SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૯૧ વ્યાખ્યાન નં. ૬૯ વિષય : “સદાચારની સરભ” આસે સુદ ૩ ને મંગળવાર તા. ૭-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જેના કાળજડામાંથી કરુણાને ધધ વહે છે, હૈયામાં હેતને હજ ભરેલો છે, આંખમાંથી અમીની ધારા વહે છે તેવા વીતરાગ પ્રભુએ અનંત અને અફાટ સંસાર સાગરમાં ડૂબકી ખાઈ રહેલા જેને જોઈને તેમના અંતરમાં કરુણ આવી એટલે તેમને તરવા માટે જિનવાણીરૂપી નૌકા આપી. આ સંસાર એ ભયંકર ઘૂઘવાટા કરતો સાગર છે. જેમાં મેહ મમતાના મોજા ઉછળી રહ્યા છે એવા સંસાર સાગરને તરવા માટે જિનવાણીરૂપી નૌકા તે મળી ગઈ. પણ જે તેને ચલાવનાર નાવિક ન મળે તો નૌકા સામે કિનારે લઈ જવી મુશ્કેલ છે. ક્ષેમકુશળ સામે કિનારે પહોંચવા માટે સારી નૌકા અને કુશળ નાવિક બંનેનો સહારે જોઈએ. નકા કેણ અને નાવિક કેણુ?”:- બંધુઓ! આપણને સંસારસાગર તરવા માટે ને સામા કિનારે લઈ જવા માટે કલ્યાણ સ્વરૂપ કુશળ સદગુરુરૂપી નાવિક મળી ગયા છે. એ સદ્દગુરુની આજ્ઞા પ્રમાણે પરમ પુરૂષાર્થ કરીને સંસાર સાગરને તરવાની તૈયારી તે કરવી પડશે. જેથી જલ્દી સંતરૂપી સુકાની તમારી જીવન નૌકાને સામે કિનારે પહોંચાડી શકે. પણ એટલું ધ્યાન રાખો કે તમારી જીવનનૈયા કેઈ કુગુરૂના હાથમાં ન જાય. જે કુગુરૂના હાથમાં ગઈ તે સમજી લેજે કે આ સંસાર પરિભ્રમણને અંત આવશે નહિ. સંસારને માર્ગ ટૂંકે બનવાને બદલે લાંબે અને વિષમ બની જશે. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે સંગ કરે તો સાચા સંતન કરે, પણ કદી કુસંગ કરશે નહિ. કુસંગનું પરિણામ કપરું આવે છે ને સત્સંગનું પરિણામ સુંદર આવે છે. જ્યાં સુધી સત્સંગ નહિ કરે ત્યાં સુધી સાચા ખેટાની પીછાણ નહિ થાય. પરિણામે આત્માની બધી શક્તિ સંસારમાં ખર્ચાઈ જશે ને વાસનામાં વેડફાઈ જશે. સાચા સદ્ગુરુઓ તેનું ભાન કરાવી આત્માને વાસના તરફથી ઉપાસના તરફ દોરી જાય છે. જેમ વરસાદનું પાણી દરિયામાં જાય તે ખારું બની જાય છે અને નદીમાં જાય તે મીઠું બને છે. નહેર અગર ડેમ બાંધીને તે પાણીને સંગ્રહ કરવામાં આવે તો તેમાંથી અન્ન વગેરેનું ઉત્પાદન કરે છે તેમ જીવનની જે શકિતઓ વાસના તરફ વેડફાઈ રહી છે તે શકિતને સત્સંગ તરફ વાળવામાં આવે છે તેમાંથી જ્ઞાન-દર્શન-ચારિત્ર, તપ આદિનું સુંદર ઉત્પાદન થાય છે. જેવું જ્યાં વાતાવરણ હોય તેવી અસર થાય છે. ઉકરડા પાસે જઈને ઊભા રહેશે તે માથું ભમી જાય તેવી દુર્ગધ આવશે ને બગીચા પાસે જઈને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy