SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ શારદા સાગર બંધુઓ! પતિવ્રતા સ્ત્રીને મને તેનું સર્વસ્વ પતિ હોય છે. તમે તેને તમારા સુખ દુઃખમાં ભાગીદારી કરનાર અર્ધાગના કહે છે ને! અનાથી મુનિ કહે છે, તેને પૂરાપિ જોઈને મારી આંખમાં પણ આંસુ આવી જતાં હતા. તે કહેતી હતી, કે સ્વામીનાથ! ધિકાર છે મારા જીવનને ! કે હું તમારી અર્ધાગના કહેવાઉં છતાં તમારા દુઃખમાં ભાગ પડાવી શકતી નથી. મારી સામે બેસીને તે રડતી ને ઝૂરતી હતી એટલું નહિ પણ તેણે ખાવા પીવાય ત્યાગ કર્યો હતો. अन्नं पाणं च पहाणं च, गन्ध मल्ल विलेवणं । मए नायमनायं वा, वाला नेव भुंजइ ॥ ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૨૯ હે રાજન ! મારા દુઃખના કારણે મારી પત્નીએ ખાવું, પીવું તથા કેસર, ચંદન આદિ સુગંધી દ્રવ્યોનું શરીરે વિલેપન કરવું, સ્નાન કરવું, શણગાર સજવા, બધું છેડી દીધું હતું. એણે મારી બીમારીના સમયે ભૂખ કરીને ખાધું નથી, તરસ કરીને પાણી પીધું નથી ને ઉંઘ કરીને ઊંઘી નથી. જેને પતિ કારમી વેદના ભોગવી રહ્યો હોય તેની પત્ની શાંતિનો દમ કેવી રીતે ખેંચી શકે? એ વાત તે તમે જાણે છે ને, કે કેઈના શરીરે પક્ષઘાત, થયે હેય તે તેનું એક અંગ રહી જાય છે. તે જેનું એક અંગ રહી જાય તે બીજું અંગ સુખી કહેવાય ખરું? (Aતામાંથી અવાજ :- ના.) તે જેને પતિ બીમાર પડયો હોય તેની પત્ની સુખે કયાંથી રહી શકે? પતિવ્રતા પત્નીને તેના જીવનમાં સુખ કે આનંદ કયાંથી હોય? તે રીતે અનાથી મુનિની પત્ની પણ અન્નપાણીને ત્યાગ કરીને બેસી ગઈ હતી. તેણે તેના મનથી દઢ નિર્ણય કર્યો હતો કે મારા પતિ બીમારીના બિછાનેથી ઉભા થશે ત્યારે હું અન્નપાણી લઈશ. ત્યારે તેની નણંદેએ કહ્યું- ભાભી! આપણે અન્ન વિના ટકી શકીએ તેમ નથી અને આ બીમારીને અંત ક્યારે આવશે તેની કલ્પના કરી શકાતી નથી. હવે જે તમે નહિ ખાવ તે મારા ભાઈની સેવા કેવી રીતે કરી શકશે? માટે તમારે થોડું પણું ખાવું જોઈએ. આ રીતે કુટુંબીજનોએ ખૂબ સમજાવી ત્યારે રસ સ્વાદ વગરનું ભોજન અણઇચ્છાએ કરતી. તેમજ મારા જાણતાં કે અજાણતાં પર્ફ, પાવડર, કે સુગંધી પદાર્થોનું વિલેપન કરતી ન હતી. બસ, એ તે પ્રભુને પ્રાર્થના કરતી હતી કે મારા સ્વામીનાથ જલ્દી સ્વસ્થ કેમ બને! મેં એવા શું પાપ કર્યો હશે કે ઉગતી યુવાનીમાં મારા પતિને આવે રોગ આવ્યો? એટલે રાગ વધારે તેટલું રૂદન વધારે, તે રીતે મારી પત્ની મારામાં એવી અનુરકત હતી કે મારી બીમારીના કારણે તેને કયાંય ચેન પડતું ન હતું. છતાં મારો રોગ હળવો પડ્યો નહિ. શ્રેણીક રાજા જેમ જેમ મુનિની કહાની સાંભળતા જાય છે તેમ તેમ તેમનું હદય
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy