________________
૫૨૨
શારા સાગર
આશાના મિનારાના ચૂરેચૂરા કરી નાંખ્યા. ભયંકર વનમાં વાઘ-વરુ અને સિંહની ગર્જનાઓ થશે. તેને આ હિંસક પ્રાણીઓ ફાડી તો નહિ ખાય ને? રેજ ખાતી સૂવે ને દૂધ પીતી ઊઠે એવી મારી દીકરી વનવગડામાં શું ખાશે ? ને શું પીશે ? ત્યાં તેનું કેણ? એમ અનેક પ્રકારે રાણી રુદન કરતી ઘડીએ ઘડીએ બેભાન થઈને પડી જવા લાગી. પણ હવે શું થાય? રાંડયા પછીનું ડહાપણ શા કામનું ? I !: બંધુઓ ! માણસને જ્યારે કેધ આવે તે સારાસારનો વિવેક કરી શકો નથી ને માટે અનર્થ કરી બેસે છે. પછી પાર વગરને પશ્ચાતાપ કરે છે. તમને જ્યારે કેધ આવે ત્યારે ધીરજ ખમજો. એકદમ ક્રેધમાં આવીને કોઈ અવિચારી કામ કરવું નહિ. રાણી ખૂબ ખૂરે છે. રાજાને પણ હવે ખૂબ પશ્ચાતાપ થાય છે. રાણી રાજાને કહે છે, સ્વામીનાથ! અમારી સ્ત્રીની બુદ્ધિ તો પગની પાનીએ હેય. અમારામાં ગંભીરતાને અભાવ હોય પણ આપે દીકરીને ન પૂછયું કે બેટા ! તારી આ દશા કેમ થઈ? એનું જંગલમાં શું થયું હશે? મારું હૃદય ચીરાઈ જાય છે, અરેરે...મારી દીકરી હવે મને મળશે કે નહિ? રાજા પણ ધાર આંસુએ રડવા લાગ્યા. પ્રધાને રાજાને ખૂબ સમજાવ્યા હતા પણ તે સમયે માન્યા નહિ. હવે શું કરવું? રાજા-રાણી ઉદાસ એટલે દાસ-દાસીઓ બધા ઉદાસ. કોઈના દિલમાં ચેન નથી. હવે રાજા અંજનાની શોધ કરવા માટે માણસો મોકલશે ને અંજનાનું જંગલમાં શું થયું તેના ભાવ અવસરે કહેવાશે.
| (તા. ૨૫-૯-૭૫ના કાંદાવાડીમાં બા. બ્ર. પૂ. સૂર્યમુનિ મહારાજશ્રીનું ૪૧ ઉપવાસનું પારણું હોવાથી પૂ. મહાસતીજી આદિ ઠાણું ત્યાં પધાર્યા છે માટે વ્યાખ્યાન બંધ છે.
વ્યાખ્યાન નં ૬૧ ભાદરવા વદ ૭ ને શુક્રવાર
તા. ૨૬-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને, 4 અનંત જ્ઞાની શાસન સમ્રાટ ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે સિદ્ધાંત વાણી પ્રકાશી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલીને સર્વજ્ઞ ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. આ પવિત્ર વાણી કેણ ઝીલી શકે? “સોટી કન્ય મયસ.” જેનું હૃદય પવિત્ર અને શુદ્ધ હોય તેના અંતરમાં ટકી શકે છે. એવી ભગવાનની અંતિમવાણી ઉ. સૂ ના ૨૦મા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે હે રાજન ! મારા શરીરમાં રોગ આવતાં એવી અસહ્ય વેદના થવા લાગી કે જેનું સંપૂર્ણ વર્ણન હું કરી શકું તેમ નથી. તે મારે રેગ મટાડવાને માટે મારા માતા-પિતાએ જાહેરાત કરાવી કે જે કે મારા દીકરાને રોગ