SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ** રૂચી ના હાય. તેને આત્મતત્વની રૂચી હૈાય. જેને જે ગમે છે તેમાં તેને કષ્ટ લાગતુ નથી. સંયમીને સંયમમાં આન આવે ને તમને પૈસા કમાવામાં આન આવે છે. એક છોકરી એના નાનકડા ભાઈને લઈને ડુંગર ચઢી રહી છે. તેને કોઇ સાધુ પૂછે છે બહેન તમને ભાર નથી લાગતા? ત્યારે છોકરી કહે છે મહારાજ! એ તે મારા વહાલા ભાઈ છે. ભાઈના ભાર લાગે? છોકરીને પેાતાના ભાઈના ભાર નથી લાગતા પણ જો ખીજા ફાઈના છોકરા ઊંચકવા પડે તે લાગે કે ન લાગે ? ‘લાગે,’ કારણ કે ભાઈ પ્રત્યે રાગ છે ને ખીજા પ્રત્યે દ્વેષ છે. આ રાગ-દ્વેષ સંસારવક છે પણ જેમાં લગની છે, જેના પ્રત્યે જીવને રાગ છે ત્યાં દુઃખ દેખાતુ નથી. જ્યારે પ્રભુ પ્રત્યેની લગની લાગશે ત્યારે ભગવાનના ભણકારા વાગશે. ૩૧૮ લગની લાગી છે કે અગની જાગી છે તારા મિલનની પ્રભુ... પલેપલ અખ્યા કરું તને કે લગની લાગી છે કે અગની જાગી છેઘેલું લાગ્યું' મુજને કે કયારે તુજને ભેટું, તારા પાવન ખાળે મીઠી નીંદરમાં લેવુ, સમણામાં રાજ (૨) હું નીરખ્યા કરું તને કે લગની લાગી છે... આવી જયારે જીવને લગની લાગશે ત્યારે સંસારનું એક પણ કાર્ય જીવને યાદ નહિ આવે. બસ–પ્રભુનું રટણ થશે ને પ્રભુમય તમે બની જશે. જુઓ, આજે કૃષ્ણની જયંતિના દિવસ છે. જુએ, આ ઘાટીઓને કેવી લગની લાગી છે! કૃષ્ણના નામ પાછળ પાગર્ટી મનીને કૂદાકૂદ કરે છે. કૃષ્ણે દહીંની ગારસી ાડીને કહીં ખાધુ હતુ એટલે તે પણ આજે માટલી ફાડે છે. તેમાં પેાતે ક્યાં ઊભા છે તેનુ પણ તેમને ભાન નથી. ગેાકળીયા પાછળ ગાંડા બન્યા છે. અન્ય દનમાં કૃષ્ણને લીલાથી માને છે. જૈન દર્શન કૃષ્ણને જુદી રીતે માને છે. ખીજા લેાકેા કુષ્ણના નામે આવા ખાટા ધાંધલ અને ધમાલ કરે છે. તેનુ કારણ તેમનામાં જ્ઞાનના અભાવ છે. આપણી માન્યતા પ્રમાણે તા કૃષ્ણ વાસુદેવ કેવા મહાન પવિત્ર અને ક્ષાયક સમતિ પામેલા હતા. જ્યાં ધર્મની વાત આવે ત્યાં તેમનું હૈયુ નાચી ઉઠતું હતુ. એક વખત તેમનાથ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા પૃથ્વીતલને પાવન કરતા દ્વારકા નગરીમાં પધાર્યાં. વનપાલકે આવીને વધામણી આપી કે જેમના દર્શનથી પાપી પુનિત બની જાય છે. ભવની ભાવટ ભાગે છે ને દરદ્ર દૂર ટળી જાય છે તેવા તેમનાથ ભગવાન ઉદ્યાનમાં પધાર્યા છે. આ સમાચાર સાંભળતાની સાથે ત્રણ ખંડના અધિપતિ સિંહાસનેથી ઉભા થઈ ગયા. ને પૂર્વ-ઉત્તર દિશાની વચમાં ઈશાન ખૂણા તરફ મુખ રાખીને તિષ્ણુત્તાના પાઠ ભણીને વ ંદન કરે છે. હજુ તેા દર્શન કરવા ગયા પણ નથી તે પહેલા આટલે! બધા આન છે. તે ભગવાનની સમક્ષ જઇને વંદન કર્યાં હશે ત્યારે કેટલે આનંદ થયેા હશે? પ્રભુને વંદન કર્યા પછી વધામણી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy