SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૪૬૧ ઉપવાસ કેટલા? ક્યાં એ મહાન પુરૂષની સંપૂર્ણ સાધના અને કયાં આપણી અપૂર્ણ આરાધના ! ધન્ય છે આ તપસ્વીઓને! તેઓ આવું મહાન તપ કરી રહ્યા છે. મને એવી ભાવના થાય છે કે હું એક વખત માસખમણ કરું. પણ એક ઉપવાસમાં તે તારા દેખાઈ જાય છે. ખંભાતમાં સંવત ૨૦૧૧ માં પૂ. મહાસતીજીના ચાતુર્માસ હતા ત્યારે મેં અને નવીન મુનિએ સંસાર અવસ્થામાં સેળ ઉપવાસ કરેલા. ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી. તે સમયે મારે ઉપવાસ છે તેની ખબર પડતી ન હતી અને એ સોળ ઉપવાસથી કદી આગળ વધ્યા નથી. આત્મબળ મજબૂત હોય તે જરૂર કરી શકાય છે. ઘણાં કહે છે કે શરીર નબળું છે. તપશ્ચર્યા કેવી રીતે થાય? તપ કરવા માટે દેહબળ કરતાં મનેબળની વધુ જરૂર છે. અહીં દેહબળની કિંમત નથી. કિંમત છે આત્મબળની. આપણી સામે ઉગ્ર તપસ્વી પૂ. બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી બેઠા છે. તેમની ઉંમર નાની છે છતાં તેમને આ ચોથું મા ખમણ છે. ૨૧ ઉપવાસ તેમજ ચાર સેળભથ્થા કર્યા છે. હવે તેમને મન મોટી તપશ્ચર્યા મિષ્ટાન્ન જેવી છે ને અઈ નવાઈ મુખવાસ જેવી છે. (આ પ્રસંગે શેઠનું દષ્ટાંત આપ્યું હતું. શેઠને ગુરૂ મહારાજ ઉપવાસ કરવાનું કહે છે ને શેઠ હા હા કરે છે ને છેવટમાં એક નવકારશી પણ કરી શકતા નથી. તેના ઉપર રમુજી દષ્ટાંત કહ્યું હતું.) ચતુર્ગતિનું ચકકર અટકાવવા માટે આ મનુષ્ય જન્મમાં પ્રબળ પુરૂષાર્થ કરી, મનને મજબૂત બનાવી, આવી તપ સાધના કરી તપના તેજથી આત્માને ઉજજવળ બનાવે. ધાબળાને સૂકવી નાંખે તે હળ બની ગયો તેમ આપણે પણ તપના તાપ વડે કર્મ રૂપી પાણીને સૂકવી આત્માને હળવે ફૂલ બનાવે છે. આપણા તપસ્વી મહાસતીજીઓ આત્મભાવમાં રમણતા કરીને ખૂબ સમતા ભાવે, કર્મ નિર્જરાના હેતુથી આવું ઉગ્ર તપ કરે છે. આ તપ સાધુનું છે. સાધુનું તપ તમારા કરતાં ચઢી જાય છે. કારણ કે તમે આવું તપ કર્યું હોય ને ગરમી લાગે તે ઘેર જઈને પંખા નીચે બેસી જશે. અરે, એરકંડીશન રૂમમાં પણ બેસી જાવ! જ્યારે અમારે–સતેને તે ગરમી લાગે કે ઠંડી લાગે તે દરેક સમયે સમભાવ રાખવાનું હોય છે અને તપમાં એવી સમજણ હોય છે કે મારા તપમાં કોઈ પણ જીવની હિંસા ન થવી જોઈએ. ગંધકના એક ટોપકામાં લાખે મણ રૂની ગંજીને બાળવાની તાકાત છે. તેમ આવા શુદ્ધ તપમાં પણ કેડે ભવના સંચિત કરેલાં કર્મોને નાબૂદ કરવાની તાકાત છે. ટૂંકમાં તપ એ કર્મોના ગંજ બાળવા માટે મહાન અગ્નિ છે. હવે વિશેષ કંઈ નહિ કહેતાં બંને તપસ્વીને મારા અંતરના અભિનંદન છે. પૂ. ગુરૂદેવે પણ કહ્યું છે કે બંને તપસ્વીને મારા વતી શાતા પૂછજો ને આવી ઉગ્ર સાધના વારંવાર કરતા રહે ને કર્મની ભેખડો તેડી આત્માને દેદિપ્યમાન બનાવે તેવા આશીર્વાદ આપજે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy