SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુગર ૪૫૯ સતીઓએ આવું મહાન તપ કર્યું છે તેમને વંદન કરવા અને શાતા પૂછવા તમે આવ્યા છે તે તેમના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની અનુમોદના કરી તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આત્માને ઉજજવળ કરવાને પુરૂષાર્થ કરશે તે અવશ્ય મહાન પુરૂષ જેવો પ્રકાશ પ્રાપ્ત કરી શકશે. મેલા કપડાને સાબુ-પાણી આદિ વડે ઘેઈને સ્વચ્છ બનાવે છે તેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ રૂપી સાધને દ્વારા આત્મા પણ જરૂર સ્વચ્છ બનશે ને શાશ્વત સુખને પ્રાપ્ત કરશે. બા. બ્ર. શોભનાબાઈ મહાસતીજી તથા બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આપણું હજારો વાર ધન્યવાદ છે. ભવિષ્યમાં પણ આવું ઉગ્ર તપ કરીને કર્મોને ક્ષય કરી મહાન પુરૂષે જે પ્રકાશ પ્રાપ્ત કરે એ જ મંગલકામના. (૨) બા.બ્ર. પૂ. અરવિદ મુનિ મહારાજશ્રીનું પ્રવચન - સાધનાના સરોવરમાં અહોનિશ સ્નાન કરતાં, જ્ઞાન ગંગામાં સદા રમણતા કરનાર અને જેમના મુખકમળમાંથી સરસ્વતી દેવીની જેમ વાણીને પ્રવાહ વહે છે તેવા બા.. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી! તપસ્વી ત્રિપુટી તેમજ અન્ય સતીવૃંદ! પ્રિયાત્મ બંધુઓ ! જિજ્ઞાસુ માતાઓ ! ઉત્સાહી યુવકે ને ભાવશીલા ભગિનીઓ ! આજનું મંગલ પ્રભાત, મંગલ મહોત્સવના વધામણું લઈને આવ્યું છે. જેના કારણે સંતે-સતીજી અહીં ઉપસ્થિત થયા છે. તેનું કારણ શું? તપની સાધના. તપ આત્માને તેજસ્વી બનાવે છે. ભગવાન કહે છે, જે તારે સાચા તપસ્વી બનવું હોય તો તપસમાધિ કેળવ, દશવૈકાલીક સૂત્રમાં ચાર પ્રકારની સમાધિ બતાવી છે–તેમાં તપ સમાધિ પણ કહી છે. ભગવાન કહે છે, કે અહે સાધક! તારે સાધના કરવી હોય તે તપ સમાધિ કેળવ. તપ સમાધિ કોણ કેળવી શકે? જેને અંદરથી ઉશ્કેરાટ ઉપડયે છે કે જલ્દી કર્મને ક્ષય કર છે. જલદી આ દેહના બંધનમાંથી મુકત થવું છે તે તપ-સમાધિ કેળવી શકે, ને એવી સમાધિ આવતાં કર્મની ભેખડે તૂટી જાય. કર્મની નિર્જરા થાય. નિર્જરા કેને કહેવાય? આત્મપ્રદેશ ઉપરથી કર્મનું ઝરી જવું તે નિર્જરા છે. જેમ એક ગરમ કાંબળે હોય તે પાણીથી તરબળ ભરેલું હોય ત્યારે તે વજનદાર થઈ જાય છે. તેથી ઉંચો ઉંચકી શકાતું નથી અને કાંબળે સૂકવી દેવામાં આવે ને તેમાંથી પાણી ઝરી જાય એટલે એકદમ હલકો બની જાય છે તે રીતે ભગવાન કહે છે કે કર્મના ભારથી ભારે બનેલે આત્મા તપશ્ચર્યા કરવાથી હળવો બની જાય છે. તપશ્ચર્યા કરવાથી કરેડે ભવના સંચિત કરેલા કર્મો નાબૂદ થાય છે. જ્ઞાની કહે છે, તપ કરતાં પહેલાં તારે કષાયોને નાબૂદ કરવા પડશે. કાયયુક્ત તપ એ સાચું તપ નથી. ઘણી વખત સાસુ-વહુ વચ્ચે ઝઘડો થાય એટલે વહ કહે હવે મારે ખાવું નથી. એટલે આવ્યા મહાસતીજી પાસે ને કહે કે મહાસતીજી! મને અમ કરાવે, મહાસતીજી કહે કેમ બહેન! આજે કઈ દિશામાં સૂર્ય ઉગે કે તમે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy