SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૩૯૩ થયું. દેવે કેવળ જ્ઞાન મહોત્સવ ઉજવવા આવ્યા ને પ્રભુએ દેશના દીધી. તે સમયે કેઈ મનુષ્યો ત્યાં પહોંચી શક્યા નહિ. દેશનામાં એકલા દેવ હતા. તેથી એક પણ વ્રત પ્રત્યાખ્યાન થયા નહિ. પ્રભુની પ્રથમ દેશના ખાલી ગઈ. તે એક અજીરું ગણાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જગતના ખૂણે ખૂણે વિચરીને જગતના જીવને પ્રતિબંધ આપે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ઉપદેશ આપી અજ્ઞાનના અંધકાર નષ્ટ કરાવ્યા, અનેક ભવ્ય જીવેને તાર્યા. બંધુઓ ! આવા પરમ પિતા પ્રભુના જીવન વિષે આજે ઘણું કહેવાયું છે. તેમાંથી તમે કાંઈ પણ ગ્રહણ કરશે. જુગાર-બીડીસીગારેટ, દારૂ, નાટક-સિનેમા, પરસ્ત્રી ગમન આદિ જે દુર્ગણે આત્માને હાનિકારક છે તેને ત્યાગ કરજે. હવે બે દિવસ પછી સંવત્સરી મહાન પર્વ આવે છે. તે આપણને ક્ષમાને સંદેશ આપે છે. માટે વૈરઝેરને પણ ત્યાગ કરજો. પ્રભુએ કષ્ટ આપનાર પ્રત્યે પણ પ્રેમ બતાવે છે. તે આપણે તેમના સંતાન છીએ તો એકાદ ગુણ પણ અપનાવીએ તે માનવ જીવન મળ્યાની અને મહાવીર જયંતિ ઉજવ્યાની સાર્થકતા છે. સમય થઈ ગયે છે. વધુ ભાવ અવસરે કહેવાશે. ? વ્યાખ્યાન નં. ૪૬ વિષય :- “દીર્ધદષ્ટિ અને ટૂંકી દૃષ્ટિ” ભાદરવા સુદ ૩ ને રવિવાર તા. ૭-૯-૭૫. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! આજે મારે તમને બે પ્રકારની દષ્ટિ વિષે સમજાવવું છે. દષ્ટિ બે પ્રકારની છે. એક દીર્ધદષ્ટિ અને બીજી ટૂંકી દૃષ્ટિ. દીર્ધદષ્ટિવાળા જીવો પિતાના ભાવિ જીવનનો વિચાર કરે છે ને ટૂંકી દૃષ્ટિવાળા-ભવિષ્યનો વિચાર કરી શકતા નથી. દીર્ધદષ્ટિવાળા છે પિતાના પ્રાણ લેવા આવનારને દુશમન માનવાને બદલે મિત્ર માને છે. અપકારીને બદલે ઉપકારી માને છે. એ બિચારે નકામા પાપ બાંધી ભાવિના દુઃખના ડુંગરા ખરીદી રહ્યો છે. માટે દયાને પાત્ર છે એમ માનીને તેના ઉપર દયા કરે છે. ને તેની દુર્બુદ્ધિ નષ્ટ થાય ને સદબુદ્ધિ મળે તેવી ભાવના કરે છે. ટૂંકી દૃષ્ટિવાળો એક ભિખારી રાજગૃહી નગરીની ગલીએ ગલીએ ભટકતે હતે. નગરીમાં ઘણા ઉદ્ધાર શ્રીમતિ વસતા હતા. પણ આ ભિખારીના પાપકર્મના ઉદયથી કેઈને એને આપવાની બુદ્ધિ ન થઈ. રાજગૃહી નગરીમાં ભટકતા ભટકતા ત્રણ દિવસના ભૂખના કડાકા થયા. એ દિવસ આવ્યા. નગરના લોકો સારા સારા કપડા અને દાગીના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy