SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૭૭ ખૂબ માન આપ્યું છતાં મસ્તક નમાવ્યા વિના ઉભા રહ્યા. ત્યારે માલવપતિએ કહ્યું મંત્રીરાજ ! હવે તે માલવપતિનું શરણું સ્વીકારી મસ્તક નમાવેને ! હવે આપણે જલ્દી પાટણપતિના હાથ હેઠા પાડીએ. શાંતનુ મહેતાની વફાદારી શાંતનુ મહેતા કહે છે મહારાજા ! જે બોલે તે વિચારીને બેલે. હું તમારી શરણાગતિ સ્વીકારવા નથી આવ્યું. હું તે રહેજે સહેજે આવ્યું છે. આપ શું કહેવા માંગે છે? હું મારા વતન ઉપર દ્રહ કરવા માંગતા નથી. મારી પ્રાણપ્રિય પ્રજા અને મારા પૂજ્ય રાજા સાથે મનભેદ કરવા હું તૈયાર નથી. આપ કહે છે કે મને મસ્તક નમાવે. એ ત્રણ કાળમાં નહિ બને. આ મસ્તક જયાંને ત્યાં નહિ મૂકે. જયસિંહ રાજાએ ભલે મારો દેહ કર્યો પણ આ મસ્તક સિંહ રાજવીના ચરણમાં નમશે. ગુરૂ તરીકે જૈન સંતને નમ્યું છે. ને ધર્મ તરીકે જૈન ધર્મને નમ્યું છે. ને મારા સ્વામી કહું કે માલિક કહું એ જયસિંહ રાજા સિવાય કોઈને નહિ નમે. આપને આશ્રય લઈ હું તેમને યુદ્ધમાં નહિ ઉતારું, આ સાંભળી માલવ નરેશને આનંદ ઓસરી ગયે. આ તરફ જયસિંહ રાજાના સી. આઈ. ડી ઓએ આ બધું નજરે જોયું. શાંતનુ મહેતાની વફાદારીથી ખુશ થઈને મારતે ઘડે પાટણ આવી પહોંચ્યા ને રાજા જ્યસિંહ આગળ શાંતનુ મહેતાની વફાદારીના વખાણ કર્યાં. ને કહ્યું આપણા મંત્રી એટલે મંત્રી છે. તેણે માલવપતિને મસ્તક નમાવ્યું નહિ. તેને ગુજરાત પ્રત્યે કેટલું ગૌરવ છે ! માલવપતિએ તેનું કેટલું સ્વાગત કર્યું ને કેવી માંગણી કરી ને તેની સામે મહામંત્રીએ કે જવાબ આપે તે બધું રાજાને કહી સંભળાવ્યું. “જયસિંહ રાજાને મંત્રી પ્રત્યે ઉપજેલું માન-રાજા જયસિંહને મંત્રીની વફાદારી પ્રત્યે માન ઉપજયું ને પિતે સામાન્ય બાબતમાં મંત્રીના કરેલા અપમાન બદલ ભારે પશ્ચાતાપ થયો. તેમણે બીજા મંત્રીને આજ્ઞા કરી કે શાંતનુ મહેતાને બહુ માનપૂર્વક ભારે સ્વાગત કરીને આપણા રાજ્યમાં તેડી લાવે. તેને મારા પ્રત્યે કેટલું માન છે! તે મને આજે સમજાય છે. આટલું ઘોર અપમાન કરવા છતાં ને બીજે આટલું માન મળવા છતાં તેણે પિતાનું મસ્તક નમાવ્યું નહિ. આટલું બોલતાં જયસિંહ રાજાની આંખમાં આંસુ આવી ગયા. શાંતનુ મહેતાને તેડવા માટે આવે છે. ને રાજાને પત્ર મંત્રીના હાથમાં આપે. પત્ર લખતાં રાજાની આંખમાંથી અશ્રુબિંદુઓ સરી પડયા હતા. રાજાએ પત્રમાં લખ્યું હતું, કે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી ને પાછા પધારી પાટણની ભૂમિને પાવન કરે. મંત્રીએ પણ નિર્ણય કર્યો હતો કે જે રાજા મને બહુમાનથી તેડાવશે તે પાટણ જઈશ. પિતાના રાજાને પત્ર વાંચતા પ્રધાનની આંખમાં પણ આંસુ આવી ગયા. ને કહ્યું, કે મારા મહારાજા કેવા પવિત્ર છે! પત્ર
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy