SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૯૯ પાણી લઈ નવકારમંત્રનું સ્મરણ કરી છેકરા ઉપર છાંટયું. તરત ઝેર ઉતરી ગયું ને છોકરો બેઠે થઈ ગયો. એને બાપ આશ્ચર્ય પામી ગયે. કે ચમત્કારી આનો મંત્ર છે. એને પિતાને પણ સર્પના કરડે ને મારા છોકરાનું ઝેર પણ ઉતારી નાંખ્યું! એથી વિશેષ વાત તે એ છે કે મારા ઉપર એને જરા પણ કેધ ના આવ્યું. અંતરમાં વૈરની ગાંઠ ન રાખી. બદલે ન લીધે ને મારા છોકરાને સાજો કરી દીધું. તરત એ મંત્રનું સ્મરણ કરનાર મુસ્લિમના પગમાં પડે. ને તેને આભાર માનવા લાગ્યો. નવકારમંત્રના પ્રભાવના આવાં તે ઘણાં ય દાખલા બનેલા છે. કોઈપણ જાતની આકાંક્ષા વગર આત્મકલ્યાણના હેતુથી શ્રદ્ધાપૂર્વક મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ ને સાથે સાથે પિતાના રાગ-દ્વેષ-ઈષ્ય અને અભિમાને દબાવવા જોઈએ. તે અહીં આવો પ્રભાવ પડે ને પરલોકમાં સદ્દગતિ મળે. અહીં ઘેર જંગલમાં વાઘ વરુ અને સિંહની ભયંકર ગર્જનાઓ સંભળાય છે. તેવી સ્થિતિમાં વસંતમાલા અને અંજનાએ આવા મહાપ્રભાવશાળી મંત્રનું શ્રદ્ધાપૂર્વક આખી રાત સ્મરણ કર્યું. તેના પ્રભાવે પશુઓ તેમને કંઈ કરી શક્યા નહિ. આખી રાત પસાર થઈ ગઈ. હવે સવાર પડતાં અંજના અને વસંતમાલા મહેન્દ્રપુરમાં જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૩૬ વિષય – જ્ઞાન એ ચક્ષુ છે. શ્રાવણ સુદ ૭ ને ગુરૂવાર તા. ૨૮-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત જ્ઞાની ભગવતે ફરમાવે છે કે અનંતકાળથી જીવને ચતુર્ગતિ રૂપ સંસારમાં ભમાવનાર હોય તે અજ્ઞાન છે. - “અજ્ઞાનં વરુ કષ્ટ, શોધવો સર્વ વચઃ | ___ अर्थ हितमहितं वा, न वेत्ति येनावृत्तो लोकः॥" જ્યાં સુધી આત્મા અજ્ઞાનના અંધકારથી અવરાયેલું હોય છે ત્યાં સુધી તે સાચા દુશ્મનોને પણ ઓળખી શકતે નથી. શત્રુમાં મિત્રનો આભાસ થઈ જાય છે. આત્માને એકાંત અહિતકારી એવા જડ પદાર્થો જીવને સુખના સાધન રૂપ દેખાય છે. અને આપણને જન્મ-મરણ - રેગ-શોક આદિને કારમે ફાંસે દેનાર એ શત્રુઓને આપણે પીછાણી શકતા નથી. આજે દુનિયામાં જે તોફાને યુધ્ધ, ધનને નાશ, ગરીબાઈ, અકાળ મૃત્યુ, આબરૂનું લીલામ, તિરસ્કાર, અનાદર વિગેરે થઈ રહ્યા છે તેનું મૂળ કારણ અજ્ઞાન છે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy