SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શારદા સાગર કેવી રીતે કરી શકે? એ એવા શ્રાવક ન હતા કે અહીં કર્મની વાતમાં ધર્મની વાત શા માટે? માત્ર એના લાભ અને અભિમાનના કારણે લડવા આવ્યા પણ તત્ત્વને ઇન્કાર કરતા નથી. એટલે યુદ્ધભૂમિ ઉપર અને તેટલા જીવ સહાર આછા થાય તેથી તે વાતને તેણે સ્વીકાર કર્યો, આવા કપરા પ્રસંગેામાં સમકિતીની પરીક્ષા થાય છે. વહેવારની વાતમાં કોઈ કહે કે ભાઈ ! ધર્મને માથે રાખીને વાત કરજો. તે સમકિતી એમ ન કહે કે એસેા ને હવે પાપના કામમાં વળી ધર્મ કેવા ? ધર્મ તેા ધસ્થાનકમાં છે. એવું ન ખાલે. સમકિતીને મન ધર્મ એ સાચું ધન ને સાચા પ્રાણ છે. કદાચ લાભ કે પ્રમાદને વશ થઇને ધર્મનું આચરણુ ઓછુ કરી શકે પણ ધર્મની શ્રદ્ધા મજબૂત રાખે, સમકિત પામેલી શ્રાવિકા રસાઇ આદિ સૌંસારના કામ પણ જતનાપૂર્વક કરે. દેવાનુપ્રિયે ! વાલી અને શવણુ અને જીવા સમકિત પામેલા હતા એટલે એક ખીજાની વાત મંજુર કરી. એ અને સામાસામી લડવા લાગ્યા. લડતાં લડતાં રાવણના બધા શસ્રો ખલાસ થઈ ગયા. હવે તેની પાસે એક ચદ્રહાસ ખડ્ગ રહ્યું છે. રાવણે માન્યું કે વાલી પાસે આવું શસ્ત્ર નથી માટે એને અજમાશ કરું તે! મારી જીત થશે. એ ખડ્ગ ઉપાડી વાલીની સામે દાયેા. વાલી પણ જેવા તેવા ન હતા. મહાન શૂરવીર હતા. વાલીએ રાવણને નજીક આવતાંની સાથે એક હાથે એના તલવારવાળા હાથ પકડી લીધે!. ને ખીજા હાથે તેને આખા ઊંચકી લીધો. પોતે ખૂબ ખળવાન હતેા. રાવણને ઉંચકી જબુદ્વીપને ફરતા ચકકર લગાવી પાછા યુદ્ધભૂમિ ઉપર લાવીને મૂકી દીધા. હવે રાવણુની તાકાત છે કે તેની સામે માથું ઊંચું કરી શકે! ત્યાં રાવણુનું અભિમાન એસરી ગયું. વાલીની માફી માંગવા લાગ્યા. તેના દિલમાં થયું કે અહા! વાલીનું આટલું બધુ મળ છે? એના મળને વિચાર કર્યા વિના હું લડવા આવ્યા તે મેટી મૂર્ખાઈ કરી. રાવણનું અભિમાન ઘવાયુ' તેના ચમકારે લાગ્યા પણ એ એના અંતરના ઉઘાડના ચમકારા નહાતા. ત્યારે વાલીને અંતરના ઉઘાડના ચમકારા થાય છે. એના અંતરમાં વૈરાગ્યના કિરણેા ફૂટી નીકળ્યા એટલે એણે રાવણને કહ્યું હે રાવણુ! તુ શસ્ત્ર, ખળ અને ચંદ્રહાસ ખડ્ગના અનન્ય પુણ્ય પર વિશ્વાસે તણાયા કે વાલીને હું એનાથી જીતી લઈશ. પણ એ પુણ્યે તને ઢગેા દીધા, તારા વિશ્વાસ ભાંગ્યા, તારા વિશ્વાસઘાત કર્યો માટે એવા ઢગારા પુણ્યના ભરામે ચાલવા કરતા ન્યાય માર્ગે ચાલવું શ્રેષ્ઠ છે. હું તને શું શિખામણ આપુ? તારા આ પ્રસંગથી મને લાગી આવ્યુ છે કે હું પુણ્ય શુ આવા દગા કરે છે? તે હું પોતે કેમ આ ખળ, સંપત્તિ, અને આયુષ્યના પુણ્યના વિશ્વાસે તણાઇ રહ્યો છું. એ ખળ સંપત્તિ આદિ થાડા અમર રહેવાના છે? તે કયારેક એ મને દગા ઇ મારુ ઉમદા જીવન ખતમ કરશે. ત્યારે પછી આત્માની સાધના ક્યાં કરવાની માટે હવે એના ભરેસે ન રહેતાં મારે મારા આત્માનું હિત સાધી લેવું જોઇએ. એમ મને સમજાઈ ગયું છે. એટલે હવે હું સંસાર છે।ડીને દીક્ષા લઇશ અને અહીં આ મારા ભાઈ સુગ્રીવ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy