીવ! તારે આયુષ્ય રૂપી માળે ક્ષણે ક્ષણે વિખાઈ રહ્યો છે. જેમ ચકલા, ચકલી, પોપટ, કબૂતર, આદિ પક્ષીઓ એકેક તરણું લાવીને તેને માળો બાંધે છે પણ તેમાંથી કઈ માણસ તરણાં વિખૂટા પાડે તે માળે વીંખાઈ જાય ને? સાવરણીમાંથી રેજ એકેક સબી ખેંચી લેવામાં આવે તે સાવરણી સાવરણ રૂપે ન રહે પણ છૂટી પડી જાય. કેઈ ગરમ શાલ છે તેમાંથી એકેક તાર ખેંચવામાં આવે તે તેના તાર છૂટા પડવાથી શાલ શાલ રૂપ ન રહે. તેમ જ્ઞાની કહે છે હે માનવ! તું સમજી લે કે રાત્રિ અને દિવસ રૂપી તરણું છૂટા પડતાં પડતાં એક દિવસ તારો માળો વીંખાઈ જશે. પૂર્વભવમાં બાંધેલું આયુષ્ય આ ભવમાં જોગવાઈ રહ્યું છે. ગતિ, જાતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ અને અવગાહના આ છ બેલ આ ભવમાં નક્કી કરીને જીવ પરભવમાં જાય છે. તે હવે ઉચગતિને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન-દર્શન- ચારિત્ર-તપની આરાધના કરી લે. જે આરાધના કરી નહિ હોય ને જવાનું થશે ત્યારે એમ થશે કે હે ભગવાન! મેં જીવનમાં કંઈ કર્યું નથી. હવે મારું શું થશે? પાછળને પસ્તા કામ નહિ લાગે. જે જીવનભર સાધના કરે તેને અંતિમ સમય સુધરે છે. મોટા ચક્રવર્તિ હેય કે વાસુદેવ હોય પણ કર્મો કઈને છોડતા નથી.
અનાથી મુનિને ત્યાં ત્રાદ્ધિ-સિદ્ધિને તૂટે ન હતું. સગાં સ્નેહીઓ પણ તેમની પાછળ પ્રાણ પાથરે તેવા હતા. છતાં કર્મને ઉદય થયે ત્યારે કોણ છોડાવી શકયું? સગાનું ને પૈસાનું શરણુ કામ ન આવ્યું. પણ ધર્મનું શરણ કામ આવ્યું. તેમણે એટલે સંકલ્પ કર્યો કે મારે રોગ મટે તે હું દીક્ષા લઉં. સંકલ્પ કર્યોને તરત રોગ શાંત થઈ ગયે. શરીર હતું તેવું સ્વસ્થ બની ગયું. બેલે, આ ધર્મનું શરણું કામ આવ્યું ને? તમારા ધનમાં આવી તાકાત છે? કઈ હીરાના વહેપારીને કેન્સરનું દર્દ થાય ને તે વિચાર કરે કે જે મારું દર્દ મટતું હોય તે હીરાથી ભરેલી ચાદર ઓઢીને સૂઈ જાઉ. હીરાની ચાદર ઓઢીને સૂઈ જવાથી રોગ મટે ખરે? કદી ન મટે. તેમ સંસારને મેહ શખવાથી