________________
૪૪૯
શારદા સાગર માનતો હતો કે મારા જેવા ઠાઠમાઠથી પ્રભુને વંદન કરનાર ભક્ત કઈ નહિ હોય! પણ આની આગળ મારો ઠઠારે તો કંઈ નથી. આ તે મારાથી મહાન લાગે છે. બંને જણ પિતાના હાથી ઉપરથી નીચે ઉતર્યા. ને સમોસરણના દરવાજામાં પ્રવેશ કરે છે. તે સમયે ઈન્દ્ર ધીમે રહીને રાજાને કહ્યું – તમે તમારી સિદ્ધિ દેખાડે. તમારી પાસે કેટલી ઋદ્ધિ છે? ઈન્દ્રની પાસે જે હતું તે રાજા પાસે ન હતું એટલે રાજાનું મુખ ઝાંખું પડી ગયું. ત્યારે ઈન્દ્ર કહે છે કે તારા કરતાં તે અનેક ગણું અદ્ધિ મારી પાસે છે. અમે ધારીએ તે કરી શકીએ છીએ.
દેવાનુપ્રિયે ! સમકિત દષ્ટિ દેવ દેવકના વૈભવમાં વસે છે છતાં એના દિલમાં ભગવાન પ્રત્યે કેઈ અનેખું સ્થાન હોય છે. સમકિત દેવ પ્રભુની વાણી સાંભળવામાં તલ્લીન બની જાય છે. અત્યારે ભારત ક્ષેત્રમાં તીર્થકર ભગવંત હયાત નથી. એટલે દેવે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીની દેશના સાંભળવા જાય છે. એક પ્રહર સુધી દેશના સાંભળીને આવ્યા પછી તેની ચર્ચાવિચારણા કરે. છે. દ્રવ્ય, નય નિક્ષેપાનું ચિંતન મનન કરે તેમાં સાગરોપમના સાગરોપમ ચાલ્યા જાય તે પણ ખબર ન પડે સમક્તિ દષ્ટિની કેવી સરસ લહેજત હોય છે. એને સ્વાદ ચાખે તે જાણે.
- દશાર્ણભદ્ર રાજાને ઇન્દ્ર મહારાજાએ ટકોર કરી. રાજા સમજી ગયા કે આ ઈન્દ્ર જાળ છે. હું ગમે તેટલું કરું તે પણ ઈન્દ્રની તેલે નહિ આવી શકું. પણ મનમાં ચેટ લાગી ગઈ. બંધુઓ! જાતિવંત ઘોડાને ચાબૂક બતાવવાની હોય, મારવાની ન હોય. તે રીતે તેજ મનુષ્યને ટકરની જરૂર છે. “તેજીને ટકે ને ગધેડાને ડફણું” ડફણાંને માર ગધેડે ખાય, ઘેડે નહિ. હવે તમે કોના જેવા છો તેને તમે વિચાર કરી લેજે.
જ ઈન્દ્ર મહારાજા અને દશાર્ણભદ્ર રાજા બંને પ્રભુની વાણી સાંભળવા બેઠા. ભગવાનની અમૃતમય વાણીને વરસાદ વરસે છે. સાંભળતા ભવ્ય જીના હૈયા હરખાય છે. દશાર્ણભદ્ર રાજા વિચાર કરે છે કે મને ઈને કહ્યું કે તારી અદ્ધિ બતાવ. તે હું એવું શું એને બતાવું? એના જેવી ઋદ્ધિ-મારી પાસે થોડી છે? બીજી ક્ષણે વિચાર થયે કે એક અપેક્ષાએ જોઉં તો મારી પાસે જે છે તે તેની પાસે નથી. ને બીજી અપેક્ષાએ એની પાસે જે છે તે મારી પાસે નથી. ભૌતિક અદ્ધિ એની પાસે છે તે આત્મિક અદ્ધિ મારી પાસે છે. દેવો અવિરતિ અને અપચ્ચખાણી હોય છે. હું જે દીક્ષા લઉં તે એ દીક્ષા લેવાને સમર્થ નથી. એ રીતે હું એનાથી ચડિયાત છું. તે તરત ઊભા થઈ ગયા ને પ્રભુની પાસે દીક્ષા લઈ લીધી. જ્યાં દીક્ષા લીધી ત્યાં તરત ઈન્દ્ર તેમના ચરણમાં પડે. અહો રાજન ! ધન્ય છે તમનેઆવ્યા હતાં દર્શન કરવા ને લઈ લીધી દીક્ષા. તમે જે કરી શકયા તે હું નહિ કરી શકું.
દશાર્ણભદ્ર રાજા, વીર વાંધા ધરી માન, પછી ઈન્દ્ર હટા, દીચો છકાય અભયદાન.