SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૩૧૯ આપવા આવનાર વનપાલકને ખૂબ ધન આપ્યું. એની જિંદગીનું દરિદ્ર ટળી ગયું, જેના ઉપર ત્રણ ખંડને અધિપતિ રીઝે તેને શું બાકી રહે? દેશપતિ જબ રીઝત હૈ, તબ દેત ગામ કરતે નિહાલી, ગામપતિ જબ રીઝત છે, તબ દેત ખેત કે વાડી, ખેતપતિ જબ રીત હૈ, તબ દેત ધાન પાલી દે પાલી, બનીયાભાઈ જબ રીઝત હૈ, તબ દેત તાલી દે તાલી. • દેશને માલિક જે ખુશ થાય તે ગામના ગામ આપી દે, ગામનો માલિક રીઝે તે વીઘા બે વીઘા જમીન આપી દે ખેડૂત રીઝે તે પાલી બે પાલી અનાજ આપી દે પણ તમે રીઝે તો? (હસાહસ). વાણીયાભાઈ જે રીઝે તાળી પાડીને હસીને બધું પતાવી દે, બંધુઓ ! તમારા માટે આ કેવું કલંક છે ! મારા વાલકેશ્વરના શ્રાવકે ! તમે એવા તે નથી ને? સમય આવે ત્યારે ખબર પડે કે તમે કેવા છે? તમારા દીકરાને નાને બાબો ખબર લઈને આવે કે દાદા-દાદા ! ઉપાશ્રયમાં ઘણા બધા મહાસતીજીએ પધાર્યા છે. તો તમે પેલા બાબાને બરડે થાબડીને કહેશે કે બેટા! તું બહુ સારા સમાચાર લા. બીજે છોકરે આવીને કહે છે ભાભીને બાબો આવ્યો. તો તરત ખિસ્સામાં હાથ નાંખશે ને પાંચ કે દશની નોટ એને આપી દેશે. ને સંતની વધામણીમાં બરડે થાબડીને પતાવી દીધું. બોલો, તમને તેનું મહત્ત્વ વધારે છે? સંતની વધામણું લઈને નાના બાળકે આવે તે વધુ નહિ પણ એક પાવલી આપશે તો ખુશ થઈ જશે ને ફરી ફરીને ઉપાશ્રયે મહાસતીજી આવ્યા ? તે જેવા જવાનું મન થશે. આમ કરતાં તે કઈક દિવસ ધર્મ પામી જશે. કૃષ્ણ વાસુદેવે પ્રભુના આગમનની વધામણી સાંભળીને વનપાલકને પુષ્કળ દ્રવ્ય આપ્યું. ભગવાન કે ભગવાનના સંતેનું જ્યાં નામ પડે ત્યાં તેમના મનનો મોરલો નાચી ઉઠતે હતે. જેઓ ધર્મના કામ કરીને જીવનમાં કંઈક સાધના કરી ગયા છે તેમને દુનિયા આજે યાદ કરે છે ને જે પાપ કરીને ગયા છે તેમને કોઈ યાદ પણ કરતું નથી. જુઓ, કૃષ્ણ અને કંસ એક જ રાશીના હતા ને? છતાં આજે કૃષ્ણની જન્મજયંતિ દુનિયાભરમાં ઉજવાશે પણ કંસની જયંતિ કોઈ ઉજવે છે? રામને સૌ યાદ કરે છે પણ રાવણને કોઈ યાદ કરે છે? ઘણું ભાઈઓનું નામ કૃષ્ણ-રામ વિગેરે હોય છે પણ કોઈએ સવણ કે કંસ નામ પાડયું છે? અરે, આજે તે પશુપક્ષીમાંથી ને વન સ્પતિમાંથી નામ પાડે છે. ઘણી બહેનનું નામ કોકીલાબહેન, મેનાબહેન હોય છે. ઘણાંનું નામ દૂધીબહેન, નારંગીબહેન હોય છે. અમે મહારાષ્ટ્રમાં ગયેલા ત્યાં ઘણી બહેનનું નામ બદામબહેન, પતાસીબહેન હોય છે. હીરાલાલ માણેકલાલ, પન્નાલાલ વિગેરે પથ્થરમાંથી પણ નામ પાડ્યા. કચરાભાઈ, પુંજાભાઈ, પુંજીબહેન આદિ કચરામાંથી નામ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy