SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ શારદ્ય સાગર ઊભા રહેશે તે સુગંધ આવશે. તેમ જે સજજનને સંગ કરવામાં આવે તે સદ્દગુણોના સુમનેની સુવાસ મળશે ને દુર્જનને સંગ કરશે તે દુર્ગાની દુર્ગધ મળશે. જે હવા ઉકરડા તથા ગટરને સ્પશને આવે છે તેમાં દુર્ગધ આવે છે ને જે હવા બગીચાને સ્પર્શને આવે છે. તેમાંથી સુગંધ આવે છે. તે રીતે આપણું જીવન જેટલું સદ્દગુરૂના સમાગમમાં વ્યતીત થશે તેટલું આત્માનું ઉત્થાન થશે ને દુરાચારે ચાલ્યા જશે. દુર્જના સંગથી જીવનમાં દુરાચાર વધે છે ને આત્મા પતનના પંથે જાય છે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે જે સંગ હોય તેવા રંગ લાગે છે. જે તમારી ભાવનામાં પવિત્રતા અને ક્તવ્યમાં તેજસ્વિતા હશે તે તેની સૌથી પ્રથમ અસર તમારા જીવન ઉપર પડશે. ત્યાર પછી તમારા સંગમાં રહેનારા અને પડેથી પ્રભાવિત થશે ને આગળ જતાં તમારે પ્રભાવ સમાજ તેમજ જગત ઉપર પડશે. તેમાં સંગતિ માટે ભાગ ભજવે છે. સરિતાનું મીઠું પાણી સાગરમાં જઈને ખારુ કેમ બની જાય છે? અમૃત જેવું મીઠું દૂધ ખટાશને સ્પર્શ થતાં ફાટી કેમ જાય છે? તેને જ્ઞાનીઓ એ જવાબ આપે છે કેઃ “સંસના કોષTTT મવત્તિ ” આ તે સંગતિનું પરિણામ છે. દુર્જનની સંગતિ કયારે પણ સુખ આપતી નથી. દુર્જનની અનુકૂળતા અને પ્રતિકૂળતા બને દુઃખ પ્રદ હોય છે. જેમ બળતા કેલસાને સ્પર્શ હાથને દઝાડે છે ને બૂઝાયેલા કોલસાનો સ્પર્શ હાથને કાળા કરે છે. બરફ પાસે બેસવાથી શીતળતા મળે છે ને તેનાથી મન પ્રસન્ન થઈ જાય છે અને અગ્નિ પાસે બેસવાથી ઉષ્ણતા મળે છે ને તેનાથી મન અકળાઈ જાય છે. આ રીતે દુર્જનને સંગ થતાં હૃદય દુખથી વ્યથિત બને છે ને સજજનના દર્શન થતાં મન પ્રફુલ્લિત બની જાય છે. આ સંગતિનું સ્પષ્ટ પરિણામ છે. સંત કબીરે કહ્યું છે કે : कविरा संगति साधकी, ज्यों गांधीकी वास । जो कुछ गांधी दे नहि, तो भी वास सुवास ॥ તમે ગાંધીની દુકાને જાઓ તો કેસરની સુગંધ મળે છે ને? તેમ સાધુની પાસે આવશે તે સદાચાર રૂપી કેસરની સુવાસ મળશે. તમે ગાંધીની દુકાને જઈને કેસર લે કે ન લે પણ સુગંધ તો જરૂર મળશે તે રીતે તમે સાધુની પાસે આવીને કંઈક ગુણ ગ્રહણ કરે કે ન કરે, અગર તે સંત તમને ઉપદેશના બે શબ્દો સંભળાવે કે ન સંભળાવે પણ તેમના સદાચારની સૌરભ તે જરૂર મળશે. અને દુર્જનની સંગતિ કેવી હોય છે તે તમે જાણો છો? જુઓ, શરાબને બાટલો પડ હોય તેને પીધે ન હોય તે પણ તેની દુર્ગધથી માથું ફાટી જાય છે. અથવા તે કેઈએ શરાબ પીધેલ હોય તેની બાજુમાં બેસશે તે પણ તેનું મોઢું ગંધાય છે. માટે સંગતિ કરતા પહેલાં વસ્તુ તથા વ્યકિતના ગુણ અને દેષ જાણી લેવા જોઈએ. સારી સંગતિથી હમેંશા આનંદ અને ઉલાસ મળે છે અને ખરાબ સંગતિથી દુઃખ મળે છે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy