SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સીગર ૩૧. ટુકડો ઘસાતાં ઘસાતા પણ સુવાસ ફેલાવે છે. તેમ જિનવાણીનું પાન કરતાં કરતાં આત્મામાં અપૂર્વ સૌરભ પ્રસરી જતાં દિલ મહેંકી ઊઠે છે. એવી અપૂર્વ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનું વસમું અધ્યયન જેનું નામ મહા નિર્ગથિય અધ્યયન છે. જેમાં શ્રેણીક રાજા અને અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે તે શ્રેણીક રાજા કેવા હતા ? पभूय रयणो राया, सेणि ओ मगहाहिवो । विहारजत्तं निज्जाओ, मंडिकुच्छिंसि चेइए ॥ ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨ શ્રેણીક રાજાને ત્યાં ઘણુ રત્નો અનેક પ્રકારના છે તે વાત આપણે ગઈ કાલે કરી ગયા છીએ. સંપત્તિની સીમા ન હતી. મહા વૈભવશાળી અને સુખી રાજા હતા.' તેવા રાજા ફરવા માટે મંડીકુક્ષ બગીચામાં જવા માટે નીકળ્યા. રાજા પાસે ઘણાં રત્ન છે પણ સમ્યકત્વ રત્ન સિવાયના બધા રને ઝાંખા છે. “અંક રહિત સબ શૂન્ય વ્યર્થ જે નેત્રહીન કે વ્યર્થ પ્રકાશ, વર્ષા વિનાભૂમિ મેં બેટયા, બીજ વ્યર્થ પાતા હે નાશ. ઉસી જાતિ સમ્યત્વ બિના હૈ, જપ તપ કષ્ટ કિયા બેકાર, કભી ન ઉત્તમ ફલ દેતી હૈ, મિલતા કભી ન સુખ ભંડાર.” એકડા વિનાના મીંડાની હારમાળાની કિંમત નથી. નેત્ર વિનાના અંધ માનવને ટયુબ લાઈટને પ્રકાશ નકામે છે. વરસાદ વિનાભૂમિમાં વાવેલું બીજ નકામું થઈ જાય છે. તેમ સમ્યકત્વ વિના કરેલી કરણીનું જોઈએ તેવું ફળ મળતું નથી. ટૂંકમાં પુણ્ય બંધાય છે પણ કર્મ નિર્જરા થતી નથી. શ્રેણીક મહારાજા બગીચામાં ગયા ત્યારે તેમની પાસે સમ્યકત્વ રત્ન ન હતું. તેઓ પિતે બૌદ્ધધમી હતા. મિયાદષ્ટિ હતા. પણ તેમની રાણી ચેલણ સમ્યકરષ્ટિ હતા. આ ઉત્તમ સ્ત્રીરત્ન તેમના ઘરમાં હતું. શ્રેણીક રાજા સર્વ પ્રથમ વણીક પુત્રી નંદાને પરણ્યા હતા. જ્યારે શ્રેણીકના પિતા પ્રસેનજિત રાજાએ તેમને રાજ્યમાંથી વિદાય કર્યા ત્યારે શ્રેણીક ફરતા ફરતા બેનાતર નગરમાં આવેલા અને ધનાર હ શેઠને ત્યાં રહેલા તે ધનાવાહ શેઠની પુત્રી નંદા સાથે તેમનું લગ્ન થયેલું. અને ધનાવાહ શેઠને ત્યાં રહ્યા છે. નંદા ગર્ભવતી થાય છે. આ તરફ પ્રસેનજિત રાજા બીમાર થયા ને અંતિમ સમય નજીક આવતે જાણી પુત્ર શ્રેણીક યાદ આવે છે, ૯ પુત્રોમાં પાણી નથી. બધા કરતા શ્રેણીક અતિ બુદ્ધિવાન અને વિનયવાન હતો. અરેરેએ પુત્રને મેં હાથે કરીને દૂર કર્યો. કયાં હશે એ મારો લાડકવાયો ! શ્રેણીક દૂર હતું પણ તેના ગુણોને કારણે પિતાના હદયમાં વસી ગયું હતું. તેના શોધ કરવા માણસો મેકલે છે. શ્રેણુકને ખબર પડી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy