SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ શારદા સાગર વાતા કરીશ ? આ પ્રમાણે વિલાપ કરતાં નદીવન બેભાન થઈ જાય છે. સહુ તેમને સમજાવે છે ને ભાનમાં આવતા મહેલમાં લઈ ગયા. પણ ભાઈ વિના મહેલ શૂનકાર્ દેખાવા લાગ્યા કારણ કે રાગ રાવડાવે છે. “ભગવાન મહાવીર સ્વામીએ સંયમ લીધા પછી કર્મો સાથે યુદ્ધ ખેલ્યા,” મધુએ ! ભગવાન દીક્ષા લઈને સંચમના પંથે ચાલી નીકળ્યા. પ્રભુનુ આયુષ્ય થાતું ને કાં ઝઝા હતા. એક મજુ ૨૩ તી કરના કર્મો અને ખીજી તરફ ભગવાન મહાવીરના કર્યા હતા. અલ્પ સમયમાં ઝાઝી સાધના કરવાની હતી. એટલે કર્માની ઉદીરણા કરવા અનાર્ય દેશમાં ચાલી નીકળ્યા. તે ભવે મેાક્ષમાં જવાના હતા છતાં ક્ર કાઈને છોડે છે. એક ક્રાડ દેવા પ્રભુની સેવામાં રહેલા હતા પણ કર્મના ઉદય થાય ત્યારે દેવે! પણ હાજર રહી શકયા નથી. પ્રભુએ પેાતાના જીવનને રજેરજ ઇતિહાસ જગતની સામે રજુ કર્યા છે. પેાતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસુ રેડાવ્યુ હતુ તે! આ ભવમાં મારા કાનમાં ખીલા ભેાંકાયા. મરચીના ભવમાં મઢ કર્યા તા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થવુ પડયું. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક રાણીને તેમણે અપમાનિત કરીને ત્યાગ કરેલે તે રાણી પરિવ્રાજિકા બનેલી ને ત્યાંના નિયમ પ્રમાણે તપ આદિ કરીને આયુષ્ય પૂર્ણ કરીને વ્યંતરી દેવી થઈ હતી. નગરે નગરે ગામે ગામે પ્રભુજી વિચરીયા, શાલીશા ગામે આવે. શીવ સુખ રસીયા....નગરે નગરે.... બહાર ઉદ્યાનની માંહે પ્રભુજી કાઉસગ્ગ ધ્યાને રહે, 'ભમતી ભમતી વ્યંતરી દેવી ઉદ્યાને આવી રહે પ્રભુજીને જોતાં ક્રોધ ભરાઇ ખાએ એ ચક્કર ત્યાં....નગરે નગરે.... પ્રભુજી વિચરતાં વિચરતાં શાલીશી ગામની બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર હતાં તે સમયે આ વ્યંતરી દેવી પૂતુ વૈર યાદ કરીને ત્યાં આવી. પ્રભુને જોતાં ક્રોધે ભરાઇને પ્રભુ ઉપર શરીર કપાવે તેવા શીતળ રેતીના કણના વરસાદ વરસાવ્યે. ને ખૂબ કઠોર ઉપસર્ગો આપ્યા. જેમ ગરમી સહન ન થાય તેમ અતિ ઠંડી પણુ.સહન થતી નથી. એક તે શિયાળાના દિવસ ને ઠંડી રેતીને વરસાદ પડે. ને સુસવાટાભેર ઠંડા પવન આવે છે છતાં પ્રભુ સમતાના સાગર અંતરમાં ઠંડક સખીને સહન કરે છે. દીક્ષા લઈને સાડા બાર વર્ષને એક પખવાડિયા સુધી એકધારા ઉપસર્ગો ને પરિષહેાને સહન કર્યાં. છ છ માસી, ચામાસી, અને એમાસી તપ કરીને કર્મને ખાવ્યા. એમના ૧૨ વર્ષની તપશ્ચર્યા દરમ્યાનમાં ફકત ૩૪૯ પારણા કર્યા ને ફકત મેઘડીની નિદ્રા લીધી છે. કર્માંને ખપાવવા કેટલી સજાગદશા ! કેવા ભગીરથ પુરૂષાર્થ! છેવટે કર્મના ગજ ખળી જતાં ઋજુવાલુકા નદીના કિનારે ઉકડું આસને ધ્યાન કરવા પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy