SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ - શારદા સાગર રહી. ને એક નાનકડું ભાંગ્યું તૂટયું માટીનું ઘર રહ્યું. ખાવાના સાંસા પડયા. ખૂબ કફેડી સ્થિતિ આવી ગઈ. ત્યારે એણે વિચાર કર્યો કે શેઠને ત્યાં જમીન ગીરે મૂકી દઉં તે પૈસા મળે ને ખાવા ભેગા થઈએ. એના મનમાં ઘણે પશ્ચાતાપ થયે કે આ જુગાર ન રમ્ય હેત તે મારી આ દશા ન થાત. એક વખત કેવું સુખ ને વૈભવ ભગવતે હતે ને અત્યારે મારી કેવી સ્થિતિ થઈ?? જુગાર! તારા પાપે મારી આ દશા થઈને? જ્યારે ખૂબ સંકડામણમાં આવ્યું ત્યારે પાંચ વિઘા જમીન પેલા શેઠને ત્યાં ગીરે મૂકીને પૈસા લાવ્યું ને તેમાંથી ખાવા લાગ્યા. પણ પેલે વણિક એ નિડુર હતો કે લેહી ચૂસ્યા વ્યાજ લેવા લાગ્યા. આજે માણસ વ્યાજમાં ડૂલી જાય છે. - શેઠનું વ્યાજ ભરવામાં એની પાંચ વીથી જમીન પણ સાફ થઈ ગઈ, હવે તે જુવારના રોટલાના પણ સાંસા પડવા લાગ્યા. બેહાલ સ્થિતિ થઈ ગઈ. એને હાયકારે લાગે કે હવે શું કરીશ? છેવટે એ શેઠને ઘેર નોકરી કરવા લાગ્યું. શેઠ ખૂબ મિજાજી હતો. ખૂબ પાવરથી તેની પાસેથી કામ લેતે. આ ગરાસીયાની જાત ખૂબ સ્વાભિમાન હેય. કદી કોઈને નમે નહિ ને કેઈના છણકા પણ સાંભળે નહિ. આ તે દુઃખને માર્યો ઘણું કામ કરે છે. નમ્રતાથી રહે છે. અંદરથી ઘણું દુઃખ થાય છે કે આ જુગાર ન રમે હોત તો મારે ન કરવાની નેકરી તે કરવી પડત નહિને? કયારેક આંખમાંથી રબાર જેવડા આંસુ પડી જતા. એક દિવસ એના માટે એ ગોઝારો ઉગ્યું કે તેને વ્યવહારમાં પૈસાની જરૂર પડી એટલે શેઠની પાસે જઈને કહ્યું કે બાપુ! આજે મારે પિસાની જરૂર છે. મને ૧૧) રૂા. આપો પછી હું વધારે મજુરી કરીને તમને આપી દઈશ. આ વખતે શેઠ એવા વેણુ-કણ કાઢયા કે પેલે દરબાર ઉભે બળી ગયે. વેણુ કવેણ શું કરે છે? –ભગવાન કહે છે તને બેલતા આવડે તે મીડી વાણી બોલજે ને લતાં ન આવડે તે મંગા રહેજે પણ કેઈનું કાળજું બળી જાય તેવા વેણ કાઢશે નહિ. તમારી પાસે પૈસા હોય તે યથાશક્તિ દેજે. ન હોય તે ન આપશો. કદાચ તમારી શક્તિ છે પણ હેચેથી પરિગ્રહની મમતા છૂટતી નથી તે એ દુખીને મીઠા શબ્દોથી આશ્વાસન તે જરૂર આપજે. મધુર વચન હૈ ઔષધિ, કટુ વચન હૈ તીર, સવન દ્વાર વે સંચરે, સાલે સકલ શરીર, મીઠી વાણી ઐાષધિનું કામ કરે છે. કેઈનું દુઃખ આપણે મટાડી ન શકીએ પણ એને મીઠા શબ્દથી કહીએ કે ભાઈ! દુઃખ તે સામે આવે છે. આ તે પુણ્ય પાપના ખેલ છે. શા માટે ગભરાય છે? સદા સરખા દિવસો જતા નથી. કાલે તારા ખના દિવસે ચાલ્યા જશે. તે એને કેટલી શાંતિ વળે છે. સજજન માણસ આવી મીઠી વાણી ઉચ્ચારે છે ને દુર્જન તીર જેવા વચન બોલે છે. એના બોલવાથી દુઃખીના દુખમાં વધારે થાય છે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy