SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ શારદા સાગર પણ જયાં જૈન ધર્મ ન હોય, વીતરાગ વચનની શ્રદ્ધા ન હોય, ત્યાં અમારે જન્મ ના થશે. દેવલોકમાં વૈભવ-વિલાસો અપાર છે. વળી દેવેનું શરીર પણ કેવું છે? તેમના શરીરમાં લેહી, માંસ, ચરબી ન હોય, બાળપણ, યુવાની, રેગ કે ઘડપણ આવે નહિ. આવા સુખમાંથી આવવું પડે ત્યારે મિથ્યાષ્ટિ દેવ પૂરે છે જ્યારે સમકિતી આનંદ પામે છે. આ છે બે દષ્ટિમાં અંતર. બંધુઓ? જ્યારે આત્મામાં સમ્યકત્વની ચિનગારી પ્રગટે છે ત્યારે તેને આત્મિક સુખને રણકાર જાગે છે. બાકી મિથ્યા દષ્ટિ આત્મા તે પૈગલિક સુખમાં સુખ માને છે. પણ ખરેખર તે સુખ વાસ્તવિક સુખ નથી પણ કાલ્પનિક સુખ છે. તેના ઉપર હું તમને ડું સમજાવું. સાંભળો. આજે સે કેઈને સુખ જોઈએ છે. દુઃખ કેઈને પસંદ નથી. તમે આટલી મોટી સંખ્યામાં મારી સામે બેઠા છે તે અહીં બેઠેલા દરેક ભાઈ-બહેનને જે હું પૂછું કે તમને બધાંને શું પસંદ છે? સુખ કે દુખતે તમે બધા એકી અવાજે બોલી ઊઠશે કે અમને સુખ ગમે છે. દુઃખ નથી ગમતું. જે તમને દુઃખ નથી ગમતું તે હું તમને પૂછું કે દુઃખને ટાળવાને અને સુખની પ્રાપ્તિ કરવા માટેને સમ્યક પ્રયત્ન કરે છે ખરા ? સુખ કયાં રહેલું છે તે તમે જાણે છે ખરા? સુખની પ્રાપ્તિ માટે સર્વ પ્રથમ આ પ્રશ્ન દરેક ને વિચારવા જેવું છે. સુખ ઇચછે છે તો તે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય તે તમે જાણે છે? તમે કહી દેશે કે અમને બે પાંચ લાખ રૂપિયાની મુડી ભેગી થઈ જાય, રહેવા માટે સુંદર મકાન, સારો એ પુત્ર પરિવાર, આંગણામાં મોટર ઊભી હોય, આજ્ઞાંકિત પત્ની હોય, સમાજમાં માન-પ્રતિષ્ઠા સારી હેય, બસ, આટલું મળી જાય એટલે અમે સુખી છીએ. સુખથી જીવન વિતાવી શકીશું એવી સંસારી જીની માન્યતા છે પણ જ્ઞાનીઓ કહે છે કે તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે. સ્વપ્નાના સુખ જેવી છે. માની લે કે કેઈએ સ્વપ્નમાં જોયું કે હું રાજા બન્યો છું, રાણીઓ મારી ખૂબ સેવા કરે છે ને મારી ખમ્મા ખમ્મા થાય છે. અનેક નેકરો, દાસદાસીઓ હજુરા હજુર રહે છે ને અનેક રાજાઓ મારા ચરણમાં શીશ ઝુકાવે છે. પણ સવારે જાગે ત્યારે શું બેલે કાંઈ હાથ? સમજે સ્વપ્નામાં જોયેલું સુખ કદી સાચું હેતું નથી. તે તે માત્ર ભ્રમણ હોય છે. જ્ઞાનીઓ કહે છે તમારી સ્થિતિ પણ તેવી છે. જેમ સ્વપ્નામાં જોયેલું સુખ જાગૃત થતાં કાલ્પનિક લાગે છે તે રીતે ભૌતિક વસ્તુઓમાં માનેલું સુખ પણ સમ્યકજ્ઞાન થતાં ખેટું છે તે વાત સમજાય છે. જેમ કેઈ માણસ ઉનાળાના દિવસોમાં રણમાં મુસાફરી કરતા હોય ત્યારે તેને દૂર દૂર પાછું દેખાય છે. તૃષાતુર માનવી તેને પાણી સમજીને આગળ ને આગળ ચાલે છે. પણ તે જેમ જેમ આગળ ચાલે છે તેમ તેમ તેને પાછું તેનાથી દૂર દૂર જતું હોય તેમ લાગે છે. માનવી આખા રણની મુસાફરી પૂરી કરી લે તે પણ તે પાણી મેળવી શકો
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy