SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ભવની મેજ બધા ભવને બગાડનારી છે. વીતરાગમાં લીન થયા વિના આત્માને બેડે પાર થવાનું નથી અક્ષય સુખ મળવાનું નથી. ફરીફરીને સીમંધર પ્રભુના દર્શનનો યોગ નહિ મળે, પછી પસ્તાવો થશે. ડોસીમા કહે “ભાઈ ! તે ગમે તેમ કહે પણ મારે ત્યાં આવવું જ નથી.” ત્યારે દેવ કહે મા! તમે સ્તવમાં તે ગાતા હતા કે મારે સીમંધર સ્વામીના દર્શન કરવા મહાવિદેહ ક્ષેત્રમાં જાવું છે. ને હવે ને કહે છે ! તે શું આ તમારી ભક્તિ છે કે ધતીંગ છે? (હસાહસ) “ભાઈ! સ્તવન ગાયું, સામાયિક પ્રતિક્રમણ, ઉપવાસાદિ અનુષ્ઠાન કરવા એ જુદી વાત છે. અને આચરણ કરવું તે પણ જુદી વાત છે.” બંધુઓ! આવી ભાવ વિનાની ઉ૫લક ભાવથી કરેલી ભકિત ફળતી નથી. હાથમાં નવકારવાળી હેય ને ચિત્ત કયાંય ભમતું હોય છે. ચિત્તની સ્થિરતા વિનાના જાપ કરવાથી દેવો પ્રસન્ન થતા નથી. ડેસીમાએ કહ્યું- “ભાઈ ! એ તે બધું કહેવાનું, કરવાનું કંઈ થોડું હાય!” ડેસીમાને જવાબ સાંભળી દેવ પિતાના વિમાનમાં ચાલ્યા ગયે. ડેસીમા તે દર્શન વિનાના રહી ગયા. સમય જતા ઉંમર લાયક થતાં ગાત્ર શિથિલ બની જાય છે. લીંટ-લપકા કાઢે છે. કંઈ કામ કરી શકતા નથી. એટલે વહુએ ચર્ચા કરવા લાગી કે હવે તે આ ડોસીમા વિદાય થાય તે સારું. ઘરમાં બેઠા આ દિવસ કટકટ કર્યા કરે છે. રે જ ઉઠીને ડોસીમાને કાઢવાના ઝઘડા થવા લાગ્યા. એટલે બધા છોકરાઓએ ભેગા થઈને વિચાર કર્યો. ચાલે ત્યારે માને કયાંક મૂકી આવીએ. આજે તે શ્રીમતીજીનું રાજ્ય છે ને! શ્રીમતીજીને ન ગમે એ એના નાથને કેમ ગમે ! (હસાહસ) બધા દીકરા ભેગા થઈને કહે છે બા! હવે તમે વૃધ્ધ થયા છે. શરીરને ભરોસે નથી. તે અમારી ઈચ્છા છે કે તમને મોટી યાત્રા કરાવીએ. મોહથેલી મા હરખાઈ ગઈ. કહે “હા, દીકરા. મને યાત્રા કરવાની ખૂબ ભાવના છે. તીર્થ તીર્થમાં ફરીને નિરાંતે પ્રભુના દર્શન કરીને પાવન બનીશ.” કુટુંબ, બીલા અને છોકરા હૈયાને સર્વસ્વ માનતી મા કહે છે “દીકરા ! તમારું કલ્યાણ થજો. યુગ યુગ છવજે તમારા દીકરાના દીકરાની વહુઓ સાત પેઢી સુધી સેનાના બેડાથી પાણી ભરજે.” એવા આશીર્વાદ આપે છે. વૃદ્ધાવસ્થામાં યાત્રા કરવા મળી એટલે ડોસીમા તે રાજી રાજી થઈ ગયામન પ્રફુલિત બની ગયું. હૈયામાં આનંદનો પાર નથી. વહુઓ પણ સાસુજીના ચરણમાં નમીને આશિષ માંગવા લાગી. આ બધે જ ઉપરને ડાળ હતે. ભેળા ડેસીમા દીકરા વહુના ભાવને સમજતા નથી પણ એટલું યાદ રાખજો કે ભાવ વિનાની ભક્તિ કદી ફળતી નથી. સાચા દિલથી કરેલી સેવાભકિત કદી નિષ્ફળ જતી નથી. આત્મામાં શુદ્ધ ભાવના ન હોય, હૈયું તદન કેરું હોય તે બધું નકામું છે. દીકરે માતાજીને યાત્રાએ લઈ જવા તૈયાર થયે. ડોસી પણ ઉમંગભેર તૈયાર થયા. એ સમયમાં અત્યારની જેમ ઈને, પ્લેને કે બસોની સગવડ ન હતી. પગપાળા અગર ગાડામાં મુસાફરી કરવી પડતી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy