SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૧૨૫ છાડીને વિભાવમાં ગયેલા આત્માનું કલ્યાણ થતું નથી. જેમ અગ્નિ પાતે પાતાના ઉષ્ણુ સ્વભાવ છોડી દે, પાણી પેાતાની શીતળતાના સ્વભાવ તજી દે, સ્ત્રી પાતાનુ શીયળ છોડી ઢે અને સજજન પેાતાની સજ્જનતા છોડી દે તે એની કોઇ કિંમત ખરી? જ્યાં સુધી વસ્તુ પાતાના સ્વભાવમાં રહે ત્યાં સુધી તેના ભાવ પૂછાય છે. ત્યાં સુધી તેની કિ ંમત અંકાય છે. પણ જ્યારે તે વસ્તુઓ પેાતાના સ્વભાવ તજીને વિભાવમાં પડી પેાતાના સ્વરૂપથી વિરૂદ્ધ આચરણ કરે છે ત્યારે તેનામાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે. મધુએ ? આત્માએ સ્વભાવમાં સ્થિર થવા માટે પરના સગથી દૂર રહેવુ પડશે. પરની પંચાત છેાડવી પડશે. આ મનને પણ પરની ચિંતાથી મુકત રાખવું પડશે. પરને રાગ–મેહ અને મમતા તેડવા માટે સત્સંગ, શાસ્ત્ર શ્રવણુ અને તેનું ચિંતન-મનન હંમેશા કરવુ જોઈએ. સાથે સાથે અનાદ્ધિના કામ-ક્રોધાદિ દોષોને દૂર કરવા યથાશકિત દાન–શીયળ–તપ-શુભ ભાવના અને ગુરૂભકતમાં મન-વચન-કાયાથી લાગી જવુ જોઇએ. અનાદિકાળથી પરભાવના પડેલા કુસ ંસ્કાર ક્ષણ વાર પણ શાંતિ લેવા દેતા નથી ને પેાતાના સ્વભાવમાં ઠરીને ઠામ ખેસવા દેતા નથી. માટે વિભાનું વિસ્મરણ કરવા અને સ્વભાવનું સ્મરણ કરવા વ્રત-નિયમાનું પાલન કરો. જેમ જેમ આપણા જીવનમાં વ્રત–નિયમેનુ પાલન વધતું જશે તેમ તેમ આત્મા વિભાવ દશામાંથી મુકત બની સ્વભાવ દશામાં રમણતા કરવા લાગશે. પણ આજે તેા મારા બંધુઓને વ્રત-નિયમ એ બંધન લાગે છે, પણ આત્માના હિતકારક નથી લાગતા. આપણેા આત્મા જેમ જેમ સ્વભાવમાં સ્થિર થતા જશે તેમ તેમ આનંદના નંદન વનમાં મહાલશે. વિભાવમાં ભય-ચિંતા-પરાધીનતા, ઉદ્વેગ, શાક બધું રહેલું છે. જયારે સ્વભાવમાં પ્રસન્નતા, સ્વસ્થતા, આનă, નિઃસ્પૃહતા વિગેરે ગુણા રહેલા છે. કારણ કે વિભાવ એ સળગતી અગ્નિ જેવા છે. તેની પાસે રહેનારને નિરંતર માન્યા કરે છે. જ્યારે સ્વભાવ એ શીતળ જળથી ભરેલી સરિતા જેવા છે. તેમાં તરમાળ રહેનાર આત્માજ્ઞાન-ધ્યાનની શીતળતા પ્રાપ્ત કરી હંમેશા આનદ મેળવે છે. વિભાવ એ તાલપૂર ઝેર જેવે છે. જે તેને ખાય છે તેના જ્ઞાનાદિ ભાવ પ્રાણા નાશ પામે છે. ચેતના હણાઇ જાય છે. અને કન્યા કન્યના વિવેક પણ ચાલ્યેા જાય છે, જ્યારે સ્વભાવ અમૃતનું કામ કરે છે. આટલા માટે જ્ઞાનીએ કહે છે સ્વભાવમાં રમણતા કરવી એ જીવનના આનંદ છે. તે જ ઉન્નતિનુ સેાપાન છે. તે સાચા પુરૂષાનુ પ્રતીક છે. અને તે જ જીવનનું સાચુ તેજ છે. આપણા તેજસ્વી જીવનને અણુકાર વભાવમાં નથી પણ સ્વભાવમાં છે. સ્વભાવ તરફ્ આગેકૂચ કરવી એ સંવરની સાધનાં છે, જ્યારે આંખ મીંચીને વિભાવ તરફ દોડયા કવુ એ આશ્રવના પાતાળ કૂવામાં પડવા જેવું છે. માટે સ્વભાવમાં ઠરવું, સ્વભાવમાં રમવું એ આત્મા માટે શ્રેયકર છે. અને વિભાવ સાથે વસવું એ ભયંકર લેરીગ સર્પના રાફેડા પાસે વસવા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy