SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ શારદા સાગર જાણી લીધું કે તે પિતાને પુત્ર છે. તેમનું મતિ-શ્રુતજ્ઞાન ખૂબ નિર્મળ હતું. તે દ્વારા જોઈ લીધુ ને જાણી લીધું કે આ જીવ હળુકમ છે, સુલભ બધી છે ને ચરમશરીરી જીવ છે. આચાર્યે કહ્યું–તારા પિતાજીને અમે ઓળખીએ છીએ. પણ જે પિતાજીને તારે મળવું હોય તે પહેલા એમના જેવું બનવું પડશે. બંધુઓ! તમને તમારા ગુરૂ કહે કે જે તમારે મેક્ષમાં જવું હોય તે સંયમ લેવું પડશે. તે તમે શું કરશે? બેલે તે ખરા. (શ્રેતામાંથી અવાજ:- હજુ મેક્ષમાં જવાની લગની લાગી નથી.) મનકને પિતાજીને મળવાની લગની હતી તેથી દીક્ષા લીધી. આચાર્યો વિચાર કર્યો કે આ મારો પુત્ર છે તે સગપણ રાખીશ તે તેનું કલ્યાણ અટકશે. આયુષ્ય થોડું છે માટે ગુરૂદેવે તેને ઉત્કૃષ્ટ ભાવનાથી શત્રે દશવૈકાલિક સૂત્ર ભણુવ્યું. આચારાંગ ભણે તેટલે સમય નથી તેમ સમજી સાધુના આચારનું પૂરું જ્ઞાન કરાવ્યું. તેમજ વૈયાવચ્ચેથી કમની ભેખડે તૂટે છે તેથી દિવસે વૈયાવચ્ચ કરાવી. ભગવાનના એકેક સંતે કેવા હેય છે! એકેક મુનિવર રસના ત્યાગી, એકેક જ્ઞાનભંડાર રે પ્રાણું, એકેક મુનિવર વૈયાવચ્ચ વૈરાગી, એના ગુણને નાવે પાર રે પ્રાણું - સાધુજીને વંદણુ નીત નીત કીજે, છ મહિના સુધી નવદીક્ષિત શિષ્યની વૈયાવચ્ચ કરવી જોઈએ. પણ અહીં મનક મુનિને થોડા સમયમાં ઝાંઝા કર્મ ખપાવીને કર્મની નિર્જરી કરાવવી છે. ગુરૂ પિતાના શિષ્યનું કલ્યાણ જલદી કેમ થાય તેની ખૂબ ચિંતા રાખે છે. મનક મુનિ પણ ગુરૂને એકદમ અર્પણ થઈ ગયા છે. ગુરૂની આજ્ઞા એ જ મારો પ્રાણ છે. તેમની આજ્ઞામાં મારું કલ્યાણ છે. આવી ઉત્તમ ભાવના રાખી સંયમનું પાલન કરી રહ્યા છે. છ મહિના પૂરા થવા આવ્યા. એક દિવસ મનક મુનિ પૂછે છે, ગુરૂદેવ ! મને શäભવ આચાર્યના દર્શન કયારે થશે? ગુરૂદેવ કહે તને આજે તેમના દર્શન થશે. ગુરૂદેવ મનકમુનિને દશવૈકાલિક અર્થ સહિત ભણાવતા હતા. રાત્રે ભણાવવા બેઠા. છઠ્ઠા મહિનાની છેલ્લી રાત્રી હતી. ગુરૂ ખૂબ સુંદર રીતે અર્થ–પરમાર્થ અને ભાવાર્થ સહિત ગૂઢ જ્ઞાન ભણાવે છે. મનકમુનિ વિચાર કરે છે અહીં મારા પિતાજી તે મળતા મળશે પણ આ ગુરૂદેવને મારા ઉપર કે મહાન ઉપકાર છે! મને કેવું ઊંચું જ્ઞાન આપે છે ! આ રીતે ગુરૂના ઉપકારનું સ્મરણ કરે છે ને ભણેલા જ્ઞાનનું ચિંતન કરતા કરતા શુભ ભાવનાની શ્રેણી ઉપર ચઢતાં ઘાતી કર્મોને ક્ષય કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન દ્વારા જાણી લીધું કે આ ગુરૂ મારા પિતા છે. એ પિતાને મારા ઉપર કે મહાન ઉપકાર છે કે હું તો તેમને ઘેર લઈ જવા માટે આવ્યું હતું કે તેમણે મને છ મહિનામાં કૅલ્યાણને પથ બતાવી કેવળજ્ઞાન રૂપી લક્ષમી પ્રાપ્ત કરાવી. કેવળજ્ઞાન પામ્યા પછી બે ઘડીમાં તેમનું આયુષ્ય પૂર્ણ થયું ને તેઓ કાળ ધર્મ પામ્યા. છ મહિનામાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy