SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૩૭૫ જીવનમાં કેટલા સદૂગુણ છે, તેનું અંતર કેવું પવિત્ર છે તે કઈ તપાસતું નથી, જગતમાં જ્યાં જુઓ ત્યાં ધનવાની જય બોલાય છે. એક ભકતે પણ ગાયું છે કે – પૈસાની જગમાં જય જય, ધનપતિની જગમાં જય જય પૈસાને સે ભરે સલામ, પૈસે સૌને કરે ગુલામ, અરે વાહ રે વાહ . પૈસાની જગમાં જય જય, સૌ કઈ પૈસાને પ્યાર કરે, સૌ કાળાને જયકાર કરે, પણ પરેસવાની પૂંછને અહીં, ના કોઈ સત્કાર કરે. કાળના માન અને ધળાનાં થાયે અપમાન...અરે વાહ રે વાહ... પૈસાની પાછળ તમે પાગલ બન્યા છે. પણ વિચાર કરે. પૈસાની પાછળ તેના ગુલામ બની ગયા છે. કેઈ ગરીબ માણસ ફાટયા તૂટયા કપડાં પહેરતો હોય, કેઈ વેજાના કપડાં પહેરો હોય તો કોઈ તેની ખબર ના પૂછે. પણ એ માણસના પુણ્યને સિતારો ઝળકે ને તે વેજાને બદલે શરબતી મલમલનું ધોતિયું પહેરે, શિંગમાં જોયેલા ટેરી કોટનના પેન્ટ ને શૂટ પહેરે તે એના માન વધી જાય છે. વ્યકિત તો તે જ હતી એનું નામ પણ એ જ હતું પણ હવે સૌ કેમ બોલાવે છે? તેનું કારણ સમજયા ને? આ વ્યકિતના માન નથી પણ તેની પાસે રહેલા પૈસાનું માને છે. જૂની કહેવત છે ને કે નાણું વગરનો નાથીયો ને નાણે નાથા લાલ” પાસે નાણું ન હતું ત્યારે નાથી કહીને બોલાવતા. કેઈનું નામ ગાંડાલાલ હોય તો ગાંડી - ગાંડી કરે પણ પૈસા વધે તે નાથીયાને નાથાલાલ શેઠ ને ગાંડીયાને ગાંડાલાલ શેઠ બની જાય છે. આજે જ્યાં જુઓ ત્યાં દગાબેરી, લાંચ-રૂશ્વત ને લાલચ વધી છે. એક જમાને એ હતું કે સાધુને દવાની જરૂર પડે તે દવાની જેને દુકાન હોય તે લકે મફત દવા આપતા. સાધુને દઈ થાય તે ડોકટર જેન ન હોય તો પણ સાધુની સેવા મફત કરતા હતા. આજે પણ સેવાભાવી ડોકટરો અને દવાવાળાઓ છે ને તે તેની સેવાનો લાભ લે છે પણ તેવા બહુ ઓછા છે. આ પર્વના દિવસોની તમે એવી રીતે ઉજવણી કરો કે અન્ય ધમી ઉપર પણ છાપ પડે. શ્રીમંતાના ઘરનાં નેકરે પણ વિચાર કરે કે શેઠ આ આઠ દિવસ ખૂબ ધર્મ આરાધનામાં જોડાશે તે આપણને પણ આરામ મળશે. પણ તમે એવું ન કરતા કે આ આઠ દિવસમાં બહુ કામ નથી તે આટલી ઉઘરાણી કરી આવ પણ તેને ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા લઈ આવજે.. એ સાંભળશે તે કયારેક તે તમારા કરતાં પહેલા બૂઝી જશે. એને પણ થાય કે શેઠના પર્યુષણ જલ્દી કયારે આવે ? ડોકટરો હોય, વહેપારી હોય તો તેમણે આઠ દિવસ ગરીબોને મફત દવા કે અનાજ આપવા. એ બિચારા અંતરના આશીર્વાદ આપશે ને ફરીને પર્યુષણ પર્વની રાહ જોશે. વડોદરામાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy