SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શરદી સાગર હતી. ડોસીમા અને દીકરો ગાડામાં બેસીને જાય છે. એક બે ગામ યાત્રા કરાવી. જતાં જતાં મા દીકરે એક ધર્મશાળામાં ઉતરે છે. ડેસીમા તે થાકયા પાક્યા ઘેડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. કારણ કે તેના મનમાં કોઈ વિકલ્પ નથી. દીકરાના દિલમાં શું પાપ છે તે જાણતી ન હતી. પણ દીકરાને ઊંઘ આવતી નથી. ઊંઘ કોને ન આવે ! તે તમે જાણે છે? “સુખે ન સુવે ધનને ધણી, સુખે ન સુવે જેને ચિંતા ઘણું સુખે ન સુવે દીકરીને બાપ, સુખે ન સુવે જેના ઘરમાં સાપ !” આજે જેના ઘરમાં ધન ઘણું છે તે સુખે સૂઈ શક્તા નથી. તેના મગજ ઉપર ખૂબ ચિંતા રહે છે. ગઈ કાલના પેપરમાં હતું ને કે આવતી કાલથી વૈભવશાળી મકાનની તપાસ કરવામાં આવશે. ધનની અને મોટા મોટા આલેશાન ફલેટની શું વ્યવસ્થા કરવી? ચોપડા કેવી રીતે તૈયાર તેની ચિંતામાં બિચારા સુખે ખાતા પણ નથી ને સૂતા પણ નથી. આ છે તમારી દશા! (હસાહસ) છતાં જીવને મોહ મુકાતા નથી. જેને ચાર પાંચ દીકરીઓ હોય તેના મા-બાપને પણ ઊંઘ આવતી નથી. દીકરી મોટી થાય એટલે મુરતિયે શોધવાની ચિંતા થાય છે. પરણવીને સાસરે મોક્લી દીધે ખ્યાલ નથી થઈ જવાતું. પરણાવ્યા પછી દીકરી હસતી ઘેર આવે તે મા-આપને શાંતિ રહે છે. અને રડતી આવે તે માબાપનું હૈયું જલતું રહે છે. સારું ઘર જોઈને પરણાવે પણ પછી કંઈક જુદું જ નીકળે છે. ઘણી જગ્યાએ આવું જોવા મળે છે. એકનું ઠેકાણું માંડ કરીને પત્યું ત્યાં બીજીને પરણાવવાની ચિંતા. એમ એક પછી એક તૈયાર હોય છે. પરણાવ્યા પછી એના આણા અને જીયાણુની ચિંતા થાય છે. તે જ સ્વભાવને જમાઈ મળે છે. ઘરે આવે ને બરાબર ન સચવાય તે એને પિત્તે જાય એટલે બધા ફફડે. દીકરી મોટી થઈ છે. લગ્ન લેવા છે પણ પૈસા ન હોય તે પણ કેટલી ચિંતા થાય છે. આ છે તમારે સંસાર. તમારી ચિંતા તમે જાણે છે, અનુભવે છે છતાં હજુ સંસારમાંથી કંટાળે નથી આવતું. ધન્ય છે તમને ! (હસાહસ). હવે ચે જેના ઘરમાં સાપ નીકળ્યું હોય તે પણ સુખે સૂઈ શકતું નથી. મુંબઈમાં તે પથ્થરના મકાનમાં સર્પ ભરાઈ જવાની ચિંતા ઓછી રહે. પણ દેશમાં માટીના ઘર હોય, લીંપણ કરેલા હાય, કાઠીઓ હોય, તેવા ઘરમાં રાત્રે સર્પ નીકળે. નજરે જોયો છે પણ કોઠી પાછળ દરમાં ભરાઈ ગયે છે. ખૂબ તપાસ કરી પણ સર્પ જડતું નથી. કોઈ કહે ભાઈ સાપ મામા કહેવાય. નાગમામાની આડી વાળી. એ આપણને કંઈ નહિ કરે. નિરાંતે સૂઈ જાવ. તે ઊંઘ આવશે ખરી? મનમાં ભય રહે કે આમથી સર્પ આવશે કે આમથી આવશે? સુખે ઊંઘ આવતી નથી. નાગમામાની આડી વાળી કહે પણ જે સાણસામાં આવી જાય તે? બેલ ને! તમે દયાવાન છે. સર્પને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy