SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ શારદા સાગર કેડે સોનૈયાને વરસાદ રાજકુમારના હાથે વરસવા લાગ્યા. વર્ધમાનકુમારના મુખ ઉપર એ આનંદ હતો કે ત્રીસ વર્ષમાં એ આનંદ કયારે જોવામાં આવ્યા ન હતા. ધામ ધામ સાહ્યબીથી ભરેલા દેવલેકમાં પણ જેને મનુષ્ય બનીને સયમ લેવાની તીવ્ર ઈચ્છા હતી તેવા વર્ધમાનકુમારને સિદ્ધાર્થ રાજાના રાજવૈભવ ફિકકા લાગ્યા અને સંયમ અંગીકાર કરવાને અમૂલ્ય સોનેરી સમય આવી ગયો, પછી તે આનંદ જ હેય ને! ભગવાનની દીક્ષામાં નગરજને, દે અને ઇન્દ્ર પણ આવ્યા હતા. વર્ધમાનકુમાર ઉઘાનમાં પહોંચી ગયા. અને એક પછી એક વચ્ચે અને આભૂષણે ઉતારવા માંડયા. તે ગમગીન બની ગયા આંખમાંથી ધારા આંસુ વહે છે. જ્યાં વર્ધમાનકુમારે મુકીમાં વાળ લીધા ત્યારે વિરા નંદીવર્ધન તથા પત્ની યશોદા બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડયા. પણ વર્ધમાનકુમારે તે લોન્ચ કર્યો. નંદીવર્ધનને ખૂબ ઉપચાર કર્યા બાદ ભાનમાં આવ્યા. દેવોએ પણ તેમને આશ્વાસન આપ્યું. પણ હવે વર્ધમાનકુમારના સામું જોવાની એમને હિંમત ન હતી. “વીર પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું - સહજનેની વચમાં ભગવાને ગંભીર અવાજે સર્વવિરતિ સામાયિક અંગીકાર કરી વર્ધમાન હવે વર્ધમાનકુમાર મટીને શ્રમણ ભગવાન મહાવીર બન્યા. દેવેએ એમને શ્રમણ ભગવાન મહાવીર નામ આપ્યું અને ઈન્દ્ર ભગવાનના ખભે દેવદુષ્ય વસ્ત્ર નાંખ્યું. હવે ભગવાન દીક્ષા લઈને આગેકૂચ કરવા કદમ ઉઠાવે છે. રાજા નંદીવર્ધન એમના ચરણોમાં મસ્તક ઝુકાવી ચેધાર આંસુએ રડે છે. જ્યાં રાજા આટલું રડતા હોય ત્યાં પ્રજાજનની તો વાત શી કરવી? બાળક યુવાન-વૃધ બધાય જાણે કોઈ સ્વજન પરકમાં ન ગયે હોય તે આઘાત અનુભવે છે. ભાનવાળાં પણ ભાન ભૂલી ગયા છે. કેઈની બુદ્ધિ કામ કરતી નથી. કર્મશત્રુઓને હંફાવવા સજજ થયેલા વર્ધમાનકુમારને જોઈને સહુ સ્તબ્ધ બની ગયા. નંદીવર્ધનનું માથું ભાઈના ચરણમાંથી ઊંચું થતું નથી. આટલા ભેગે ભોગવ્યા છતાં હજુ મને વૈરાગ્ય જાગતું નથી. ને આ મારે નાનો ભાઈ ભેગને ત્યાગ કરીને ચાલ્યો! અંતે નંદીવર્ધનને ઈ સમજાવીને ઉભા કર્યા પણ જાણે ભયંકર ગુ ન કર્યો હોય ! ભયંકર ચેરી ન કરી હોય! એવો એમને અફસેસ થવા લાગ્યા. ગદ્દગદ્દ કંઠે નંદીવર્ધન કહે છે પ્રભુ ! મેં આપને ખૂબ હેરાન કર્યો. મારા મેહ ખાતર મેં આપને બબ્બે વર્ષ સુધી સંસારમાં જકડી રાખ્યા. પ્રભુ ! મને માફ કરો પણ ભગવાન એક શબ્દ પણ બોલતા નથી. ભગવાને તે મૌન ધરી આગે કદમ ઉઠાવ્યા. નંદીવર્ધન અને પ્રજાજનોનું રૂદન બંધ થતું નથી. પણ ભગવાન કેઈના સામું જોતા નથી. આગળ ભગવાન અને પાછળ નંદીવર્ધન. ' - બંધુઓ ! આ તો તીર્થકર હતા. પણ સનકુમાર ચક્રવર્તિએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમનું અંતેઉર અને સારે એ રાજપરિવાર છ મહિના સુધી તેમની પાછળ ગુર્યો હતો. પણ સનતકુમાર ચક્રવર્તિએ પાછું વાળીને જોયું નહિ. એટલે અંતે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy