SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૬૨ ત્યારે દીકરો કહે છે લાખ રૂપિયા દાનમાં આપી દીધા. આપણી પાસે જે હોત તે આટલા દુઃખી ન હોત. ત્યારે પત્ની કહે છે આપી દીધા તેમ શા માટે કહે છે? તમે એમ કહે કે મેં ભવનું ભાતું બાંધ્યું છે. પુત્રવધૂ કહે કે આપણે ત્રણે ય અકેમ કરીને નવકાર મંત્રનો જાપ કરીએ. પુત્રવધુની વાત સાંભળી બાપ-દીકરો અને ત્રીજી વહુ ત્રણે જણ અઠ્ઠમ કરીને બેસી ગયા. એક ચિત્તે જાપ કરતા હતા ત્યાં ત્રીજા દિવસની પાછલી રાત્રે પુત્રવધુને કાને દેવવાણ સંભળાઈ. હે બહેન! તારા પુણ્ય પ્રબળ છે. તેં આટલી ગરીબાઈમાં લાખ રૂપિયાનું દાન કરાવ્યું તેના પ્રતાપે તમે દશ વર્ષ સુધી દુઃખ જોગવવાના હતા પણ હવે તમારું પુણ્ય વધી ગયું એટલે દશ વર્ષને બદલે દશ મહિના પછી તારે ભાગ્ય રવિ ચમકશે ને ગામના રાજા સામેથી તમારી પાસે આવશે. તમારા માલ-મિલ્કત ને બંગલો બધું તમને સોંપી દેશે ને ઠાઠમાઠથી ગામમાં લઈ જશે. આ વાતને બરાબર દશ મહિના થયા ને રાજાના માણસ શેઠને શેધતાં શોધતાં ઝુંપડીએ આવ્યા ને કહ્યું કે રાજાની આજ્ઞા મુજબ તમને બીન ગુનેગાર ગણી તમારી મિલ્કત તમને પાછી સોંપી દેવામાં આવે છે ને તમને માનભેર ગામમાં લઈ જવા માટે અમને રાજાએ મોકલ્યા છે. કડકડતી ગરીબાઇમાં સેનાનું હીરા જડિત બેરીયું દાનમાં વાપરી નંખાવનાર વહુનું આ પુણ્ય હતું. દેવે તેને ચેખું કહ્યું કે બહેન ! આ તારી એકલીનું પુણ્ય છે. બંધુઓ! તમે માને છે કે અમે રળીએ છીએ એટલે અમારું પુણ્ય છે. પણ તમારા ઘરમાં દશ માણસો છે તેમાં કોના પુણ્યથી તમે કમાઓ છે તે જ્ઞાની જાણે છે. દશમાંથી એક આત્મા એવો પુણ્યવાન હોય તે તેના પ્રભાવે દશ માણસે લહેર કરે છે. હું છું તે બધા સુખી છે તે અભિમાન છેડી દેજે. આ પુત્રવધૂના પુણ્ય દશ વર્ષનું દુઃખ દશ મહિનામાં દૂર થઈ ગયું. ને રાજાના માણસો શેઠને ઠાઠમાઠપૂર્વક ગામમાં લઈ ગયા ને ખુદ રાજા તેમનું સ્વાગત કરવા માટે આવ્યા અને બીન ગુનેગારને સજા કરવા બદલ માફી માંગી. તેમને બંગલો ને માલમિલ્કત સહીસલામત પાછું સેપ્યું ને શેઠ પૂર્વની જેમ ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા. - આપણે પુષ્ય શું કામ કરે છે તે ઉપર વાત ચાલતી હતી. પેલે ભાઈ કર્મોદયે ખૂબ ગરીબ હતો ત્યારે બહેન ખૂબ ધનવાન હતી. દિવાળીના દિવસોમાં બહેનને ઘેર મીઠાઈના પેકેટ આવવા લાગ્યા. બહેન વિચાર કરે છે મારે ભાઈ કર્મોદયે ગરીબ થઈ ગયું છે. તેથી બહેન મીઠાઈના પેકેટ અને કપડા લઈને ભાઈના ઘેર ગઈ. ભાંગ્યાતૂટયા ઝુંપડાં જેવું ભાઈનું ઘર હતું. આંગણામાં નાના બાળકો રમતા હતા. બહેનની ગાડી ઉભો રહ્યો. ત્યાં બહેન ગાડીમાંથી ઉતરે ત્યાં બાળકે બેલો ઉઠયાઃ ફઈબા આવ્યાફઈબા આવ્યા. તે ખૂબ રાજી રાજી થઈ ગયા. બાળકે ફઈબાને જોઈને કેમ રાજી થયા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy