________________
શારદા સાગર
, ૪૪૧ નાખ્યા. તેમાંથી કેટલાક માણસો નીચે ઊતર્યા અને ત્રણે મિત્રોને કહ્યું કે ચાલો. અમારા વહાણુમાં બેસી જાઓ. અમે તમને તમારા ગામ પહોંચાડી દઈશું.
પહેલ વણિક કહે, કે અહીં આવું સરસ કટર અને આ ઉંબરી વૃક્ષ મૂકીને મારે તે આવું નથી. કારણ કે કદાચ વહાણ તૂટી જાય તે મરી જઈએ. બીજે વણિક કહે છે મારે આવવું છે. પણ હમણું શી ઉતાવળ છે? આ ઉંબરી વૃક્ષનાં ફળો થાય તે ખાઈને પછી આવીશ. ત્રીજે વણિક કહે કે હું મારા મહાન ઉપકારીઓ ! તમે અહીં આવ્યા તે ઘણું ઉત્તમ થયું. મારે આવવું છે ને હું તૈયાર છું. ચાલે, તમારી સાથે આવું છું. મને મારા સ્થાને પહોંચાડે. આ કટર અને ઉંબરી વૃક્ષમાં કંઈ મજા નથી.
બંધુઓ ! બેલે, તમારે નંબર આમાં કેટલા છે? તમે કયા પ્રકારના વણિક છે? આ દષ્ટાંતમાંથી આપણે તે સાર ગ્રહણ કરવાનું છે. ત્રણ વણિક એ ત્રણ પ્રકારના સંસારી જીવે છે. તે સંસાર સાગરમાં મુસાફરી કરે છે. વચમાં મનુષ્ય જન્મ રૂપી દ્વીપ પ્રાપ્ત થયેલ છે. ઘર રૂપી કટરો છે. અને ઉબરી વૃક્ષ રૂપી સ્ત્રીઓ છે. ને તેનાં ફળ રૂપી સંતાનો છે. વહાણ રૂપી સંયમ છે. તેના મુસાફરે તે સાધુ મુનિરાજે છે. તે સાધુ મુનિરાજે ત્રણ વણિકને કહે છે, કે ચાલે, અમે તમને સંસાર સમુદ્ર પાર કરાવીએ. તમે સંયમ લઈ લે. ત્યારે પહેલે વણિક કહે છે મેક્ષ કે જે છે? મારે તે આ મારું ઘર, પત્ની અને બાળકે એ મોક્ષ છે. મારે તમારા મોક્ષમાં આવવું નથી. - બીજે વણિક કહે છે, તમારી વાત સાચી છે. પણ આ અમારું ઘર કેટલું સુંદર છે! આ સોંદર્યવાન યુવાન સ્ત્રી છે ને છોકરા હજુ નાના છે. છોકરા મોટા થાય તેને પરણાવીએ ને છોકરાને ઘેર છોકરા થાય પછી સંયમ લઈને મોક્ષમાં જઈશું. હમણું કંઈ ઉતાવળ નથી. ત્યારે ત્રીજે વણિક કહે છે મારે જલદી મોક્ષમાં જવું છે. મને અત્યારે ને અત્યારે દીક્ષા આપે.
દેવાનુપ્રિયે! તમે દષ્ટાંતનો સાર સમજી ગયાને? ત્રણ વણિકમાંથી તમે કોને બુદ્ધિશાળી કહેશો? ને કોને મૂર્ખ કહેશે? પહેલ વણિક મેક્ષને માનતો નથી. એટલે તે અભવ્ય જીવ સમજ ને બીજે કહે છે કે મેક્ષમાં જવું છે પણ હજુ શી ઉતાવળ છે? એટલે તે ભારેકમી જીવ છે. જે લાંબો કાળ સંસારમાં રખડીને પછી મોક્ષે જનારે જીવ સમજે. ને ત્રીજે વણિક હળુકમી જીવ-તે જલદી મોક્ષે જનાર છવ સમજે. આ ત્રણ પ્રકારના વણિકમાંથી તમે કયા પ્રકારના વણિક છો, તેને તમે તમારી જાતે નિર્ણય કરી લેજે. આ સંસાર સાગરમાંથી ઉગારવા માટે સંતે તમને જાગૃત કરે છે કે હે ભવ્ય
છો! તમે જાગે-ને-જલદી આ અમારી સંયમની નૌકામાં બેસી જાવ. જે સંયમ ન લઈ શકે તે આજે બ્રહ્મચર્ય મહોત્સવ ઉજવાય છે તેમાં જે તમને ઉત્કૃષ્ટ ભાવ આવે તે તૈયાર થઈ જાવ, મહાન લાભનું કારણ છે. બીજે તપ મહોત્સવ પણ ચાલે છે તેમાં જોડાઈ જાવ. આ અમૂલ્ય સુવર્ણ સમય ફરીફરીને નહિ મળે.