SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શારદા સાગરે પીણું પીવાનું કેલઠ્ઠીંગ હાઉસ છે વીતરાગ વાણીનું શીતળ જળ પીને તમારી તૃષાને શાંત કરે. આ પર્યુષણ પર્વ અજ્ઞાનમાં આથડતા જીવોને રત્નત્રયનું નોલેજ (જ્ઞાન) પ્રાપ્ત કરવાની કેલેજ છે. મારા ભાઈઓ ને બહેન ! તમે કેલેજનું નોલેજ ઘણું પ્રાપ્ત કર્યું. પણ એ નોલેજ ભવના ફેરા નહિ ટાળે. અનંતકાળથી સંસારમાં રખડાવનાર જે કોઈ હોય તે અજ્ઞાન છે. આચારંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે “જોયંતિ ગાન અહિંયા ફુવલં જીવને અજ્ઞાન જેવું મેટામાં મોટું કોઈ દુખ નથી. જ્ઞાન જેવું કોઈ સુખ નથી ને અજ્ઞાન જેવું દુઃખ નથી. માટે આ અજ્ઞાનના અંધકાર ટાળીને જ્ઞાનને સૂર્ય પ્રગટાવવો હોય તે તમે અમારી આ આઠ દિવસની કેલેજમાં દાખલ થઈ જાવ. અહીંયા તમને રત્નત્રયનું જ્ઞાન આપવામાં આવશે. જેઓ સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી રન્નેને પામી જાય છે તેને સંસાર લિમિટમાં આવી જાય છે. તે જીવ જઘન્ય ત્રીજે ભવે ને ઉત્કૃષ્ટ પંદર ભવે મેક્ષમાં જાય છે. કદાચ પંદર ભવે મોક્ષમાં ન જાય તે અર્ધ પુદ્ગવ પરાવર્તનથી વધુ સંસારમાં તે જીવ ભમતું નથી. તે નિઃશંક વાત છે આ પર્યુષણ પર્વ ભવરોગને નાબૂદ કરવાની ડીસ્પેન્સરી છે. કેઈને પેટમાં એપેન્ડીસ હોય, પેટમાં ગાંઠ હોય અગર હાડકું સડી ગયું હોય તે તેનું ઓપરેશન કરાવીને તમે કઢાવી નાંખે છે. જે શેડો પણ સડે હશે તો ભવિષ્યમાં વધુ નુકશાન કરશે એમ સમજીને વહેલી તકે તમે ડાકટર પાસે જઈને જલ્દી ઓપરેશન કરાવવા માટે હોસ્પિતાલમાં દાખલ થઈ જાવ છો. ડોકટરો ઓપરેશન કરીને ચાર્જ લે છે પણ અમારા વીતરાગના સંત શ્રી ઓફ ચાર્જમાં ઓપરેશન કરે છે. તે આઠ દિવસ માટે છે. ઘણી વખત ગવર્મેન્ટ સરકાર બહારથી મોટા મોટા સર્જન ડોકટર બોલાવીને આઠ દશ દિવસ માટે યજ્ઞ ખેલે છે ને ઘણું દદીઓ તેને લાભ લઈને પોતાને રેગ નાબૂદ કરે છે. ત્યારે અમારા ભગવંતે પણ ભવરેગ નાબૂદ કરવા માટે આ હેસ્પિતાલ ખેલી છે ને સંતરૂપી ડોકટર મોકલ્યા છે. આ કઈ પ્રાયવેટ હોસ્પિતાલ નથી. જનરલ છે. જેને દાખલ થવું હોય તે થઈ જાવ. દાન -શિયળ - તપ અને ભાવનાની ઔષધિ લઈને ભવરોગ નાબૂદ કરે. બંધુઓ ! આ પર્વ આત્માને પવિત્ર બનાવવાને સંદેશ આપે છે. તે તમે પરિગ્રહની મમતા છોડે. બને તેટલી સ્વધસીની અને દીન દુખીની સેવા કરે. આજે તે સ્વધર્મી અને દુરબીની સેવા કરવાની ભૂલી ગયા છે. જ્યાં જુઓ ત્યાં પૈસાની પૂજા થાય છે. જેટલું પૈસાનું મહત્વ છે તેટલું આત્માના ગુણોનું મહત્વ નથી. પૈસના પૂજારીઓ! એ પિસો તમને પાપના પિોટલા બંધાવીને દુર્ગતિમાં ધકેલી દે છે તે જીવને ક્યાં સમજાય છે? પૈસો વધે ને સાથે પાપ પણ વધ્યું છે. દુનિયામાં ભ્રષ્ટાચાર વધે છે. આજે મેં પૈસા હોય તેને માન આપે છે. પણ કર્મના ઉદયથી જે બિચારે ગરીબ છે પણ એના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy