SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૪૫૧ પાકે છે. સ્વાતિ નક્ષત્ર, બીજુ વરસાદ હોય ને ત્રીજું છીપ મેટું ખુલ્લુ રાખે. તે સમયે જે સ્વાતિ નક્ષત્રના વરસાદનું બિંદુ છીપના મોઢામાં પડે તે સાચું મોતી પાકે છે. મહત્ત્વ આ લાખેણી પળનું છે. છીપનું નહિ. આવા પવિત્ર જેતાભાઈ પિતાને ત્યાં જ્યાકુંવર બહેન માતાની કૂખે ગલીયાણ ગામની પવિત્ર હરિયાળી ભૂમિમાં કારતક સુદ ૧૧ ના દિવસે પૂ. ગુરૂદેવને જન્મ થયે હતું. તેમનું નામ રવાભાઈ પાડવામાં આવ્યું હતું. “રવ” શબ્દનો અર્થ સંસ્કૃતમાં “અવાજ” થાય છે. બાળપણથી એમના આત્માનો એક અવાજ હતો કે સુખ ત્યાગમાં છે ભેગમાં નથી. દુનિયામાં સેંકડે માતાઓ સેંકડે પુત્રને જન્મ આપે છે પણ આવા પવિત્ર પુત્રને જન્મ આપનારી માતા કેઈક હોય છે. स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान, नान्यासुतं त्वदुपमं जननी प्रसूता। सर्वादिशोदधति भानि सहस्त्ररश्मि, प्राच्चेव दिग्जनयति स्फुरदंशुजालम् ॥२२॥ સૂર્યને જન્મ દેનાર માત્ર એક પૂર્વ દિશા છે. તેમાં અનેક પુત્રને જન્મ આપનાર માતા ઘણું છે. પણ આવા રત્ન સમાન પુત્રને જન્મ દેનાર માતા કઈક છે. જે ભૂમિમાં આવા રને જન્મે છે તે ભૂમિ પણ પાવન બની જાય છે. તેઓ બે ભાઈ અને એક બહેન હતા. તેમને જમીનજાગીર ઘણી સારી હતી. માતા-પિતા બચપણમાં ત્રણ ફૂલ જેવા સંતાનને છેડીને પરલોકવાસી થઈ ગયા. આ સંસાર કે અસ્થિર છે! જ્યાં સાગ ત્યાં વિગ પહેલે છે. રવાભાઈ મોટા હતા. બીજા ભાઈ અને બહેન નાના હતા. કાકા-કાકીએ તેમને મોટા કર્યા. રવાભાઈ બાર વર્ષના થયા ત્યારે કુટુંબની સારી જવાબદારી તેમના શિરે આવી પડી. ચોમાસામાં ખેતરમાં વાવણું કરવી પડે તે માટે તેમને માણસની જરૂર પડતી. એ કાર્ય માટે રવાભાઈને અવારનવાર વટામણ જવું પડતું હતું. વૈરાગ્યનું પ્રથમ વાવેતર હવટામણમાં થયું હતું. વટામણમાં તે જેમને ત્યાં ઉતર્યા હતા તેની બાજુમાં જૈન ઉપાશ્રય હતું. તે સમયે ખંભાત સંપ્રદાયના પૂ મેંઘીબાઈ મહાસતીજી બિરાજમાન હતા. તેઓ પ્રતિક્રમણ કરીને મધુર સ્વરે સ્તવન ગાતા હતા. આ સુરે રવાભાઈને જગાયા. ને તે બીજે દિવસે સ્તવન સાંભળવા ગયાં. ત્યાં ત્યાગ વૈરાગ્યની વાત સાંભળી. એક વખતના ઉપદેશથી રવાભાઈને આત્મા જાગી ઉઠયો” રવાભાઈના દિલમાં એક મંથન ચાલ્યું કે સાચું સુખ તે ત્યાગી સંતોને છે. મારે એવું સુખ મેળવવું છે. સંસારમાં તે પગલે પગલે પાપ કરવું પડે છે. હવે પાપનું કામ કરતાં તેમને આત્મા પાછો પડે છે. એક દિવસ પાસના છોડ ઉપરથી પિતે માણસ પાસે કાલા વીણાવી રહ્યા હતા. ત્યારે એ કાલા તેડતાં દિલમાં અત્યંત દુઃખ થયું કે પેલા સતીજી કહેતા હતા કે લીલા ફૂલ ને પાંદડા તેડવામાં પાપ છે. તે હું આટલા બધા કાલા વીણાવું તે મને કેટલું પાપ લાગશે? તરત તેઓ ત્યાંથી પાછા આવ્યા ને ઘેર આવીને કાકા-કાકીને કહ્યું કે મારે સંસારમાં રહેવું નથી. મારે સાધુ બનવું છે. ત્યારે કાકા-કાકી કહે જે સાધુ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy