SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૩૯ કુંવરીને જાન જોખમમાં મૂકે નેએને એનાં ભાગ્યે બચાવી લીધી છે. પણ પાપી જેગીને તે તેના દુષ્કર્તવ્યને બદલે તરત મળી ગયો છે. - જે સાચા ગુરુ મળી જાય તે માનવને નરમાંથી નારાયણ બનાવી દે છે. તે કુગુરુ મળે તે ભવસાગરમાં પથ્થરની નૈકાની જેમ ડૂબાડે છે. જે શ્રેણીક રાજાને અનાથી મુનિ જેવા સાચા ગુરુનો ભેટો થયો તે જીવન પલટાઈ ગયું. રાજા શ્રેણીકને મુનિ કહે છે કે મારા પિતાએ મારો રોગ મટાડવા માટે થાય તેટલા ઈલાજે કર્યો ને પિતાનું સર્વસ્વ દઈ દેવા તૈયાર થયા. છતાં મને રેગથી મુકત કરાવી શક્યા નહિ. એ મારી બીજી અનાથતા હતી. બે પ્રકારના અનાથપણાની વાત થઈ હજુ પણ અનાથતાની વાત કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર -અંજના સતીને કષ્ટમાં પણ પવિત્ર વિચારે રાત પડી એટલે બંને એક ઊંચા પર્વત ઉપર ચઢીને એક જગ્યાએ બેસી ગયા. ને નવકાર મંત્રના સ્મરણમાં રાત પસાર કરી. અંજના વિચાર કરે છે કે અહો! હું કેવી કમભાગી કે મારા વડીલેએ વગર વિચાર્યું મને આવી શિક્ષા કરી ને તે અપરાધને નિર્ણય પછી કરશે! કેતુમતી સાસુજી! તમે પણ સારું કર્યું કે મને બદનામ કરીને તમે તમારા કુળની રક્ષા કરી! હે પિતાજી! તમે પણ તમારા સંબંધીઓનાં મન જાળવ્યાં. વળી મેં અભાગણે વિચાર્યું કે દુઃખી સ્ત્રીઓને માતા આશ્વાસનનું સ્થાન હોય છે. પણ હે માતા? તે પણ તારો પતિવ્રતા ધર્મ બરાબર બજા. તારે તો પિતાજીના પગલે ચાલવું જોઈએ ને? અરે, મારા બંધુઓ! તમારે પણ શું દેષ? પિતાજીની આજ્ઞા આગળ તમારું શું ચાલે? અરેરે સ્વામીનાથ! તમે તે મારાથી ઘણું દૂર છે. જે તમે હેત તો મારી આ દશા ન થાત. તમારી ગેરહાજરીમાં બધા મારા શત્રુ બની ગયા. આમ વિચાર કરતાં અંજનાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. ને તેની દષ્ટિમાંથી સંસારના એકેક સ્વજન પસાર થઈ ગયા. જે જે સ્નાએ અંજનાને પ્રેમથી પિતાની ગણી હતી તે બધાએ દુખના સમયે દગો દીધે. આનું નામ સંસાર છે. અંજના કહે છે બહેની ખરેખર મારા જેવી કોઈ અભાગણી નહિ હોય કે આટલા વર્ષો સુધી પતિને વિગ પડે છતાં જીવતી રહી શકે! હું જ અભાગણ જીવતી રહી છું. અંજનાને ઝુરાપ સાંભળીને વસંતમાલાનું હૈયું પણ કકળી ઊઠયું ને તેને ખૂબ આશ્વાસન આપ્યું છતાં પણ વસંતમાલા રાજકુમારી ન હતી પણ તેની સખી અને બીજી રીતે દાસી હતી એટલે એનામાં અંજના જેટલી પૈર્યતા ન હોય એટલે તેણે શું કહ્યું. ' “વસંતમાલાએ કહેલા વેણુ, સામે સતીની સમજાવટ” વસંતમાલા રે એમ ઉચરે બાઈ તારો બાપ છે કર્મચંડાલ તે, • મૂર્ણ માતા રે તમ તણી, બાંધવે કીધું છે કર્મ વિકરાલ તે, આંગણે રાખી ન અધઘડી, કલંક ચઢાવીને દીધું છે આલ, વસંતમાલા વળી એમ કહે, બાઇ તારું પીયરે પડયું રસાતાલ તે સતી રે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy