________________
૫૧૮
શારદા સાગર
એટલે પિતાનો દેહ. એક નરક તે અલકમાં છે ને બીજું નરક તે આપણું શરીર છે. તમને એમ થશે કે આપણું શરીર તે નરક કેવી રીતે? તે એના જવાબમાં મહાન પુરુષો કહે છે કે જે સમયે આપણું ચિત્તમાં રાગ-દ્વેષની ભયાનક ભઠ્ઠી ભડભડ સળગતી હોય,
ધના અંગારા ધગધગતા હોય, માનના મોટા પર્વતે ઊભા થયા હોય, માયાની ઝાડીને લીધે અંધકારની અટવામણ ઉભી થઈ હોય અને લેભની ખાડીમાં જેટલું આપે તેટલું બધું સમાઈ જતું હોય ત્યારે દેહ નરક સમાન બની જાય છે. મનમાં જ્યારે કેઈનું અહિત કરવાની ભાવના જાગે, તૃષ્ણ જાગે ત્યારે મેક્ષમાં લઈ જનારા વિમાન સમાન શરીર નરકમાં લઈ જનાર બને છે. - હવે શિષ્ય એ પ્રશ્ન પૂછે, “a vમ વિમ્ તિ?” ત્યારે ગુરૂએ કહ્યું “gsUIT Hથે ” તૃષ્ણને ક્ષય થઈ જાય એટલે સ્વર્ગ દૂર નથી. તૃષ્ણને ક્ષય એ સ્વર્ગ છે. પછી ભય નથી. કેઈ ચીજ મળે કે ના મળે તો અફસોસ ન થાય. બસ, આટલું કરે તે તમને અહીં બેઠા સ્વર્ગના સુખે મળશે. પણ જે લક્ષમીની મમતા અને તૃષ્ણ નહિ છૂટે તે સાચી શક્તિ અને પ્રસન્નતાને અનુભવ નહિ થાય. છતાં તૃષ્ણાવંત માનવી ધન-દેલત માટે રાત-દિવસ સતત પરિશ્રમ કરે છે. તેને લાગે છે કે આના વગર સુખ નથી.
સીધે સાદે ઇન્સાને કા, ઇસ દુનિયા મેં કામ નહિ,
કેઈ ન પુછે ઉનકે ભૈયા, જિસકે પલ્લે દામ નહીં. આ ઉકિત અનુસાર અન્યાય, અનીતિ કે બીજા કેઈ પણ સટ્ટો, લેટરી કે ઘડાની રેસ દ્વારા કેઈપણ પ્રકારે જે પરસે મળતો હોય તે તે પેસે મેળવી માણસો લાખોપતિ કે કેડપતિ બની જવા માટે પ્રયત્ન કરે છે. પણ આ રીતે મેળવેલું ધન કેવી રીતે નષ્ટ થઈ જાય છે અને તેવી રીતે મેળવેલી આસુરી લક્ષમી શું કરે છે અને ન્યાયથી મેળવેલી સુરી (દેવી) લક્ષ્મીને પ્રભાવ કે છે, તે હું આપને એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક રાજા દરરોજ સવારના પ્રહરમાં સેના મહેરેનું દાન કરતે હતો. એક વખત એક ગરીબ બ્રાહ્મણ રાજા પાસે નામ લેવા ગયો ને બધા યાચકેની સાથે લાઈનમાં બેસી ગયો. રાજાએ સેનામહેરે આપવા માંડી પણ આપતા આપતા જ્યાં એને નંબર આવે ત્યાં સેનામહોરો ખલાસ થઈ ગઈ. હવે રાજાને એ નિયમ હતું કે દરરોજ અમુક સોનામહોરોથી વધુ દાન ના કરવું. એ ગરીબ બ્રાહ્મણને દાન ના આપી શકે તેનું રાજાના દિલમાં દુઃખ થયું એટલે બ્રાહ્મણને કહ્યું. હું નિરાશ ના થઈશ. આવતી કાલે વહેલે આવી જજે. બીજે દિવસે બ્રાહાણ બિચારે વહેલે આવીને પહેલો બેસી ગયે. બીજે દિવસે રાજાને વિચાર આવ્યું કે કાલે છેલ્લે બેસનાર બ્રાહ્મણ રહી ગયું હતું એટલે આજે છેલ્લેથી દાન આપવાની શરૂઆત કરું. એમ વિચારી છેલ્લેથી શરૂઆત કરી. આપતાં આપતાં જ્યાં બ્રાહ્મણને વારો આવ્યો ત્યાં સોના મહોરે ખલાસ થઈ ગઈ.