SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૯૧ છતાં હું અનાથ કેવી રીતે? આ અનાથ શબ્દથી રાજા શ્રેણીકના દિલમાં ચમકારો થયો. રાજા માટે અનાથ શબ્દ ભારે હતે. કેઈ સામાન્ય માણસને પણ કેઈ અનાથ કહે તો તેને દુઃખ થાય છે. ત્યારે મગધ દેશના અધિપતિ રાજા શ્રેણીકને મુનિએ અનાથ કા એને આ શબ્દ કે ભારે લાગે? અહીં અનાથી મુનિ રાજાને અનાથ કહે છે તે વાત પણ ખોટી નથી. અને રાજા એની રીતે પોતાને સનાથ માને છે. ને મુનિ તેને અનાથ કહે તેથી દુખ થાય એ પણ હકીકત છે. પણ બંનેની દ્રષ્ટિમાં ભિન્નતા છે. રાજાની દૃષ્ટિ લૌકિક છે ને મુનિની દૃષ્ટિ અલૌકિક છે. દુનિયા જેને સુખી માને છે તેને મુનિ દુઃખી માને છે, જ્યાં સુધી જીવને સાચી અનાથતા ને સનાથતાને ખ્યાલ નથી ત્યાં સુધી તેની દષ્ટિ પર તરફ છે. પરથી સુખ મળે છે એ માન્યતા ભૂલભરેલી છે. બંધુઓ ! જ્યાં સુધી જીવને પિતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી અહંભાવમાં આથડે છે. જ્યાં દષ્ટિ સવળી થઈ ત્યાં “અહં” ને “મમ’ બધું ચાલ્યું જાય છે. અત્યારે રાજા શ્રેણીકની દ્રષ્ટિ પર તરફ છે. એટલે એના મનમાં મુનિને શબ્દ ચૂંટાયા કરે છે કે હું મોટો રાજા ને એ મને અનાથ કેમ કહે? આ એના અંતરમાં ચમકારો થયે. આ ચમકારો જે આત્મા માટે થાય તે જીવ આશ્રવના સ્થાનમાં પણ સંવર કરે છે. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે જે માસવા તે પરિવા, પરિસવા તે માસવા . સમજણના ઘરમાં આવેલે જીવ આશવના સ્થાનમાં બેસીને પણ સંવરની ક્રિયા કરે છે ને અજ્ઞાની જીવ સંવરના સ્થાનમાં આવીને પણ કર્મ બાંધે છે. રામાયણને એક પ્રસંગ છે. વાલી ઉપર રાવણ પિતાની સત્તા ચલાવવા ગયે. તેણે કહ્યું કે મારી આજ્ઞાને આધીન થઈ જા. વાલીએ કહી દીધું કે આપણું પૂર્વના વખતથી આપણી વચ્ચે મિત્રતાને સબંધ ચા આવે છે. તેમ રહેવા દે. પણ એ વાત અભિમાની રાવણને મંજુર ન હતી એટલે મેટું લશ્કર લઈને લડવા આવ્યો. ત્યારે વાલી રાવણને કહે છે તું પણ શ્રાવક છે ને હું પણ શ્રાવક છું. ઝઘડો આપણે બે વચ્ચે છે તે આપણે બને લડીએ. નાહક લશ્કરને કચ્ચરઘાણ શા માટે થવા દે? જુઓ, બંને શ્રાવક છે. યુદ્ધ ભૂમિ પર ઊભા છે છતાં પાપનું કાર્ય કરતા દિલમાં કેટલે સંકેચ થાય છે. અનંતા માનવભવ પાપમાં વેડફી નાંખ્યા. ત્યારે મિથ્યા દષ્ટિ હતી પણ હવે આવું ઉત્તમ શ્રાવકપણું મળ્યું છે તેમાં જે પાપ કરતાં મને પાછું ન પડે તે બચવું કેવી રીતે? જે પાપ કરતાં સંકોચ ના થાય, તેને અફસોસ પણ ન થાય. ને જેને અફસોસ નથી ત્યાં એ નિષ્ફરપણે પાપનું સેવન થતાં જીવ નરક-તિર્યંચ ગતિને ચોગ્ય કર્મો બાંધે છે. વાલીના દિલમાં પાપની અરેરાટી થઈ એટલે તેણે રાવણને કહી દીધું આપણે બે જણ બસ છીએ. શિવણુ પણ સમકિતી શ્રાવક હતું. તે વાલીની વાતને ઈન્કાર
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy