SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ શારદા સાગર લખવામાં તેમની કેટલી નમ્રતા છે! જયસિંહ જાને પત્ર વાંચીને માલવપતિની રજા લઈ શાંતનુ મહેતાએ પાટણ તરફ પ્રયાણ કર્યું. ' પાટણ તરફ આવતાં થડે માર્ગ કાપે ને અધવચ શાંતનુ મહેતાની તબિયત અચાનક બગડી. તેમને થઈ ગયું કે હવે આ પથારીમાંથી ઊઠી શકું તેમ લાગતું નથી. જીવલેણ દર્દ છે. દિલમાં અફસોસ થાય છે કે શું હું મારા મહારાજાને રૂબરૂ નહિ મળી શકું! બીજ મંત્રીઓને કહી દીધું, કે હું રાજાને મળી શકું તેમ લાગતું નથી. તમે તેમને મારા બહુમાનપૂર્વક પ્રણામ કહેજો. આટલું કહીને તેમણે સર્વ ને ખમાવ્યા. તરત તેમને આત્મા પરલોકમાં પ્રયાણ કરી જાય છે. રાજા તે પિતાના વહાલા પ્રધાનની વાટ જોતા હતાં. કે ક્યારે મારે મંત્રી આવે ને મોતીડે વધાવું. તેના બદલે મંત્રીમંડળ તરફથી દુખદ સમાચાર સાંભળ્યા. ત્યારે રાજા બેભાન થઈને પડી જાય છે. ટૂંકમાં આપણે આ દષ્ટાંતમાંથી એ સાર લે છે કે માણસને પિતાના રાજા પ્રત્યે ને ધર્મ પ્રત્યે કેટલે પ્રેમ હોય છે. કે જેને કારણે પિતાના રાજા, ધર્મ અને ધર્મગુરુ સિવાય બીજા કેઈને પિતાનું મસ્તક નમાવતા નથી. સાચા ક્ષત્રિય કેઈને મસ્તક નમાવતા નથી. અહીં શ્રેણીક રાજાનું અણનમ મસ્તક અનાથી નિગ્રંથના ચરણમાં નમી ગયું. તેના મનમાં થઈ ગયું, કે આ મુનિને ઘેર આવી સંપત્તિ ને સુખ હોવા છતાં પોતાને અનાથ માને છે. ત્યારે હું તે મને પિતાને નાથ માનીને બેસી ગયો છું. મુનિ કહે છે, હે રાજન! તમે તમને પિતાને મગધદેશના નાથ માને છે. પણ એ માન્યતા ભૂલભરેલી છે. મારા માટે બધાએ થાય તેટલા પ્રયત્ન કર્યા છતાં મારે રોગ નાબૂદ થયો નહિ. પૂર્વભવમાં મેં એવા ગાઢ કર્મો કર્યા હશે. જ્યારે કર્મનો ઉદય થાય છે ત્યારે સત્તા, સંપત્તિ અને કુટુંબ કઈ કામ લાગતું નથી. અહીંની સગાઈ અહીં રહી જાય છે. દા. ત. નરકમાં પરમાધામીઓ નારકોને ખૂબ તર્જના કરે છે. કેઈ તલવાર-ભાલા મારે છે, ઊંચે ઉછાળે છે, અગ્નિમાં ફેકે છે. ખૂબ ત્રાસ પડે ત્યારે નારક અવધિજ્ઞાન દ્વારા જુએ છે. નારકી અને દેવેને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. તે જ્ઞાન દ્વારા ઉપયોગ મૂકે છે કે આ પરમાધામી મને શા માટે મારે છે? મેં એને એ શું ગુન્હો કર્યો છે? ઉપગ મૂકીને જોતાં જુએ છે તે જે પરમાધામી મારે છે તે પોતાને પૂર્વભવનો ભાઈ છે. તેને કહે કે તું મારો ભાઈ થઈને મને મારે છે? ત્યારે પરમાધામી કહી દે છે અત્યારે મારે ને તારે ભાઈની સગાઈ નથી. એ તે એ ભવમાં હતી. ત્યારે ફરીને નારક જ્ઞાન દ્વારા જુએ છે, કે મેં એવા શું કર્મો ક્યાં છે? તે એ ભાઈને એ ભયંકર રોગ થયું હતું. તેને માટે કઈ વૈદે કઈ વનસ્પતિના પાંચ પાંદડા વાટીને ખાવાના કહેલા. તેના બદલે હું રે જ તેનું આખું ઝાડ કપાવી નાંખતે હતો. આ રીતે ઘણું જીવોની હિંસા કરી. સંતાને માટે પરિગ્રહ ભેગા કરવા પાપ બાંધ્યા. તેથી મારે નરકમાં આવવું પડયું.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy