SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર છેવટે ચાથે દિવસે જનક વિદેહીએ શુકદેવજીને મહેલમાં ખેલાવ્યા. અંદર જઈને તેમણે જોયુ તે જનક શજા સેનાના રત્નજડિત સિંહાસન ઉપર બેઠા હતા ને તેમની સાંદવાન યુવાન રાણીએ તેમની ચારે બાજુ ઘેરાઈ વળી હતી. કાઇ નૃત્ય કરતી હતી. કાઇ પંખા વી ંઝતી હતી. તે કાઇ પગ ઢાખતી હતી. આ ઉપરથી જોનારને તા એમ લાગે કે રાજા ભાગવિલાસમાં આસકત છે. આ બધુ જોઈને ‘શુકદેવજીને મનમાં જનકવિદેહી પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઇ. ને મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા પિતાજીએ મને અહીં ભેાગ વિલાસના ભવનમાં કયાં મેાકા ? જો આ જનકવિદેહી આત્મજ્ઞાની હાય તા આવા લેગ વિલાસમાં કેમ રહી શકે? મારા પિતા કેવા ભેાળા છે કે આ ભાગ વિલાસમાં રહેવા છતાં એને જ્ઞાની માને છે! શુકદેવજીના મનના ભાવ એના સુખ ઉપર તરી વળ્યા. ચહેરા એ મસ્તક અને હૃદયનું પ્રતિષ્મિ છે. જનક વિદેહી શુકદેવજીના મનના ભાવ તેનું મુખ જોઇને સમજી ગયા. એટલે તેની શંકા દૂર કરવા અને સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે કંઈક કહેવા જતા હતા ત્યાં રાજાના માણસેાએ દોડતા આવીને સમાચાર આપ્યા કે મહારાજા! આપણી નગરીમાં ભયંકર આગ લાગી છે ક્દાચ તે રાજમહેલ સુધી પણ પ`ોંચી જશે. આ વાત શુકદેવજીએ જ્યાં સાંભળી ત્યાં તેને વિચાર આવ્યા કે મારું કમંડળ અને દંડ તેા મેં બહાર મૂક્યા છે. કદાચ એ મળી જશે તે? એમ વિચાર કરીને બહાર લેવા જાય છે ત્યાં શુકદેવના કાને શબ્દો પયા. अनन्तश्चास्ति मे वित्तं मन्ये नास्ति हि किंचन । मिथिलायां प्रदग्धायां न मे दह्यति किञ्चन ॥ ૩૪૭ મારુ' આત્મિક ધન અનત છે. તેના અંત કાપ થઇ શકતા નથી. આ મિથિલા નગરી ખળતાં મારું કંઈ મળતું નથી. રાજા જનકના આ વચન સાંભળીને શુકદેવજીને મેષ થઈ ગયા કે ખરેખર, જનક વિદેહી સાચા જ્ઞાની છે. એ સંસારમાં રહે છે છતાં સંસારિક પદાર્થો પ્રત્યે બિલકુલ અનાસકત ભાવથી રહે છે. આવા જ્ઞાની માક્ષની પ્રાપ્તિ કરી શકે છે. શુકદેવજીના દિલમાં થઇ ગયું કે જે રાજા પેાતાની નગરી ખળી જવા છતાં પણ વ્યગ્ર ન થયા ત્યારે હું... તે દંડ અને કમંડળ મળી જશે એ વિચારથી લેવા દોડયે મને જેટલી આસકિત છે તેટલી પણ એમને નથી. હવે જનક વિદેહીને ઉપદેશ દેવાની જરૂર ન હતી. આપ મેળે આત્મજ્ઞાન થઇ ગયું જ્યાં સુધી સાચું અને સત્ય ના ઓળખાય ત્યાં સુધી જીવ પરને સ્વ માને છે પણ સમજણુ આવે ત્યારે પળવારમાં સ્વમાં ટકી જાય છે. પછી ગમે તેવી કસેાટી આવે છતાં શ્રદ્ધાથી ડગતા નથી. ધર્મ રૂપી બગીચામાં એક રાજા બેઠા હતા. ત્યારે એમને ધ્યાનમાંથી ચલિત કરવા એક માણસ આબ્યા, ને એમને કહેવા લાગ્યા કે તમારી નગરીમાં આગ લાગી છે. ત્યારે રાજાએ તેને જવાબ અપ્યા કે મારી નગરી તે અંદર છે ને એ તે શીતળ ને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy