SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ શારદા સાગર શાંત છે. એને વળી આગ કેવી? બીજી વખત માણસે આવીને તેને સમાચાર આપ્યા કે તમારા ખજાના લૂંટાઈ ગયા છે. રાજાએ ફરીવાર ઉત્તર આપ્યું કે મારા અંદરના ખજાના સલામત ને ધનથી ભરપૂર છે. ત્રીજીવાર માણસે કહ્યું કે ઉઠે! શત્રુઓ ચઢી આવ્યા છે. રાજાએ ઠંડે કલેજે કહ્યું હું તે અજાત શત્રુ છું. મારે કઈ દુશ્મન નથી. તે મારા ઉપર ચઢાઈ કેણ કરવાને છે? આ રીતે રાજા કેઈનાથી પણ ચલિત થયા નહિ. કારણ કે તે સાચી શ્રદ્ધા રૂપી ધર્મના બગીચામાં બેઠેલા હતા. પેલા ડગાવવા આવનાર છેવટે થાક્યા પણ રાજાને ચલિત કરી શકયા નહિ. આવી રીતે આપણું ભગવાન મહાવીર સ્વામીને તેમના ધ્યાનથી ચલાયમાન કરવા ઘણું દૈવિક, તથા માનષિક ઉપસર્ગો આવેલા પણ તેઓ પોતાની સાધનામાં અડગ રહ્યા. એમણે શત્રુને મિત્ર માન્યા ને વૈરીને વહાલા ગણ્યા. સદાય ક્ષમા ગુણમાં રમણતા કરી. વીતરાગ માર્ગ રૂપી ધર્મના બગીચામાં સદાય શાંતિ હોય છે. કોઈ તમારું બગાડવા આવે તે બગાડી શકે નહિ એવું ત્યાં વાતાવરણ હોય છે. જે તમારા પુણ્યને સિતારે ઝગમગતે હેયતે તમારા વાળ વાંકે કરવાની કોઈનામાં તાકાત નથી. અહીં એક ખેડૂતનું દૃષ્ટાંત યાદ આવે છે. એક ખેડૂત એક વખત ખેતરમાં જ હતું. ત્યારે એક કેશીને રસ્તામાં પડેલી જોઈ. ખેડૂત સ્વભાવથી ખૂબ દયાળુ ને સેવાભાવી હતી. એણે ડોશીને બેઠા કર્યા, પાણી પીવડાવ્યું ને તેમની સેવા કરી. આ ડેશીમાને શાંતી વળી એટલે બેઠા થયા ને ખેડૂત ઉપર પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. દિકરા ! તું તે મારા દીકરાથી પણ ચઢી ગયે. તે મારી ખૂબ સેવા કરી છે તે લે આ મારી વીંટીમાં એવું જાદુ છે કે એને પહેરીને જે ઈચછા કરીશ તે એક વાર તને મળી જશે. આ ગરીબ ખેડૂત તે રાજી રાજી થઈ ગયે. ને ઘેર જઈને તેની પત્નીને બધી વાત કરી. તેની બાજુમાં એક સોનીનું ઘર હતું. એ સની આ વાત સાંભળી ગયે. દિવાલે કાન દઈને સાંભળતા સોનીના મનમાં થયું કે આવી વીંટી સારી. હું કઈ પણ રીતે આ વીંટી પડાવી લઉં તે ન્યાલ થઈ જઈશ. એણે ધીમે ધીમે ખેડૂત સાથે સબંધ. વધાર્યો. તેને ઘેર જાય, બેસે - ઉઠે. એમ કરતા વાતવાતમાં વીંટીની વાત ઉપાડી, ખેડૂતે એને ભેળા ભાવે વીંટી બતાવી. સોનીએ સરસ પેઈને પોલીસ કરી આપવાના બહાને વીંટી લઈ લીધી ને તેના બદલે બેટી વીંટી પટેલને આપી દીધી. બંધુઓ ! માણસ માને કે હું આનું પડાવીને સુખી થઈ જાઉં પણ એમ બનતું નથી જેનું પુણ્ય હોય તેને બદલો મળે છે. બીજાનું બગાડવા જતાં પહેલા પિતાનું બગડે છે. પણ જે પુણ્ય ખલાસ થયું હોય તે વાત જુદી છે. તે એને કેઈ અટકાવી શકતું નથી. આ પટેલનું પુણ્ય પ્રકાશતું હતું. જેમ કટાઈ ગયેલા વાસણને આંબલી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy