SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૦૧ જ્ઞાનીઓ કહે છે કે જીવન એક પુદરડી જેવુ છે. ચારે તરફ ફરી ફરીને અંતે ત્યાંનું ત્યાં ઉભું હાય છે. વૃત્તિ અને પ્રવૃત્તિ વચ્ચે ઝોલા ખાતે માનવી આગળ વધી શકતા નથી. આજે મેાટા ભાગના મનુષ્યાનું જીવન સુખ અને સમૃદ્ધિની ખેાજમાં પૂર્ણ થઇ જાય છે. આત્મામાં રહેલી મહાન સપત્નિ તરફ તેની દૃષ્ટિ પડતી નથી. જેમ ઘાંચીનેા અળદ તેના માલિકની આજ્ઞા મુજબ ગાળ ગાળ ક્રે છે. તેની આંખે પાટા બાંધ્યા હાય છે તેથી તેને થાય કે હું હજારા ગાઉ ચા પણ જ્યાં પાટા છાયા ત્યાં જાણ્યું કે જ્યાં છું ત્યાં છું. તે રીતે આપણા આત્માએ પણુ આંખે અજ્ઞાનના પાટા બાંધી ચાર્યાશી લાખ જીવાચેાનિના ભવચક્રમાં ઘાંચીના બળદની જેમ એટલા બધા ચક્કર લગાવ્યા છે કે જેના ટ્રાઇ હિસાબ નથી. હવે તેા ખૂબ થાક લાગ્યા હશે! મેાજશેાખમાં પડીને મળેલા મનુષ્ય ભવને હારી ગયા પણ હવે જો જાગૃત મન્યા હૈ। તે જાગ્યા ત્યારથી સવાર સમજીને પ્રમાદને છેડા. ધર્મમાં મનને જોડી દે અને ભવચક્રના ફેશ ટાળવા માટે પુરૂષાર્થના પંથે પ્રયાણ કરો. જે જીવનને સાર્થક મનાવવું હોય, ચાર્યાશીની દડીમાંથી છૂટકારો લેવા હાય તા સર્વાં પ્રથમ તમારા જીવનની કેડીમાં કલ્યાણના કુસુમે ાપવા પડશે. ને જે ધર્મના ' મર્મ સમજશે તે સ ંસાર સાગરને પાર થશે, ને જે સસારના સુખમાં મસ્ત રહે છે તે ચતુતિના ચક્કરમાં ઘાંચીની ઘાણીના બળદની જેમ ફરે છે, માટે સમજો. માનવ જીવનની એકેક ક્ષણુ કિ ંમતી છે, લાખેણી છે. જીવનમાં બધુ મેળવી શકાય પણ ગયેલી ક્ષણુ પાછી મેળવી શકાંતી નથી. માટે સમયના સદુપયોગ કરો. જેને જીવનની ક્ષણ એળખાઈ છે તેવા તપસ્વીએ તપની સાધનામાં જોડાઈ ગયા છે. પર્યુષણ પ ગયા પણ વાલકેશ્વર સંઘને આંગણેથી હજુ તપના તારણ છૂટયા નથી. ભાવનાખાઈ મહાસતીજીને આજે ૨૪ મા ઉપવાસ છે, વર્ષાબહેનને આજે ૩૦ મને નિર્મળા બહેનને આજે ૨૫ મે ઉપવાસ છે. કેન્રી શાતાપૂર્વક આરાધના કરે છે! તેમના જીવનની ક્ષણા સફળ જાય છે. આ દેહનું પાષણ કરવાને માટે ઘણુ ખાધુ છતાં હજુ આ પેટને ખાડા પૂરાતા નથી. કવિએ પણ કહે છે કે દળી દળીને કુલડીમાં ભર્યું તેા પણ કુલડી ખાલી ને ખાલી, સમજાયું! સવાર-અપેાર- સાંજ કેટલું નાંખ્યુ છતાં પેટના ખાડા ખાલી છે. જેમ પેટના ખાડો અપૂર્ણ છે તે કદી ભરાતા નથી તેમ આ તૃષ્ણાનેા ખાડા પણ કદી ભરાતા નથી. ગમે તેટલું મળે તેા પણ જીવની તૃષ્ણા, શાંત થતી નથી. મહાંત્મા આનંદઘનજી પણ માલ્યા છે કે પૃથ્વી જેટલી માટી ખાટલી ખનાવું ને આકાશ જેટલી ચાદર મનાવુ તે પણ તૃષ્ણાવત મનુષ્ય ઢંકાવાના નથી. સમજવા જેવી વાત છે કે આ જગતમાં રહેલા પઢાથે પરિમિત છે ને જગતમાં જીવા અનંતા છે. અનંતા છત્રેની
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy