SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૩ શારદા સાગર તે તમે જાણે છે ને? દુઃખના સમયે બહેન થોડા થોડા દિવસે ભાઈની ખબર લેવા આવતી હતી ને કંઈ ને કંઈ આપી જતી. પણ આપેલું કયાં સુધી ચાલે ? બહેને મીઠાઈના બેકસ કાઢ્યા ને ભાઈ-ભાભી અને ભત્રીજાઓ માટે બબ્બે જોડી કપડાં લાવી હતી તે બધાને નવાં કપડાં પહેરાવ્યા ને મીઠાઈ ખવડાવી મેટું મીઠું કરાવ્યું. પણ ભાઈની આંખમાં આંસુ આવી ગયા. બહેન! મારે લેવાય નહિ પણ અપાય. અરે ભાઈ! તારા પ્રતાપે અમે સુખી છીએ. તે અમને બંધ કરાવ્યું છે. હું શું કરી શકવાની છું? ફકત મારી ફરજ બજાવું છું. ભાઈ! તું મારે ત્યાં આવજે. અમારી ફેકટરીમાં તેને કરી અપાવીશ. બહેન પિતાની ફેકટરીમાં સારી જગ્યાએ નોકરી અપાવે છે ને ભાઈનું પુણ્ય જાગૃત થતાં પાછો હતો તે સુખી થઈ જાય છે. અનાથી મુનિ કહે છે મારી બહેને પણ આવી પ્રેમાળ ને લાગણીશીલ હતી. વધુ ભાવ અવસરે. ચરિત્ર - સતી અંજનાએ મુનિને રજોહરણ તેર ઘડી સંતાડયો તે તેર વર્ષ પતિને વિગ રહ્યો - - કનકેદરી રાણીએ મુનિને રજોહરણ સંતાડી દીધું હતું. કારણ કે તે જૈનધર્મની કટ્ટર દ્વેષી હતી. જ્યારે લક્ષ્મીવતી રાણી ખૂબ સરળ ભદ્રિક અને જૈન ધર્મની પૂરી પ્રેમી હતી. કેઈ જેન ધર્મના કે ધર્મગુરૂના અવર્ણવાદ બોલે તે તેનું લોહી ઉકળી જતું. અત્યારે પોતાના ગુરૂ ધ્યાન ધરીને ઊભા છે. રજોહરણ મળતો નથી એટલે પિતાના મહેલમાં રહેતા નેકર-ચાકર, દાસ-દાસીઓ બધાને પૂછે છે કે કેઈએ મારા ગુરૂને રજેહરણ લીધે છે? કોઈએ મજાકમાં સંતાડ હોય તે આપી દે. સંતને સંતાપવાથી મહા ચીકણું કર્મ બંધાય છે. સાધુ પણ પિતાનું ધ્યાન પાળીને કહે છે બહેન ! અમારે બીજા પ્રહરે લીધેલા આહાર પણ સુર્યાસ્ત પહેલા વાપરી નાંખવા જોઈએ. રજોહરણ અમારે પ્રાણુ છે. પ્રાણ વિનાનું શરીર કંઈ ક્રિયા કરી શકે નહિ તેમ રજોહરણ વિના અમે એક ડગલું ભરી શકીએ નહિ. રજોહરણ ન મળવાથી મુનિ આત્મચિંતન કરે છે પણ કેઈના ઉપર કેધ કરતા નથી. સાધુ આવીને તમને એમ કહે તુમ તણે મન વસીયે વેરાગ્ય તે, આપી એ ને પાયે નમ્યા, સાહોમાંહે ઉપન્ય ધર્મને રાગ તે, સંયમ સાધીને તપ કર્યું, આલોયણુ વિણ લુઓ એટલે ફેર તે, કીધા રે કર્મનવિ છૂટીએ, તેર ઘડીના હુવા તેર વર્ષ તે...સતી રે સાધુનું વચન સાંભળી તમારું હૃદય કુણું પડયું ને તમને બન્નેને ખૂબ પશ્ચાતાપ થયે એટલે તેર ઘડી પૂરી થતાં રજોહરણ પાછો આપી દીધું. ને મુનિ પિતાના સ્થાનકે ચાલ્યા ગયા. પણ તમારા દિલમાં પાપને પશ્ચાતાપ થયો અને જૈન ધર્મ પ્રત્યે પ્રેમ જાગે. એટલે ધર્મસ્થાને જઈ સાધુ-સાધ્વીઓનો પરિચય કર્યો, પ્રવચન સાંભળ્યું અને પિતે કરેલી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy