SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ શારદા સાગર શું આત્માનું જ્ઞાન વગર મહેનતે મળશે ખરું? જેટલી હીરા પારખવા માટે તનતોડ મહેનત કરો છો તેનાથી વધુ મહેનત આત્મા માટે કરવી પડશે. જ્ઞાનસુધા રસનો સ્વાદ કેણ ચાખી શકે છે. જે પરબ્રામાં મગ્ન છે, જેના સંપૂર્ણ કર્મો ક્ષય થઈ ગયા છે. એક જ જેટલું કર્મ પણ બાકી નથી એવી મુક્ત અવસ્થા તે પરબ્રહ્મ અવસ્થા છે. આત્માને ચાર ગતિમાં લાવનાર હોય તો કર્મ છે. જે કર્મથી મુક્ત થયા તે મુક્ત અવસ્થાને પામી ગયા. આપણે પણ કર્મના કચરાને કાઢવા માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ. એક ભાઈ રસ્તામાં ખાડો ખેદતા હતા. તેમને કેઈએ પૂછ્યું- ભાઈ! આ શું કરે છે? ત્યારે કહે કે નાનકડું સરોવર બનાવું છું. ત્યારે પૂછનાર ભાઈ કહે- સરોવર બનાવો પણ પાણી કયાંથી લાવશે? ત્યારે કહે કે પાણી લાવવું નહિ પડે, આપમેળે આવી જશે. ખાડે. બેદી રાખું, પાળ બાંધી રાખું. વરસાદ પડશે એટલે એની મેળે પાણી ભરાઈ જશે. જૂઓ, કેવી સુંદર ને સત્ય વાત છે. વરસાદ પડે એટલે જ્યાં ખાડે હેય ત્યાં સહેજે પાણી ભરાઈ જાય છે. એને ભરવું પડતું નથી. તે રીતે જેમ જેમ આપણું કર્મો ખપતા જાય તેમ તેમ અંદરથી ઉઘાડ થતો જાય ને જ્ઞાન આપમેળે પ્રગટ થાય છે. જ્ઞાન આત્મામાં રહેલું છે. તેને બહારથી લાવવું પડતું નથી. કષાયની મંદતા આવે તે જ્ઞાન આપોઆપ આવે - ઘણાં કહે છે કે અમને જ્ઞાન ચઢતું નથી. તેનું કારણ શું? તે તમે કદી વિચાર કર્યો છે? જ્ઞાનીએ કહે છે, કે જેટલી સંસારની વાસનાઓ વધારે, જેટલી કષાય વધારે તેટલી સ્મૃતિ ઓછી થવાની જે જ્ઞાનશકિત ઉપર આવરણ લાવનાર હોય તે આ કષાયો છે. તમે જે ટેપ રેકોર્ડર વાપરો છે ને? તે પણ ચાર-પાંચ કલાક બરાબર ચાલે છે એટલે ગરમ થઈ જાય છે. તેથી ટેપ બરાબર ઊતરતી નથી. એટલે તેને થોડીવાર બંધ કરી દે છે. મશીન ઠંડુ થાય પછી ચલાવે તે પછી બરાબર ટેપ ઊતરે છે. તે માનવનું મગજ તે ટેપરેકોર્ડરથી પણ કિમતી છે તે શું તેને ઠંડુ નહિ પાડવાનું? ઘણાં માણસોના મગજ ગરમ રહે છે. જે મનુષ્ય પિતાનું મગજ કષાયથી ગરમ રાખે તેના જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે ને સ્મરણશકિત ઓછી થઈ જાય છે. તે સ્મરણશકિત પાછી લાવવા માટે કઈ દવા કે ઈલાજ નથી. મારે તો આ બાબતમાં તમને એટલું કહેવું છે કે તમે વિષય-વિકાર અને વાસનામાં પડીને તમારી આવી સુંદર જ્ઞાનશક્તિને ખતમ કરશો નહિ. બને તેટલી સાવધાની રાખી બહારના વિચારોથી પર બની આત્માને ઉર્વગામી બનાવવાનો વિચાર કરે. જેની દષ્ટિ સંસારથી પર બની ગઈ છે તેને તે આ વિષય-કષા, પ્રલોભને, અને પરિગ્રહ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy