________________
૧૨૪
શારદા સાગર
વિચાર કર્યો કે હું પીયર જાઉ. મારી સે તે ભાભીઓ ને બીજી સખીઓ બધા મારી મશ્કરી કરશે ને પૂછશે કે મારા ન ઈ કેવા છે? સખીઓ પૂછશે અનેવીના સ્વભાવ કેવું છે? તે શું જવાબ આપે? જ્યાં એકબીજા પરણીને મળ્યા નથી ત્યાં શું કહેવું? એટલે પીયર કેવી રીતે જાઉં! આમ વિચારતી હતી-પંદર દિવસ ગયા ને બીજો ભાઈ આ. એમ કરતાં બધા ભાઈઓ આવ્યા પણ અંજનાએ સહુને સમજાવીને પાછા મોકલ્યા. છેલે સૌથી મોટાભાઈ આવે છે ને અંજનાને કહે છે બહેન! હવે ચાલે. પણ અંજના ના પાડે છે. સાસુ-સસરા પણ કહે છે બેટા! તમારા બધા ભાઈ વારાફરતી આવી ગયા પણ તમે જતા નથી તે એમને કેટલું દુખ થાય છે? તમારા માતાપિતાને પણું દુઃખ થાય માટે જવું જોઈએ. એમ ખૂબ સમજાવી ત્યારે અંજના કહે છે બા-બાપુજી! મને ન જવામાં બીજું કઈ કારણ નથી. તમારા પુત્ર પણ ના પાડતા નથી. તેમની પણ આજ્ઞા છે. આપની પણ આટલી કૃપા છે. પણ મને એમ થાય છે કે હું આપની સેવાને લાભ લઉં. આ રીતે વાત કરી ને પછી પીયર આવવાની ના પાડી ત્યારે તેના મેટાભાઈને ખૂબ લાગી આવ્યું ને બે બહેન! અમે સો સો ભાઈઓ તને તેડવા આવ્યા છતાં તું આવતી નથી? સાસરી ગમે તેટલી સારી હોય તે પણ પિયર તે આવવું જ જોઈએ ને! જરા માતાપિતાના સામું તે જે. તને સાસરું એટલું બધું ગમી ગયું છે કે બધા ભાઈઓને તે પાછા વળ્યા. અંજના મનમાં બધું સમજે છે પણ ઘરની વાત કેઈને કહેવી નથી. પરણીને આવ્યા પછી કદી સારા ભેજન ખાધા નથી. લૂખો આહાર કરે છે, સાદા કપડા પહેરે છે, એક શેતરંજી ઉપર સૂઈ જાય છે. એટલે શરીર સૂકાઈ ગયું છે. ચિંતાને કારણે રૂપ પણ ઝાંખું થઈ ગયું છે. મા-આપ પૂછે તે શું જવાબ આપે? આવા બધા કારણેને લઈને પિયર જવાની ના પાડી.
આટલું દુઃખ હોવા છતાં કંઈને કંઈ કહેતી નથી. સારા ખાનદાન કુળની દીકરી પરણીને સાસરે જાય ત્યાં ગમે તેવું દુઃખ હોય તે પણ કેઈને ન કહે. કહેવત છે ને કે જાત ઉપર ભાત પડે. જાત તે જાત ને કજાત. તે કજાત. અહીં અંજના ખૂબ સંસ્કારી ને ખાનદાન છે. પોતે દુઃખ સહન કરે છે પણ કેઈને દોષ દેતી નથી. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૫ શ્રાવણ સુદ ૧ ને ગુરૂવાર
તા. ૭-૮-૭૫ , અનંત કરૂણના સાગર મહાન પુરૂષોએ જગતના છના એકાંત કલ્યાણ માટે આગમ પ્રરૂપ્યા. આગમમાં ભગવાન કહે છે હે જીવ! જે તારે શાશ્વત સુખના ભોક્તા બનવું હોય તે એક વખત વિભાવનું વિસ્મરણ કરી તારા સ્વભાવમાં કરી . સ્વભાવને