________________
થરાદો સાગર,
૩૮૯
બંધુઓ! ભગવાન મહાવીર જગતની અલૌકિક સંપત્તિ સમાન છે. પ્રભુએ જન્મ લઈને સારી એ પ્રજાને જ્ઞાનના પ્રકાશ દ્વારા અજવાળી છે. પ્રભુને જન્મ થતાંની સાથે ત્રણે લેકમાં અજવાળા પથરાયા ને દરેકના દિલમાં આનંદ આનંદ છવાયે. આ દુનિયા ઉપર રાજદુલારાને જન્મ થયો -
એક જ રાજદુલારે, દુનિયાને તારણહારે, થર્ધમાનનું નામ ધરીને, પ્રગટયો તેજ સિતારે રે.એક ' રંકેજનેના દિલમાં પ્રગટ્ય, આશા ભરેલું અજવાળું, બેલી આ દીન દુખીયાને, રહેશે ના કેઈ નોધારું....(૨) ભીડ જગતની લાગે એ સૌનો પાલનહારે રે...એક જમ્યો
પ્રભુને જન્મ થતાં દીન દુખીના દિલમાં આશાના કિરણે કુટયા કે આ જગત ઉદ્ધારક પ્રભુને જન્મ થયે. હવે કઈ દુખી નહિ રહે પ્રભુ મહાવીર ત્રીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા. માતા-પિતાના સ્વર્ગવાસ પછી પ્રભુ દીક્ષા લેવા માટે તૈયાર થયા. ત્યારે તેમના વડીલ બંધુ નંદીવર્ધનકુમારના હાથ પગ ઢીલા થઈ ગયા. બંધુઓ! તમે કહે છે ને કે અમે કેવી રીતે દીક્ષા લઈએ ? અમને રેકનાર કેટલા બધા છે. તે જુઓ, આ પ્રભુને રોકનાર કેઈ ન હતું? વર્ધમાનકુમારની દીક્ષાની વાત સાંભળી એમને એ આઘાત લાગે કે અહો! હું મા-બાપ વિનાને થઈ ગયે અને હવે ભાઈ વિનાને થઈ જઈશ. શું મારો ભાઈ મને છોડીને દીક્ષા લેશે? મોટા ભાઈના સતેષ ખાતર વર્ધમાન કુમાર બે વર્ષ સંસારમાં રોકાઈ ગયા. પણ સાધુની જેમ અલિપ્ત ભાવે સંસારમાં રહ્યા. બે વર્ષ તે જાણે પલકારામાં વહી ગયા. કારતક વદ દશમને દિવસ આવે. વૈરાગી વર્ધમાન કુમાર આ દિવસે પ્રવર્જયાના પુનિત પંથે પ્રયાણ કરવાના હતા. વીરા નંદી વર્ધનનું કાળજું કપાઈ જાય છે. વર્ધમાન કુમાર પ્રત્યે નંદી વર્ધનને જેટલો પ્રેમ હતે તેટલે પ્રજાજનોના દિલમાં પણ હતું. જ્યાં નગરમાં ઉદ્દઘોષણ થઈ કે પ્રજાના લાડીલા વર્ધમાન કુમાર આવતી કાલે અગાર મંટી અણગાર બનશે. આ સાંભળી દરેકના દિલમાં ચડો પડી ગયો. અહો ! આ સુકુમાર બાલુડો દિક્ષાના કઠીન પંથે જશે? એ કટે એનાથી કેમ વેઠાશે? ત્યારે કંઈક સમજુ માણસે બોલે છે કે “હરિને મારગ છે શૂરાને નહિ કાયરનું કામ જોને” શૂરવીરો મેદાનમાં શ વડે શત્રુઓને જીતે છે પણ આ તે ક્ષમાના શસ્તે વડે-કર્મશત્રુઓને જીતવા માટે નીકળે છે. પ્રજાજને રડવા લાગ્યા પણ જે શૂરવીર થઈને નીકળે છે તે કોઈના સામું જોતા નથી. યદા મનમાં વિચારે છે કે શું માસે નાથ ચાલે?
ભગવાન ઘર થકી બહાર નીકળ્યા - વૈરાગી વર્ધમાન કુમાર રાજવૈભવને ત્યાગ કરીને નીકળી ગયા. રત્નજડિત શિબિકામાં બેઠા. મંગલ વાજિંત્રે વાગવા લાગ્યા.