SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૭૩ નદી કિનારે એક હોડી પડી હતી. તેમને થયું કે હોડીમાં બેસીને સામે કિનારે ચકકર લગાવી આવીએ. દારૂનો નશે બરાબર ચઢ હતો. એટલે હડીમાં તે બેઠા પણ લંગરના દેરડા છોડયા નહિ અને હોડીને હલેસા મારવા લાગ્યા. પણ જ્યાં સુધી દેરડા છેડવામાં ન આવે ત્યાં સુધી હોડી આગળ વધે ખરી? આખી રાત હલેસા માર્યા પણ હેડી આગળ વધતી નથી. આમ કરતાં રાત પૂરી થઈ ને પઢને પ્રકાશ ફેલાયે. દારૂના નશે પણ પણ ઉતર્યો. ત્યારે મિત્રે જુએ છે તે હેડી હતી ત્યાંની ત્યાં છે. સહેજ પણ આગળ વધી નથી. આ રીતે જ્ઞાની પુરૂષ કહે છે તે ક્રિયાઓના હલેસા ઘણું માર્યા પણ મિથ્યા માન્યતાના દેરડા તેં છોડયા નહિ તેથી મહાનપુરૂના વચને તારા જીવનમાં પ્રગતિનું કાર્ય કરી શકતા નથી. એક વખત માન મૂકી, ગર્વને ગાળીને મહાન પુરૂષના ચરણને સ્વીકાર કરી તેમના વચનમાં શ્રદ્ધા કરે તે જીવનમાં નવીન પ્રગતિ થશે. | ઉત્તરાધ્યયન સત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિર્ગથ અને શ્રેણીક રાજાને સંવાદ ચાલે છે. મહારાજા શ્રેણકે અત્યાર સુધી તેની મિથ્યા માન્યતાના દેરડા છોડયા ન હતા. જ્યાં સુધી તેમની દષ્ટિ મિથ્યાત્વ હતી ત્યાં સુધી તેમના જીવનમાં પ્રગતિ થઈ ન પણ જ્યારે તેમણે સાચા સંત અનાથી મુનિને જોયા ત્યારે તેમના આત્મામાં અને ખું આકર્ષણ થયું ને તેમના દર્શન કરતા અવર્ણનીય આનંદ થયે. અનાથી મુનિ કહે છે, હે મહારાજા! મારે ત્યાં સંદર્યવાન, સુશીલ, અને શીયળવંતી પતિવ્રતા સ્ત્રી હતી. તેને મારા પ્રત્યે અત્યંત અનુરાગ હતું. તેના દિલમાં મારું સ્થાન હતું. હું જ્યારે ઘેર હોઉં ત્યારે - મને રંજન કરવા માટે નવા નવા સ્વાંગ ને સોળ શણગાર સજતી હતી, પણ હું બહારગામ જાઉં ત્યારે તદ્દન સાદા કપડાં પહેરતી હતી ને લૂખે આયંબીલ જે આહાર કરતી હતી. જેવું તેનું રૂપ ને નામ હતું તેવા તેનામાં ગુણ હતા. જ્યારથી હું બીમાર પડયે ત્યારથી તે મારી પથારી પાસે બેસીને રૂદન કરતી હતી. તેનું રૂદન મારાથી જોયું જતું ન હતું. “ગંદુ પુષ્ટિ જયહિં કરે છે પffસર ” તેની આંખો આંસુથી ભરેલી રહેતી હતી. તેની સાડીને પાલવ આંસુથી ભીને રહેતું હતું. ને મારી પાસે બેસીને તેના આંસુથી મારી છાતી ભીંજવી દેતી હતી. એને જોઈને મારું કાળજુ ચીરાઈ જતું હતું કે મને એમ થતું હતું કે મને આ બીમારી માટે તેમ લાગતું નથી. કારણ કે વૈદે અને ડેકટરેએ હાથ ખંખેરી નાંખ્યા છે. કોઈને ઇલાજ સફળ નીવડતું નથી. આટલા ઉપચાર કરવા છતાં હજુ એક આની જેટલી પણ રાહત થઈ નથી એટલે મારું જીવન જોખમમાં છે. મારા મરી ગયા પછી આ કેમળ કળી જેવી પત્નીનું શું થશે? હજુ પરણ્યાને છ મહિના પૂરા થયા ન હતા. કોડ ભરેલી પત્નીને હું કંઈ સુખ આપી શક્યા નહિ ને તેના મનના મનોરથ પૂરા થયા નહિ. ને મારે તેની પાસે ચાકરી કરાવવાનો વખત આવ્યા. તે મારા દુઃખથી કેટલી દુઃખી થાય છે ! મને તેની ખૂબ દયા આવતી હતી.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy