________________
૨૫૮
શારદા સાગર
આનંદનો પાર નથી, પણ એક વખત જે જંગલમાં કાબલી છે ત્યાં પેલે ભરવાડનો છોકરે બકરા ચરાવવા માટે આવ્યું. બકરીએ દૂરથી તેને જે એટલે તેને તેની મમતા યાદ આવી ગઈ. પૂર્વના સ્નેહનું સ્મરણ થતાં કાબલી ઉદાસ બની ગઈ. ત્યાં હાથી એને ફરવા લઈ જવા માટે આવ્યા. કાબલીને ઉદાસ જોઈને પૂછે છે કે કાબલીબહેન! તમે આજે કેમ આટલા બધા ઉદાસ બની ગયા છો? ખૂબ પૂછે છે પણ તે કંઈ બોલતા નથી. મેઢું મચકેડીને બેઠા છે. હાથી કહે છે તમે તે વનરણના ભાણીબા થયા છે ને અમે તમારા નેકર છીએ. આટલું બધું સુખ હોવા છતાં શું ઓછું આવ્યું એ તો કહો. પણ કાબલી કંઈ ન બેલી એટલે હાથી સિંહ પાસે જઈને કહે છે વનરાજ! તમારા માણીબા તો ખૂબ લાડકવાયા ને માનીતા છે. હું તેમને ફરવા માટે લેવા આવ્યું છું પણ એ તે ઉદાસ થઈને બેઠા છે. મેં એમને ખૂબ મનાવ્યા. પણ તે બોલતા નથી. સિંહ તેની પાસે આવીને પૂછે છે ભાણી! તને શું થયું છે? મારે ઘેર આટલું બધું સુખ છે છતાં તને શું ઓછું આવ્યું ત્યારે કહે છે હું જેને ત્યાં રહેતી હતી તે ભરવાડને છેક જંગલમાં આવ્યું છે. એ મને ખૂબ વહાલે છે ને એને હું ખૂબ વહાલી છું. એ મને ખબ લાડ લડાવતો હતો. એને પ્રેમ મને ખૂબ યાદ આવ્યું છે. માટે હવે મારે અહીં રહેવું નથી. મારે એને ઘેર જવું છે. સિંહ કહે છે જે તું ખૂબ વહાલી હતી તે આટલા દિવસ થઈ ગયાં છતાં તને શોધવા કેમ ન આવ્યા? તું જેને છેડીને આવી છું ત્યાં જવાને હવે વિચાર ન કર. ત્યાં જવાથી તારું જીવન જોખમમાં મૂકાશે. અહીં મસ્ત બનીને આનંદથી રહે ને ખાઈ પીને મઝા કર. ખૂબ સમજાવવા છતાં કાબલી માની નહિ એટલે સિંહે હાથીને કહ્યું કે હવે એને તારી પીઠ ઉપર બેસાડીને એને ઘેર મૂકી આવ.
કામલીને પીઠ પર બેસાડીને હાથી ગામ તરફ આવી રહ્યો છે. ગામ નજીક આવતાં કૂતરા હાથીને જોઈને ખૂબ ભસવા લાગ્યા, હેરાન કરવા લાગ્યા એટલે હાથી કાબલીને પાદરમાં ઉતારીને કહે છે હવે તું તારે ઘેર પહોંચી જા. એમ કહીને હાથી ચાલ્યા ગયે. ને કાબલી તેના માલિકના ઘેર પહોંચી ગઈ. ભરવાડને છોકરે કહે છે કાબલી! તું આવી? એમ કહીને કાબલીને રાખી ને પૂછયું. કાબલી! તું ક્યાં ગઈ હતી? ત્યારે કાબલી કહે છે સિંહ મારા મામા બન્યા છે એટલે હું તે ખૂબ મસ્ત રીતે રહેતી હતી. પણ ભાઈ! મેં તને જે ને મને તું યાદ આવ્યો એટલે હું પાછી આવી છું.
હવે અહીંયા એવું બન્યું છે કે આ ગામને અમલદ્દાર હમેંશાં એક બકરાને મારીને તેનું માંસ ખાતે હતા. એટલે ગામમાં જેને ઘેર બકા હોય તેને એકેક બકરી અમલદારને આપવી પડતી હતી. હવે આ ભરવાડના ઘરને વારે આવ્યા. કઈ બકરીને આપવી? કાબલી જંગલમાં રહીને રોજ લીલે ચારો ખાઈને ખબ અલમસ્ત બની હતી. એટલે ભરવાડ કહે આ કાબલી કાબરચીતરી છે ને બીજી બધી બકરીઓ પેળી છે.