SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૪૦૯ મોહનીયના ઉદયથી થાય છે. માટે જે રહેતે હોય પણ રમત ન હોય તે જીવ ઘણું ઓછા કર્મો બાંધે છે. જેમ કેઈ માણસ જમે છે પણ તેમાં રસનું પિષણ નથી, તેમાં લેપાનો નથી તે ખાતાં ખાતાં કર્મો ખપાવે છે. જ્યારે બીજો કોઈ જમતે ન હોય પણ રસની ઝંખનામાં મુગ્ધ છે તે તે કર્મો બાંધે છે. . :: - આ રીતે સમતિ દષ્ટિ અને મિથ્યા દષ્ટિ વચ્ચે ઘણું મોટું અંતર છે. મનુષ્યને સત્તા કે સંપત્તિ મળે પુણ્યદયથી પણ તેમાં આસકિત થાય તે પાપના ઉદયથી માને ગમે તેવા વૈભવની વચ્ચે વચ્ચે પણ તેની દૃષ્ટિ સમ્યક હોય ને જ્ઞાન દશા છે જાગૃત હોય તે તે વૈભવ તેને વૈરાગ્યનું નિમિત્ત બને છે. કારણ કે ક્ષણે ક્ષણે તેની અસારતાનું જીવને ભાન થાય છે. માટે સંસારમાં રહેતા હોવા છતાં સમક્તિી છે કયાંય આસકત બનતા નથી. અને મેક્ષ સાધક ક્રિયાઓમાં ઉત્સાહપૂર્વક પ્રવર્તે છે. સમકિતી છે સંસારમાં આરંભની પ્રવૃત્તિઓ કરે છે એટલે બાહા દષ્ટિથી જોઈએ તો સમકિતી અને મિથ્યાત્વી વચ્ચેનો ભેદ સમજાતું નથી. સ્થલ દષ્ટિથી જેનારને બંનેની પ્રવૃત્તિ સરખી લાગે છે. પણ સમકિત. દ્રષ્ટિ જીવના સમ-સવેગાદિના પરિણામ અંદરથી એટલા બધા નિર્મળ હોય છે કેમિથ્યાત્વી અને સમકિતીના પરિણામ વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર હોય છે. મિથ્યાદષ્ટિ જીવ પાપમાં રસથી પ્રવર્તે છે. જ્યારે સમકિતી તેમાં પ્રવર્તતે હોવા છતાં પાપ પ્રત્યે તેને જરા પણ આદર હોતો નથી. તે વ્યાપારાદિ બધી પ્રવૃત્તિ ઉદાસીન ભાવે કરે છે. એટલે થોડું ઘણું પાપ આચરતો હોવા છતાં બંધ અહs પડે છે. કારણ કે તેના પરિણામ મલીન લેતા નથી. શુદ્ધ હોય છે. જીવ પોતાના પરિણામને શુદ્ધ કરીને સમ્યકત્વ પામી શકે છે. બંધુઓ! દીક્ષા લેવી એ તે તમારા માટે ઘણું અઘરું કામ છે. પણ જે તમારી દષ્ટિ સમય થઈ જાય તે હું માનું છું કે ઘણા સંઘર્ષોને અંત આવી જાય. કહેવત છે ને કે જર-જમીન અને જેરૂ એ ત્રણ કજીયાના છોરૂ” પણ દષ્ટિ સભ્ય થઈ જાય તે મનુષ્યને ધન-વૈભવની અનિત્ય અને અસ્થિરતાનું ભાન થાય પછી જ જમીન અને જેરૂ માટે થતાં બધા કલેશે શાંત થઈ જાય, આજે, તે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ અશાંતિનું વાતાવરણ છવાયેલું છે. કારણ કે સને પરિગ્રહ અને ભેગની ભૂખ લાગી છે. જે ષ્ટિ નિર્મળ થાય તો પરિગ્રહ અને ભેગની તૃષ્ણ ઘટે છે તે જગતમાં સર્વત્ર શાંતિ દેખાશે. પછી તે માનવી પાસે ધન હશે તે એમ વિચારશે કે ધનને ધર્મના કાર્યમાં સદ્વ્યય થાય, દુખીની સેવામાં ઉપયોગ થાય એ મળેલા ધાનું વાસ્તવિક ફળ છે. દુનિયામાં બધા કલેશ અને સંઘર્ષોનું મૂળ જીવની મિથ્યાષ્ટિ છે. અને તે બધાના અંત માટેને સાચો ઉપાય. જીવની સમ્યદષ્ટિ છે. - બંધુઓ! જીવની દષ્ટિ પલટાયું તે ક્ષણમાં કર્મના ભૂકકા બોલાવી દે છે. આ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy