SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૧૭ શિષ્ય પૂછે છે કે ગુરૂદેવ ! વષ્યોહિ ? દુનિયામાં બંધાયેલ કે? ત્યારે ગુરુદેવે ઉત્તર આપે કે જે વિષયાનુરાગ જે વિષયને અનુરાગી છે તે. બંધુઓ! તમને કોણે બાંધી રાખ્યા છે ? પાંચ ઈન્દ્રિયના વિષયે એ વિષની વાસના જે છોડી દે તે તમે મુક્ત છે. તમે માને છે કે મારી પાસે સત્તા છે, સંપત્તિ છે. બધી જાતની સાધન સામગ્રી છે તેથી બધા પિતાને તાબે છે. પણ ખરું પૂછો તે તમે પોતે તેને આધીન બનેલા છે દુનિયામાં જે જે પદાર્થો માટે તમને એમ થાય કે મારે એના વિના ચાલે નહિ. અમુક વસ્તુ તે મારે જોઈશે જ. તે એ પરાધીનતા છે. ને તે વિષયનું કારણ છે. વિષયેના બંધન ભલે પાતળા ને સહામણા દેખાય પણ જે આત્મા, વિષયને આધિન બન્યું છે તે લેઢાની મજબૂત સાંકળના બંધનને તેડી શકે છે પણ કાચા સુતર રૂપ વિષયેના બંધનેને તેડી શકતા નથી કે છેડી શકતા નથી. એક નાનકડા નાજુક પગવાળે ભમર કઠણ લાકડામાં છિદ્ર પાડી આરપાર નીકળી જાય છે પણ કમળની કેમળ પાંદડીઓને છેદી શકો નથી. તેનું કારણ શું? ભમરને કમળના પુષ્પ સાથે ગાઢ સ્નેહનું બંધન છે ને લાકડા પ્રત્યે તે નિર્મમ છે. સ્નેહ ક્યારેક બંધનની બેડી જે બની જાય છે. તમને તેની વાણી સાંભળીને કયારેય એમ થાય છે કે વિષયના બંધન તોડવા જેવા છે પણ તેના પ્રત્યેના અતિરાગને કારણે તમે તેને તેડી શકતા નથી. પણ આ વિષયેના બંધનમાંથી મુકત થવું તે માનવજીવનને પરમ હેતુ છે. ભગવાન મહાવીર સ્વામીએ પણ કહ્યું છે, કે તમને જે જે સાધન સામગ્રી મળે તેને સ્વેચ્છાપૂર્વક ત્યાગ કરજે. સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલા નિયમોના પાલનમાં આનંદ આવે છે. જે મળ્યું છે તેને ત્યાગ કરવામાં માનવજીવનની મહત્તા છે. મળેલાને તમે સ્વેચ્છાપૂર્વક છેડશે તે તમે પોતે મુકાયેલા છે. નહિતર બધાયેલા છે. હવે શિષ્ય બીજો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ! જે વા વિમુવત? મુક્ત કોણ? ત્યારે ગુરૂએ કહ્યું કે વિજ વિતા જે વિષયથી વિરકત હોય તે. તમને જે વસ્તુઓ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થઈ છે તેમાં આસકત ન બને પણ તેનાથી વિશ્કત બને. જેટલી પૌદગલિક પદાર્થો પ્રત્યેની આસક્તિ છે તેટલી આત્માની અશકિત છે ને જેટલી વિરકિત છે તેટલી શકિત છે. એટલે વિરક્તિમાં આનંદ છે તેટલું આસકિતમાં નથી. તમને કોઈ વસ્તુ ખૂબ ગમતી હોય, તેના પ્રત્યે ખૂબ આસકિત હોય પણ જે તે તમને માગે ત્યારે ન મળે તે કેટલું દુઃખ થાય છે. આસકિતનું બંધન છે તે દુઃખ છે. પણ જે તેના પ્રત્યે વિરક્તિ ભાવ હેય તે કઈ જાતનું દુઃખ થાય? એટલા માટે જ્ઞાની કહે છે કે પ્રત્યેક પદાર્થો પ્રત્યેની આસકિતથી મુકત બને તે તમને અને આનંદ આવશે. શિષ્ય ત્રીજે પ્રશ્ન પૂછે, “કે જોવાસ્તિ ઘોરો નરઃ?” ગુરૂએ કહ્યું કે “સ્વદેહ”
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy