________________
શારદા સાગર
૨૩૬
કર્યા છે? મારા લાડીલાએ તે એનું મુખ પણ જોયું નથી ને તે કહે છે હું તમારા પુત્રથી ગર્ભવતી થઇ છું. આ સાંભળી પ્રહલાદ રાજા સિંહાસનેથી ઊભા થઇ ગયા ને કેતુમતીની વાત સાંભળતા માથે વીજળી તૂટી પડયા જેટલા આંચકા લાગ્યા જે અંજના માટે બાર બાર વર્ષોથી કાઇ અજુગતી વાત સાંભળી નથી આ વાત મારા માનવામાં આવતી નથી. ત્યારે કેતુમતી દ્વેષ કરીને કહે છે કે હું નજરે જોઇને આવી છું. હવે એ કુલટા આપણા રાજ્યમાં ન જોઇએ એને એના બાપને ઘેર મેલી દે. જ્યાં સુધી એને નહિ મેકલે ત્યાં સુધી મારે અન્નજળના ત્યાગ છે. ત્યારે રાજા રાણીને શાંત પાડતા કહે છે તમે આકશ ન થાવ. આવુ વિચારી કાર્ય આપણાથી ન કરાય. બનવા જોગ છે કે પવન આવ્યા હાય માટે આપણેા દીકરા આવે ત્યાં સુધી રહેવા દે પણ રાણી તે એકના બે થતા નથી. રાજા પ્રહલાદ હજુ પણ સમજાવે છે કે રાણીજી પૂરી ચાકસાઈ કર્યા વિના આપણાથી કાઢી મૂકાય નહિ. રાજા મહેન્દ્રના આપણી સાથેના સબંધને પણ વિચાર કરવા જોઇએ. કાઇ જીવને અન્યાય થઇ જાય તેની જવાબદારી આપણે સમજવી જોઇએ. આ રીતે રાણીને ખૂબ સમજાવ્યા પણ રાણીના ધ શાંત થતા નથી આગળ શું મનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩ વ્યાખ્યાન ન. ૨૯
શ્રાવણ સુદ ૧૫ ને ગુરૂવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ તે મહેના,
અનંત ઉપકારી, મમતાના મારક અને સમતાના સાધક એવા ત્રિકાળીનાથે જગતના જીવેાના દુઃખ દૂર કરવા માટે આગમ વાણી પ્રકાશી. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપને હરવાની અને જન્મ-મરણના ત્રાસને મટાડવાની તાકાત આ વીતરાગ વાણીમાં રહેલી છે. પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથ અને તેમની સામે શ્રેણીક રાજા ને પાત્રા સામસામી રહેલા છે. એક પાત્ર ભાગને મહત્ત્વ આપે છે ને ખીજુ પાત્ર ત્યાગને મહત્વ આપે છે. એકને લાગનુ સુખ ગમે છે ત્યારે ખીજાને ત્યાગનું ગમે છે. જેને જે ગમે છે તેને તે તરફ આકર્ષે છે. રાજા મુનિને નમ્રભાવે કહે છે હું નાથ! આપના પ્રત્યે મારા હૃદયમાં ઘણા પ્રેમ ઉભરાય છે. તેથી કહું છું કે આપ મારા મહેલમાં પધારા. આપની આ તo વય, કુમળી કાયા તપ અને સંયમમાં કરમાઇ જતી જોઇને મને દુઃખ થાય છે. માટે મારી વિનંતીને સ્વીકાર કરે. આમ કહી મુનિના જવામની રાહ જુવે છે.
તા. ૨૧-૮-૭૫
જેને સંસારના સુખ વિનશ્વર લાગતા હોય તેને ગમે તેટલા પ્રત્યેાભના મળે છતાં કયાંથી પીગળે ? એ મહાન આત્મા હતા. આ જગતમાં અનત આત્માએ છે. તેની